!… આજ હેતે ભરાયું બેનડીનું સરોવર…!
આજ હેતે ભરાયું
બેનડીનું સરોવર
એ તો છે, ઘરની ધરોહર,
કરે ચાંદલા કંકુ – ચોખાના
મારા વીરાને રાખે પ્રભુ મજાના,
બહેની આવી ભાઈની ઝાંપલીએ,
લાવી મીઠાઈની ટોપલીઓ
આંખોમાં ભરી લાવે મીઠી યાદો
કદી ન કરે ભાઈને ફરિયાદો,
આંખલડી મલકાય હેતથી
વીરાને બાંધે રક્ષાબંધન પ્રીતથી,
મીઠી યાદોને કરે તાજી
વીરાને મળી થાય રાજી-રાજી,
ભાઈ – બહેનનો સંગમ
એક-બીજાને મળે ઉમંગ,
કિશોર કહે આજ પ્રીતના રંગે
સ્નેહાથી બંધાયું આખું જગ
++++++++++++++++++++++++++++++++++++++++++
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
( ચિત્ર આપવા બદલ ગુગલ મહારાજકી જય હો )
શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત – 9
પ્રતિભાવો…