Archive for February, 2014

!…સમજી જજો…!


!…સમજી જજો…!

1

ભેગા થઈ ન કરો દેખાડો,

બની ગયો છે, અખાડો

સેવાનો ન કરો દંભ,

કરો કામનો પ્રારંભ

મસ મોટી છે, અદેખાઈ,

ન પુરી કરી શકાશે ખાઈ

બની ગઈ છે, એક ટોળી,

તેઓ સમજે છે,

પ્રજા ભલી ભોળી

2

 

આપે છે શરૂમાં એક-વચન,

ભેગા થઈ બની ગયા બહુવચન

જામ્યો છે ચારેકોર જંગ

પ્રજા બતાવશે આ વખતે રંગ

કિશોર કહે છે,

છીએ અમો ભોળા

પણ નથી અમો ઠોઠ

આ સાંભળી બંધ થઈ ગયા

સૌના હોઠ

L

++++++++++++++++++++++++++++++++

( ચિત્ર બદલ ગુગલ મહારાજનો આભાર )

ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, સુરત-9

!!!…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!!!


!!!…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!!!

11
વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે,
વિચારોનું સિંચન કરવા વાંચો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

માત-પિતા છે, તમારા દેવ,
પુસ્તક છે, તમારો ઈષ્ટદેવ…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

દાદા-દાદીને માન આપો રે,
વડીલોનું કહ્યું માનો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

સમય ચક્ર ચાલ્યું જાય રે,
સમયને સાચવો વ્હાલા મિત્રો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

લેખન પ્રેકટિસ વધુ કરો રે,
ઍ તો છે, રામબાણ ઈલાજ રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!
1
સ્વપ્ન સેવો વહાલા બાળ રે,
સંકલ્પ કરી વાંચો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

ડર ભગાવી નીડર બનો રે,
તે માટે તમો રીડર બનો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

વિજ્ઞાનની આકૃતિ દોરો રે,
ગણિતમાં ગણતરી કરો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

માર્કસ ન જુઓ, રીમાર્કસ જુઓ રે,
ધીરજ અને વિશ્વાસની કસોટી રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!
2
સફળતાની ચાવી તમારા હાથમાં રે,
જાગો જાગો રે, વિદ્યાર્થીઓ જાગો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

સમયપત્રક બનાવી વાંચો રે,
સર્વાંગી વિકાસ સાધો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

તમો તો આવતીકાલનું ભારત રે,
હે મારા ભારતવાસી ભણો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

કિશોર પટેલની વાત માનો રે,
વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!
6
++++++++++++++++++++++++++++++++++++++++++++

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-૯

Visit My website : 

http://www.drkishorpatel.com