12 વિજ્ઞાનપ્રવાહમાં બોર્ડની જાહેર પરીક્ષામાં માટે સફળતાના સૂચનો
પ્રસ્તાવના :
બોર્ડની જાહેર પરીક્ષાના માત્ર 110 દિવસ બાકી રહ્યા છે, ત્યારે વિજ્ઞાનપ્રવાહના બોર્ડના વિદ્યાર્થીઓને માર્ગદર્શક સૂચનો કરવા એ શિક્ષકોની પ્રાથમિક ફરજ થઈ પડે છે, એવા ઉમદા ઉદેશથી નીચેની બાબતો ધ્યાનમાં લઈ અમારી શાળાના શિક્ષકો જે તે વિષયમાં R.P., K.R.P, મોડરેટર તથા વિજ્ઞાનપ્રવાહના પાઠ્યપુસ્તકમાં પરામર્શક, પ્રશ્નબેંક બનાવવા માટેનો વિશાળ અનુભવ ધરાવે છે, તેને આધારે શિક્ષકોએ સૂચનો કરેલ છે, તે ધ્યાનમાં લેવા વિનંતિ. આપની શાળાના આ પ્રવાહના શિક્ષકોનું પણ આપ માર્ગદર્શન મેળવી શકો છો.
12 Physics
પરીક્ષામાં ઓછા ગુણ આવવાના કારણો.
1. ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નપત્રમાં જવાબ લખવા માટે પ્રશ્નોની અયોગ્ય પસંદગી
2. દરેક પ્રશ્નોમાં આવતા અગત્યના મુદ્દાઓ પરીક્ષકના ધ્યાનમાં ન આવે તે રીતે ( છેકછાક
સાથે ) લખેલા હોય.
3. દાખલાઓ ગણતી વખતે ભૌતિક રાશીઓના એકમોને યોગ્ય રીતે લીધેલા ન હોય.
4. Section પ્રમાણે જેટલા પ્રશ્નોના જવાબ લખવાના હોય તેને બીજા Section માં લખવા.
જેથી Carry Forward કે Back Forward ને લીધે ઓછા ગુણ આવી શકે.
5. કેટલાક વિધાર્થીઓ દાખલાઓના અંતિમ જવાબમાં આવતા એકમો લખતા નથી.
પ્રશ્નોના જવાબ આપતી વખતે પરીપથમાં વિધુતપ્રવાહની દિશા યોગ્ય ન દર્શાવવાથી
માર્ક ગુમાવે છે.
પરીક્ષામાં વધુ ગુણ લાવવા માટેના સૂચનો
1. ભૌતિક વિજ્ઞાનમાં PART-B ના પ્રશ્નપત્રોમાં પ્રશ્નોની પસંદગી ખાસ કાળજીથી
કરવી જોઈએ. સૌથી વધુ આવડતા પ્રશ્નોના ઉત્તર પહેલા લખવા જેથી First
Impresion સારી રહે છે.
2. દાખલાઓ ગણતી વખતે દરેક ભૌતિક રાશીઓના એકમો કાળજી પુર્વક ધ્યાનમાં લેવા
અને જવાબમાં આવતા એકમો ખાસ લખવા જોઈએ.
3. દરેક પ્રશ્નમાં આવતા નિયમો અને સર્કીટ, પ્રવાહની દિશા સાથે ખાસ દર્શાવવી જોઈએ.
( જે ½ કે 1 માર્કસ માટે આપ હકદાર હોય છે.)
4. પ્રશ્નોના ઉત્તરમાં આવતા અગત્યના શબ્દો અથવા આંકડાઓ નીચે પેન્સિલથી
underline કરવી જેથી પરીક્ષકનું ધ્યાન દોરી શકાય.
5. Section આવતા પ્રશ્નો તેજ Section માં લખવા અને શકય હોય તો ક્રમ જાળવવાનો
પણ પ્રયત્ન કરવો.
શ્રી. હરેશભાઈ પંડ્યા
12 Chemistry
પરીક્ષામાં ઓછા ગુણ આવવાના કારણો.
1. પ્રશ્નોના જવાબો મુદાસર લખતા નથી.
2. પ્રક્રિયા સમીકરણ (કાર્બનિક ) માં જરૂરી પરિસ્થિતિ જેવી કે તાપમાન, દબાણના મૂલ્યો,
એકમો, ઉદીપક લખવામાં ભૂલ કરે છે.
૩. પ્રશ્નોનું અર્થઘટન કેટલીવાર ખોટું કરે છે.
૪. દાખલાઓની ગણતરીમાં Log, Antilog જોવામાં ભૂલ કરે છે. જરૂરી એકમ લખતા
નથી. પધ્ધતિસર દાખલો ગણતા નથી.
૫. વિભાગવાર પ્રશ્નોના જવાબ લખતા નથી.
