!!!…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!!!


!!!…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!!!

11
વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે,
વિચારોનું સિંચન કરવા વાંચો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

માત-પિતા છે, તમારા દેવ,
પુસ્તક છે, તમારો ઈષ્ટદેવ…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

દાદા-દાદીને માન આપો રે,
વડીલોનું કહ્યું માનો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

સમય ચક્ર ચાલ્યું જાય રે,
સમયને સાચવો વ્હાલા મિત્રો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

લેખન પ્રેકટિસ વધુ કરો રે,
ઍ તો છે, રામબાણ ઈલાજ રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!
1
સ્વપ્ન સેવો વહાલા બાળ રે,
સંકલ્પ કરી વાંચો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

ડર ભગાવી નીડર બનો રે,
તે માટે તમો રીડર બનો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

વિજ્ઞાનની આકૃતિ દોરો રે,
ગણિતમાં ગણતરી કરો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

માર્કસ ન જુઓ, રીમાર્કસ જુઓ રે,
ધીરજ અને વિશ્વાસની કસોટી રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!
2
સફળતાની ચાવી તમારા હાથમાં રે,
જાગો જાગો રે, વિદ્યાર્થીઓ જાગો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

સમયપત્રક બનાવી વાંચો રે,
સર્વાંગી વિકાસ સાધો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

તમો તો આવતીકાલનું ભારત રે,
હે મારા ભારતવાસી ભણો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

કિશોર પટેલની વાત માનો રે,
વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!
6
++++++++++++++++++++++++++++++++++++++++++++

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-૯

Visit My website : 

http://www.drkishorpatel.com

Advertisements

4 responses to this post.

 1. વિધાર્થી આલમને કવન દ્વારા ખૂબજ ઉપયોગી અને સુંદર શીખ આપવા બદલ ધન્યવાદ.

  Like

  જવાબ આપો

 2. Posted by Ramesh Patel on 12/02/2014 at 6:44 એ એમ (am)

  સમય ચક્ર ચાલ્યું જાય રે,
  સમયને સાચવો વ્હાલા મિત્રો રે
  ડો.શ્રી કિશોરભાઈ…ખૂબ જ ઉપયોગી…વિદ્યાર્થી આલમ માટે…એક સાચા પથ દર્શક ગુરુ.

  રમેશભાઈ પટેલ(આકાશદીપ)

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s