ધોરણ : 10 / 12 બોર્ડના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો :


ધોરણ : 10 / 12 બોર્ડના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓએ ધ્યાનમાં

રાખવાની બાબતો :

 goodluckforexam9

( નોંધ : આ માહિતી ગુજરાત રાજ્ય મા.અને ઉ.મા. શિક્ષણ બોર્ડને ધ્યાનમાં

             લઈ લખેલ છે.)

 સુચના :

 ઉપરની માહિતી મારા શિક્ષક તરીકેના અનુભવને આધારે લખુ છું, તમારે

 છેલ્લામાં છેલ્લી માહિતી બોર્ડ અને આપના શિક્ષકમિત્રો આપે તે ધ્યાન પર  

લેવી.

1. બાળક પક્ષે :

 1. પરીક્ષા હોલમાં બોર્ડ તરફથી મળેલ પરીક્ષા રસીદ લઈ જવી.

2. જરૂરી બોલપેન, પેંસિલ, રબર, કંપાસના સાધનો રાખી શકાય.

3. ધોરણ : 10 બાળકો કેલ્ક્યુલેટર લઈ શકશે નહિ. માત્ર ધોરણ : 12 બાળકો

    સાદુ કેલ્ક્યુલેટર લઈ શકશે.

4. પરીક્ષા રસીદમાં સુપરવાઈઝરની સહી કરાવવાનું ભુલશો નહિ.

5. બારકોડ સ્ટીકર તમારા સુપરવાઈઝર પાસેથી લગાડાવશો.

6. OMR Sheet બોર્ડ અને શાળાએ સુચના આપી છે તે મુજબ ગોળ રાઉંડને

    ઘાટુ કરશો.

7. પ્રશ્નના ઉત્તરો વિભાગવાર એટલે કે Section મુજબ જ લખવા.

8. સમય જોતા જશો, સારા અક્ષરો કાઢવા, છેકછાક ઓછી કરવી.

9. રફ ગણતરી બોર્ડે સુચવેલ જગ્યાએ જ કરવી, ઉપર રફ ગણતરી એમ

     લખવું.

10. નવો વિભાગ નવા પાના પર જ શરૂ કરવો.

11. અંતે લખેલ પાનાની ગણતરી કરી સુપરવાઈઝરને લખાવવા.

12. મૂળ જવાબવહી + લીધેલ પુરવણીનો સરવાળો મુખ્ય ઉત્તરવહી પર

      લખવો.

13. પુરવણી યોગ્ય ક્રમમાં બાંધી છે કે કેમ તે ખાસ ધ્યાન રાખવું.

14. ખાખી સ્ટીકર જરૂરિયાત મુજબના લઈ લગાવવા.

15. ઉત્તરવહી દોરીથી જ બાંધશો.

 Best Luck ને બદલે  બેસ્ટ લખ 

2. શિક્ષક પક્ષે :

 

1. બોર્ડની સૂચના પ્રમાણે જ કામગીરી કરવી, બાળક્ને બારકોડ સ્ટીકર લગાડી

    આપવું.

2. બોર્ડના બધા બાળકો આપનાં શરણે છે, તેથી સૂચના શાંતિપ્રિય ભાષામાં જ

    સમજ આપવી.

3. બોર્ડે સૂચવેલ સમયપત્રક મુજબ અને પરીક્ષાના સ્થળ સંચાલક તરફથી

     મળેલ યોગ્ય સૂચનાઓ આપવી.

4. બોર્ડે આપેલ રસીદમાં સહી કરી આપવી.

5. વર્ગખંડનો માહોલ મધુર અવાજથી શાતિંમય રહે તેમ કરવું.

6. પરીક્ષા હોલમાં બાળક માંદુ થાય તો બોર્ડના નિયમ અનુસાર સ્થળ

     સંચાલકને વાત કરવી.

3. વાલી પક્ષે :

 1. બોર્ડની પરીક્ષાના આ લખાય રહ્યું છે ત્યારે માત્ર 25 થી 27 દિવસ બાકી છે.

     તેથી આપના બાળકની વિશેષ કાળજી રાખવી.

2. ટી.વી.તમારે જ ન જોવું, જેથી બાળક્ની ઈચ્છા ન થાય, સો ટકા કેબલ

     લાઈન કાઢી નાંખો.

3. બાળક સાથે શાંત ભાષામાં જ વાતો કરવી.

4. બાળક્ને તેમના મિત્રો સાથે સરખામણી ન કરવી. કારણ કે દરેક બાળક

     કોઈને કોઈ ક્ષેત્રમાં આગળ હોઈ શકે.

5. તમારા બાળક્ને દરરોજ શાળા એ કે ટ્યુશને મુકવા જવું. કારણ કે તેઓ

     ટેંશનમાં હોય છે.

6. મિત્રોની હાજરીમાં તમારા બાળક્ને ઉતારી પાડ્શે નહિ. તેના મિત્રો ને

     આવકારો.

