!!!…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!


lord ganesha

!!!…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 125476_ic

એકાદશી, વાઘબારસ અને ધનતેરસ,

માં લક્ષ્મીને યાદ કરી ધનપુજન કરશો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

 

દિપાવલિમાં આંગણું સજાવી,

મંદિર જેવા ઘરને સજાવજો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

 

જીવનને પ્રકાશમય બનાવવા,

દીપ પ્રગટાવી રોશની ફેલાવજો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

 

વ્હાલા બાળ વડીલોને નમન કરી,

નૂતન વર્ષમાં આશીર્વચન મેળવજો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

happy_new_year_final

વડીલો ભલે ચોપડા પૂજન કરે,

બાળકો તમો ચોપડી પૂજન કરશો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

 

રોકેટ-ફટકડા, હવાઈ ભલે ઉડાવો,

સુતળી બોમ્બથી કાળજી રાખજો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

 

તનક તારા ટમ ટમ થાય,

તોય ભોંય ચકરડી ફેરવજો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

 

જગતને ભાઈચારાનો સંદેશો આપવા,

વડીલોનું કહ્યું માની દિપાવલિ મનાવો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

 

નૂતનવર્ષમાં મિઠાઈ વહેંચી,

સંસારમાં મિઠાશ ફેલાવશો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

 

કુટુંબમાં એકતાની લહેરકી પ્રસરાવી,

ભાઈબીજમાં બહેનીના આમંત્રણ સ્વીકારજો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

SRI_LAXMI_by_VISHNU108

 

લાભ પાંચમના શુભ પ્રારંભથી,

કિશોર કહે કરો કાર્યનો આરંભ રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

+++++++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ.કિશોરભાઈ ઍમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Advertisements

8 responses to this post.

  1. દિપાવલીની શુભકામના…નવા વરસનાં વધામણાં…. કાવ્ય
    =================================
    આપને તેમજ સર્વે કુટુંબીજનોને દિપાવલીની શુભ કામના
    નવલા વર્ષના શુભાભિનંદન.
    ==================================
    રાગ= ચાંદીકી દીવાર ના તોડી ..( ફિલ્મ- વિશ્વાસ)
    =================================================
    આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને
    બેહજાર ઇકોતેરનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો.

    વાઘબારશથી શરુ થતા નવલા દિનોને મનમાં ભરી લઇએ

    ધનતેરશે લક્ષ્મી પુજન દેવાધિદેવ કુબેરજીનું અર્ચન ધરીએ

    કાળી ચૌદશે હનુમાન પુજાથી(૨) સર્વે વિનાશકોને ભગાવો ને … આવ્યો.

    ઉલ્હાસ ઉમંગના પર્વનું તન મન ધનથી અનેરું સ્વાગત કરીએ

    સુંવાળી મઠિયાં મિઠાઇ થકી માનવંતા મહેમાનોને આવકારીએ

    અંતરમાં તો દિવડાને પ્રગટાવી (૨)શુભ દિપાવલીને વધાવો ને …આવ્યો.

    =====================================

    સ્વપ્ન જેસરવાકર

    Liked by 1 person

    જવાબ આપો

  2. ડૉશ્રી કિશોરભાઈ પટેલ

    જય યોગેશ્વર

    સુંદર ઉત્સવનો હાર્દ ઝીલી..ગુરુ ભાવે કવન થકી, આપે ઉજાશ પ્રગટાવી દીધો. શિક્ષણ જગતની બહુમૂલ્ય સેવા યજ્ઞને વધુ પ્રજ્વલ્લિત રાખવાની ,પ્રભુ આપને શક્તિ આપે. આરોગ્ય ને સંપદા આપને તથા કુટુમ્બીજનોને સુખથી ભરી દે તેવી શુભેચ્છા સાથે નૂતન વર્ષાભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Liked by 1 person

    જવાબ આપો

  3. આદરણીય શ્રી ડૉ. કિશોરભાઈ,

    શિક્ષણ જગતમાં અમૂલ્ય સેવાઓ આપી આપના દ્વારા જે શિક્ષણનું કાર્ય કરવામાં આવે છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. દીપાવલી ના શુભ પર્વ પર અપને તેમજ આપના પરિવારને પ્રભુ શક્તિ અર્પે તેમજ આરોગ્ય – સંપદા અને સુખથી આપનું જીવન ભરી દે તેવી શુભેચ્છા સાથે નૂતન વર્ષાભિનંદન.

    ‘દાસ’
    ‘દાદીમા ની પોટલી પરિવાર’
    લંડન

    Like

    જવાબ આપો

  4. આદરણીયશ્રી. અશોકભાઈ

    દિપાવલિના પાવન પર્વે આપના પગલા પડ્યા. આનંદ મંગલ

    આપના પરિવાર ને નૂતન વર્ષાભિનંદન

    Like

    જવાબ આપો

  5. દિપાવલીની શુભકામના

    Like

    જવાબ આપો

  6. શ્રીમાન. ગોવિંદભાઈ પટેલ

    આપના પાવન પગલાથી હું ધન્ય થઈ ગયો ભાઈ

    Like

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s