!…શતકોનો શહેનશાહ કહે, મેદાન મારૂ વ્યાસપીઠ રે…!


સચિન તેન્ડુલકર સાહેબની 200 મી વિદાય ટેસ્ટ નિમિત્તે 

ભારતના લોકોની સચિન, દ્રવિડ, લક્ષ્મણ કે સૌરવ ગાંગુલી પાસે ખુબજ અપેક્ષા રાખતા હોય છે, કેટલાય ફિલ્મી દુનિયાના હીરો-હીરોઈનની ફિલ્મો ફ્લોપ ગયેલ છે. તો શું આ ક્રિકેટરો કોઈ એકાદ સિરીઝમાં સદંતર નિષ્ફળ જાય તો તે નકામો થઈ જાય છે…..!

      પરંતુ હદ તો ત્યારે થાય છે કે તેન્ડુલકર કરતાં ચોથા ભાગની ક્રિકેટ રમેલા ક્રિકેટરો ટીકા કરે ત્યારે…!

જાણે પસંદગી સમિતિના ચેરમેન ન હોય…!

      આવી બાબતોમાં જ સારા ક્રિકેટરોનો ભોગ લેવાય છે. જેઓ રાજકારણનો ભોગ બની આજે કોમેન્ટ્રેટર બની ગયા છે.

અંતમાં સચિન તેન્ડુલકર સાહેબની 200 મી વિદાય ટેસ્ટ નિમિત્તે ભારતીય યુવાનો અને ક્રિકેટ જગત તથા વિશ્વમાં એમના ચાહકો તરફથી કોટિ કોટિ વંદન…!      

!…શતકોનો શહેનશાહ કહે, મેદાન મારૂ વ્યાસપીઠ રે…! 

sachin-tendulkar-o 

સચિનની લે છે વિદાય

કેમ રે કરી ભુલાય

 

ડોન બ્રેડમેનને હેત ઉભરાય

સચિનના નામના તિરંગા લહેરાઈ

 

શેન વોર્નને સ્વપ્નમાં છવાય

મને લાગે છે ફટકાની નવાઈ

 

બધા કહે છે, સચિન લાવે તવાઈ

છે એ તો બધા કરતાં સવાઈ

 

સચિન કહે,ગુરૂ અને કુંટુંબ છે

મારી ભક્તિ-શક્તિનો સ્ત્રોત

 likeable-blog-200-1x

માતા મારી કરે સપનાનું વાવેતર

શાળા મારી કરે સપનાનું ઘડતર

મેદાન મારૂ વ્યાસપીઠ

વધે મારી એવરેજ રન દીઠ

 

ક્રિકેટ મારી માવડી

ને ચાહકો મારી તલાવડી

શતકોનો શહેનશાહ કહે

યુવાનો બનો ભારતની ગુડવીલ

 —————————————————————————

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત 

Advertisements

10 responses to this post.

 1. Enjoyed the Post away from Home.
  Chandravadan

  Like

  Reply

 2. સચીન ની ભવ્ય ગાથાની કાવ્ય સ્વરૂપે સુંદર રજૂઆત… !

  Like

  Reply

 3. Posted by nabhakashdeep on 16/11/2013 at 12:04 pm

  મેદાન મારૂ વ્યાસપીઠ

  વધે મારી એવરેજ રન દીઠ
  ડૉશ્રી કિશોરભાઈ

  સચીનનું બેટીંગ કૌશલ્ય આપે મનભરી માણ્યું છે એટલે જ સરસ રીતે તેની ઝાંખી આપે કરાવી દીધી છે. સચીન મેદાને ઉતરે , એટલે તેની બેટીંગ માણવા ટી.વી. પાસે લોકો ટોળેવળી જતા ..એ કદી નહીં ભૂલાય…ક્રિકેટવીર રન-શૂરાની જય જય.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

  • શ્રીમાન. રમેશભાઈ પટેલ સાહેબ

   આપ દ્વારા સચિન તેન્ડુલકર વિદાય વેળાએ

   લાગણીસભર પ્રતિભાવ આપીને મને પ્રેરણા આપી

   તે બદલ આપનો આભારી છું.

   Like

   Reply

 4. Posted by Ritesh on 17/11/2013 at 11:48 pm

  મહાન વ્યક્તિને અંજલી આપતું કાવ્ય ગમ્યું. જ કે તેના માબાપે પણ એક અંજલી આપેલી છે જે જીવનભર સાથે રહેશે.

  Like

  Reply

 5. માનનીય કિશોરભાઇ

  શતકોના શહેનશાહને આપે અનેરી અદામાં વિદાય અર્પી છે.

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s