!!!…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!
એકાદશી, વાઘબારસ અને ધનતેરસ,
માં લક્ષ્મીને યાદ કરી ધનપુજન કરશો રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!
દિપાવલિમાં આંગણું સજાવી,
મંદિર જેવા ઘરને સજાવજો રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!
જીવનને પ્રકાશમય બનાવવા,
દીપ પ્રગટાવી રોશની ફેલાવજો રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!
વ્હાલા બાળ વડીલોને નમન કરી,
નૂતન વર્ષમાં આશીર્વચન મેળવજો રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!
વડીલો ભલે ચોપડા પૂજન કરે,
બાળકો તમો ચોપડી પૂજન કરશો રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!
રોકેટ-ફટકડા, હવાઈ ભલે ઉડાવો,
સુતળી બોમ્બથી કાળજી રાખજો રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!
તનક તારા ટમ ટમ થાય,
તોય ભોંય ચકરડી ફેરવજો રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!
જગતને ભાઈચારાનો સંદેશો આપવા,
વડીલોનું કહ્યું માની દિપાવલિ મનાવો રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!
નૂતનવર્ષમાં મિઠાઈ વહેંચી,
સંસારમાં મિઠાશ ફેલાવશો રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!
કુટુંબમાં એકતાની લહેરકી પ્રસરાવી,
ભાઈબીજમાં બહેનીના આમંત્રણ સ્વીકારજો રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!
લાભ પાંચમના શુભ પ્રારંભથી,
કિશોર કહે કરો કાર્યનો આરંભ રે…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!
+++++++++++++++++++++++++++++++++++++++++++++++
ડૉ.કિશોરભાઈ ઍમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯
પ્રતિભાવો…