!…ઈ-વિદ્યાલય મંદિરરૂપી શિવાલય…!


!…ઈ-વિદ્યાલય મંદિરરૂપી શિવાલય…!

 EV_Welcome1

સ્કુલેથી આવીને

હું તો ઈ-વિદ્યાલય જાઉ,

 

ઈ-વિદ્યાલય તો છે મારૂ

મંદિરરૂપી શિવાલય,

 

એમાં છે એક પ્રયોગઘર

ઘર જેવા મંદિરમાં

રહે મારો હિરેન-મિહિર,

 

મારી જિજ્ઞાસાને

મળી રે વાચા

લાગે જાણે

આકાશવીરની વાણી,

 

વિડીયોની બારીએથી

મિશનરૂપી વિઝન જોયા,

 

હાસ્યની ફોરમ વેરતા

સુ.જા. અને આકાશદીપના

રેશમ જેવા રમેશને જોયા,

 

વિનોદ વિહાર કરતા

‘ રામસેતુ ’  જેવો

બન્યો શાળાસેતુ,

 

જ્ઞાન સાથે ગમ્મત કરાવતા

બની મિત્રોની હોબી લોબી,

 

કિશોર કહે, યોગીઓના

યોગદાનથી શોભે મારી

ઈ-વિદ્યાલયનો જ્ઞાનયજ્ઞ.

+++++++++++++++++++++++++++++++++++

 ડો. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા, રાંદેરરોડ, સુરત

16 responses to this post.

  1. Posted by hirals on 26/10/2013 at 6:32 pm

    સુંદર કવિતા. ઈવિદ્યાલયમાં જોડાવા માટે અમે આપના હંમેશા આભારી રહીશું.

    Like

    Reply

  2. Posted by hirals on 26/10/2013 at 6:41 pm

    સાહેબ, આપના બ્લોગ પર ઈવિદ્યાલયનો લોગો રાખવા વિનંતી.

    Like

    Reply

  3. Posted by P.K.Davda on 26/10/2013 at 6:53 pm

    શ્રી કિશોરભાઈ,
    કાવ્યમાં આપનો ઈ-વિદ્યાલય પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ સારી રીતે વ્યક્ત થાય છે. આપ તો શિક્ષણ ક્ષેત્રના વ્યક્તિ હોવાથી આપનો પ્રેમ હોવો ઈ-વિદ્યાલયનું સૌભાગ્ય છે.

    Like

    Reply

  4. Posted by chandravadan on 26/10/2013 at 7:41 pm

    Kishorbhai…Sundar Post on E-Vidhyalaya.
    I had also published a Post related to it @

    નવયુગનો બાળ હું !


    Hope YOU & OTHERS visit & read it via the LINK.
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Like

    Reply

  5. very good poem !

    This is a good site for children
    http://www.pitara.com/games/

    બોલો/શીખો હિન્દી પણ લખો ભારતની સર્વ શ્રેષ્ટ નુક્તા અને શીરોરેખા મુક્ત ગુજનાગરી લીપીમાં !

    Like

    Reply

  6. Posted by Ramesh Patel on 03/11/2013 at 3:30 am

    ડોશ્રી કિશોરભાઈ

    આપની ઉપસ્થિતિ એ ઉમંગ શિક્ષણ જગતનો. નૂતન વર્ષાભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    Reply

  7. માનનીય કિશોરભાઇ
    મન ભાવન કાવ્ય દર્શન કરાવી વિદ્યાલયના શિવાલય્નાં દર્શન કરાવ્યાં.

    Like

    Reply

Leave a comment