૬. અકાર્બનિક પ્રક્રિયાઓને સાચી સંતુલિત કરતા નથી. યોગ્ય નિપજો લખતા નથી.
૭. લખાણમાં સ્વચ્છ્તા જાળવતા નથી. લખાણ સ્પષ્ટ વચાતું નથી.
પરીક્ષામાં વધુ ગુણ લાવવા માટેના સૂચનો :
રસાયણશાસ્ત્ર સમજવાનો અને યાદદ્દાસ્ત આધારિત વિષય છે. આથી આ વિષયમાં વધુ
ગુણ લાવવા વાંચન, ચિંતન, મનન, દ્રઢીકરણ અત્યંત જરૂરી છે.
સૂચનો:
૧. Part A ના 50 MCQ 45 મિનિટમાં સોલ્વ કરવા અને 15 મિનિટ OMR
Sheet ભરવામાં ફાળવવી.
૨. Part B માં જવાબ લખવા માટે જે વિભાગ પહેલા લો તે વિભાગમાં આવતા સહેલા
પ્રશ્નોના જવાબ પહેલા લખવા, જેથી આત્મવિશ્વાસ વધતા, કોઈ અધરા પ્રશ્નો હોય
તો તે પણ સરળતાથી લખી શકાય.
૩. પ્રશ્નોના સંદર્ભમાં મુદાસર જવાબ લખવા.
૪. અગત્યના મુદ્દા Highlight કરવા.
૫. કાર્બનિક પ્રક્રિયાના સમીકરણમાં, વર્ણનાત્મક પ્રશ્નોમાં કાર્બનિક પદાર્થોના સૂત્રો
વ્યવસ્થિત લખવા.
૬. કાર્બનિક પ્રક્રિયાના સમીકરણમાં દરેક તબક્કા પર તાપમાન, દબાણના મૂલ્યો, એકમ
તેમજ ઉદીપક સાચા દર્શાવવા.
૭. દાખલાની ગણતરી Stepwise કરવી.
૮. પહેલા સૂત્ર લખવું.
૯. સૂત્રમાં રહેલ પદોને એકમ સહિત અલગથી દર્શાવવા.
૧૦. પદોની રકમને સૂત્રમાં મૂકી સાચી ગણતરી કરવી.
૧૧. જવાબને એકમ સહિત લખવો.
૧૨. વિભાગમાં આવતા તમામ પ્રશ્નો એક સાથે લખવા.
૧૩. તફાવત પ્રકારના પ્રશ્નોના ઉત્તરમાં મુદ્દાઓ સામ-સામે જ લખવા જોઈએ.
૧૪. Part B 50 ગુણનું પેપર 100 મિનિટમાં લખાવું જોઈએ અને બાકીની 20 મિનિટમાં
લખાણ ચેક કરી લેવું જેથી કોઈ ભૂલ થઈ હોય તો સુધારી શકાય.
શ્રીમતી હીનાબેન નાયક
12 Biology
પરીક્ષામાં ઓછા ગુણ આવવાના કારણો.
1. મુદ્દો ન સમજી શકવાને કારણે પૂછાયેલ પ્રશ્નને બરાબર ન્યાય આપી શકતા નથી.
2. 3 કે 4 ગુણના પ્રશ્નમાં હોવું જોઈએ એટલું content હોતુ નથી અને ટૂંકમાં લખાણ
જોવા મળે છે.
3. આકૃતિ તથા ચાર્ટ દોરવમાં પૂરતી કાળજી લેતા નથી.
4. લખાણ ગમે તેમ હોય છે, મુદ્દાસર હોતુ નથી.
5. પ્રશ્નોના અનુક્રમ નંબરો તથા section પણ જળવાતા નથી.
6. તફાવતમાં સામ સામેના મુદ્દાઓ સુસંગત હોતા નથી.
7. અક્ષરો સુવાચ્ય હોવા જરૂરી
પરીક્ષામાં વધુ ગુણ લાવવા માટેના સૂચનો
1. સૌ પ્રથમ પ્રશ્નપત્રમાં પ્રશ્નને સમજવો અત્યંત જરૂરી છે, જે પૂછયું હોય તેજ લખવું
જોઈએ. જે આવડે તે નહિ.
2. કોઈપણ Topic text book માં ફકરા સ્વરૂપે આવેલ હોય છે. તેથી એમાંથી પૂરા માર્કસ
મેળવવા માટે તેને મઠારવો પડે.
3. જીવવિજ્ઞાનમાં આખા ફકરાને મુદ્દાઓમાં વિભાજન કરવો પડે અને મુદ્દાસર લખાણ
કરવું પડે.