7. બાળકની વર્તણૂકમાં થોડો ફેરફાર જણાય તો શિક્ષક્નો અથવા ડોકટરી

     સલાહ લેવામાં વિલંબ કરશો નહિ.

8. બાળકના ખોરાકની કાળજી રાખશો. સુપાચ્ય ખોરાક જ આપશો.

9. બાળક પર વાંચન બાબતે ધારવા કરતાં વધુ દબાણ આપશો નહિ.

10. બાળકે જો પોતે વાહન ચલાવતો હોય તો તેને ધીમે વાહન હંકારવાનું

       કહેશો.

11. બોર્ડની પરીક્ષા વખતે બાળક્ને લેવા મુકવા અવશ્ય જવું.

12. બાળકને ખુબ જ સાચવવાના દિવસો આવી ગયા, તેમની નજીક જ માતા-

       પિતાએ રહેવું.

13. પરીક્ષા સ્થળે સમય કરતાં વહેલા પહોંચવું, જેથી ટ્રાફિકની સમસ્યા ન

       ઉદભવે.

14. બાળક્માં હતાશા, નિરાશા, માનસિક તાણ ન અનુભવે તે કાળજી રાખશો.

      આવું માલુમ પડે તો શિક્ષકનો અથવા ડૉકટરી સલાહ લેવી.

15. પરીક્ષા દિવસો દરમિયાન ઘરે બાળક્ને એકલા મુકી બહાર જવું નહિ.

16. ઘરમાં પાણી ધોળાયું હોય તો તરત જ સાફ કરવું, બાળક ઉતાવળમાં

       ઘરમાં પડી ન જાય.

17. પરીક્ષાના આગલા દિવસે જ બાળકે લઈ જવાની વસ્તુઓ/સાધનો બધી

       તૈયારી કરી દેવી.

 ( ઉપરના તમામ મારા અંગત વિચારો છે, કોઈ બાબત લખવાની રહી ગઈ

તેનો પણ તમારે અમલ કરવો,તે બાબત ખાસ ધ્યાન રાખશો, બોર્ડની સૂચના,

ડોકટરની સલાહ, શાળાએ આપેલ સૂચનાનો, પરીક્ષાના સ્થળ સંચાલકની જ

સૂચનાનો જ અમલ કરવો.)

+++++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

Smt. I.N.Tekrawala High School, Surat

 

 

Advertisements

4 responses to this post.

  1. વાલીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો :

    આ વેબ સાઈટ પર બધીજ જોબ્ઝ ની જાહેરાત અને ટેસ્ટ અંગ્રેજીમાં આપેલ છે. જો ગુજરાતના વિદ્યાર્થીઓ હિન્દી ને બદલે અંગેજી શીખવામાં સમય પસાર કરે તો કેવું સારું? શું આ બધી જોબ્ઝ મોટે ભાગે અલ્પ અંગ્રેજી જાણતા ગુજરાતીઓને મળશે કે પછી ફ્લુઅન્ટ અંગ્રેજી બોલતા અન્ય
    રાજ્યજનોને ?
    ગુજરાતમાં ટોપ લેવલ ની જોબ્ઝ પર કેટલા ગુજરાતીઓ છે ? કેમ ?

    વિદ્યાર્થીઓને હિન્દી તો બોલિવૂડ જરૂર શીખવશે પણ અંગ્રેજી?
    http://www.marugujarat.in/

    આધુનિક જમાના માં ભાષા વૈજ્ઞાનિક , ધંધાકીય,વિશેષ જ્ઞાનમય અને અનુવાદ યોગ્ય હોવી જરૂરી છે.
    જો હિન્દી અને ઉર્દુ ભાષી બાળકો બે લિપિમાં શિક્ષણ(દેવનાગરી +રોમન ) લઇ શકે તો ગુજરાતી બાળકો કેમ નહિ?
    ભલે બોલો,શીખો હિન્દી પણ લખો ભારતની શ્રેષ્ટ સરળ ગુજનાગરી લિપિમાં!

    kenpatel.wordpress.com
    saralhindi.wordpress.com
    http://iastphoneticenglishalphabet.wordpress.com/

    Like

    Reply

  2. માહિતી મારા શિક્ષક તરીકેના અનુભવને આધારે લખુ છું, તમારે

    છેલ્લામાં છેલ્લી માહિતી બોર્ડ
    With these words, you began this Post.
    Then there were your words of wisdom for the STUDENTS….TEACHERS …..& the PARENTS.
    Nicely said !
    Dr. Chandravadan Mistry
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you @ Chandrapukar !

    Like

    Reply

  3. ડૉ.પુકાર સાહેબ

    આપના લાગણીસભર શબ્દો અને પ્રેરણાનો સંદેશો મળ્યો, વાંચીને આનંદ થયો.

    Like

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s