4. Key words & Key sentences ને high light / underline કરવા જોઈએ.
5. કોઈ રચનાનું વર્ણન પૂછયું હોય તો તેને માટે નીચે મુજબ વિભાજન કરવુ. સ્થાન,
રચના, કાર્ય, તથા આકૃતિ
6. આકૃતિ સ્વચ્છ, સુઘડ સપ્રમાણ પાનાની મધ્યમાં પેન્સિલથી જ દોરવી અને આકૃતિની
બન્ને તરફ સીધી લીટીમાં જ નામ નિર્દેશન કરવું.
7. વ્યાખ્યા વર્ણનાત્મક ન બનવી જોઈએ તે માત્ર technical શબ્દોના ઉપયોગ વડે
ટૂંકમાં લખાવી જોઈએ.
8. તફાવત પૂછવામાં આવે તો ચાર મુદ્દા (02 ગુણ) અવશ્ય લખવા તેમાં આકૃતિને
તફાવત તરીકે ન ગણી શકાય.
9. કેટલીક બાબતો રૂપરેખા કે ચાર્ટ સ્વરૂપે પણ દર્શાવી શકાય.
10. નિબંધ પ્રકારના પ્રશ્નો મુદ્દાઓ અને પેટામુદ્દાઓ બનાવી લખી શકાય.
11. પ્રશ્નપત્ર અઢી કલાકમાં પૂરું થઈ જાય તે માટે સમયનું પણ ધ્યાન રાખવુ જોઈએ.
શ્રીમતી હીનાબેન જોષી
12 Maths
પરીક્ષામાં ઓછા ગુણ આવવાના કારણો.
1. Step omit ( S.O) કરે છે, જરૂરી Step ન લખેલ હોય
2. રકમને બરાબર સમજી ને તેનો યોગ્ય ઉકેલ લખવામાં બિનજરૂરી ઉતાવળ કરી હોય.
3. સૂત્ર ભૂલી ગયા હોય અને અન્ય સૂત્ર દ્વારા સાબિતી કરે.
4. પ્રશ્નો લખવાના ક્રમ ગમે તેમ હોય,
5. પ્રશ્નના ઉત્તરની શરૂઆત સારી હોય ત્યારે તેમાં બીજા જ પ્રશ્નોના ઉત્તર જોડી દેવામાં આવ્યો હોય તેવુ બને છે.
6. ( a + b + c )3 નું વિસ્તરણ ખોTuટું કરતાં તેમાં ખાસ કરીને + ( પ્લસ ) ને બદલે –
( માઈનસ ) હોય ત્યારે ભુલ કરે છે.
7. માત્ર MCQ ઉકેલવા માટે સૂત્રો ગોખતા હોય ત્યારે સાબિત કરવાના દાખલા તાર્કિક
રીતે સાચા ગણી શકતા નથી.
પરીક્ષામાં વધુ ગુણ લાવવા માટેના સૂચનો
૧. વિદ્યાર્થીઓએ લખવાનો મહાવરો વધુને વધુ કરવો જોઈએ. તે માટે જરૂરી પેપર
પ્રેકટિસ ખુબજ અગત્યની છે.
૨. વિદ્યાર્થીએ બોર્ડના પરિરૂપ અનુસાર જે તે પ્રકરણને મહત્વ આપવું જરૂરી છે. વધારે
ગુણના પ્રકરણ પર વધારે ધ્યાન આપી તેમાંથી પુછાતા લાંબા દાખલાઓની લખીને
જ પ્રેકટિસ કરવી જોઈએ.
૩. પ્રકરણમાં આવતા દરેક સૂત્રોને સાબિતી સાથે સમજી બરાબર યાદ રાખે અને જે તે
પ્રશ્નમાં તેનો ઉપયોગ કરે તે ખુબ જ જરૂરી છે.
૪. જે તે પ્રકરણનો વર્ગમાં અભ્યાસ કર્યા બાદ તેને નિયમિત રીતે લખવાનો મહાવરો
રાખવો જોઈએ. તેજ પ્રકરણના સમાન રીત પર આધારિત બીજા પ્રેકટિસના દાખલા
અન્ય સંદર્ભ પુસ્તકોમાંથી પણ ગણવા જોઈએ.
શ્રીમતી ગીતાબેન પટેલ
શ્રી. વિનોદભાઈ સોની
નોંધ: ઉપરોક્ત માહિતી માત્ર ગુજરાત માધ્યમિક અને ઉ. મા. શિક્ષણબોર્ડના વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈ મુકવામાં આવેલ છે. જે અમારા અનુભવને આધારે અંગત અભિપ્રાય છે, આપ આપના શિક્ષકો પાસેથી પણ માર્ગદર્શન મેળવી શકો છો.
!…અસ્તુ…!
++++++++++++++++++++++++++++++++++++++++++
: સંકલનકર્તા :
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
શ્રીમતી ઈ. ના. ટેકરાવાળા ઉ. મા. શાળા, રાંદેરરોડ, સુરત – 9
પ્રતિભાવો…