Happy Anniversary!

You registered on WordPress.com 5 years ago!
Thanks for flying with us. Keep up the good blogging!
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
!…શિક્ષણ સરોવરના છઠ્ઠા વર્ષના મંગલ પ્રવેશે….!
આજના મંગલ પ્રભાતે છઠ્ઠા વર્ષમાં પ્રવેશતા આપ સૌના સથવારે મળેલ 276 પોસ્ટ પર 1668 જેટલા મંગલભાવો તથા 1, 76, 107 અતિથિઓના પાવન પગલાંને આવકારતા “શિક્ષણ સરોવર ” આપ સૌના પ્રેમ અને શુભેચ્છા મેળવવા આતુર છું.
આપના પ્રેમ સ્વરૂપે 1668 શુભેચ્છા સંદેશાઓ મળ્યા. મારા “શિક્ષણ સરોવર ” પર પાવન પગલાં પાડનાર અતિથિઓ કુલ 1, 76, 107 થયા તે તો મારૂ અહોભાગ્ય જ કહેવાય.
મને બ્લોગ જગતમાં જોડાવાની દિશા બતાવનાર આદરણીયશ્રી. હિતેષભાઈ પંડ્યા સાહેબ
( ગાંધીનગર, PRO to C.M ) કે જેઓએ મને “ ગુજરાતી કવિતા અને ગઝલ નિંગ ” માં જોડાવા માટેનો માર્ગ બતાવ્યો.
ત્યાં સંચાલક તરીકે શ્રી. ભરતભાઈ સૂચક સાહેબ પાસે પા – પા પગલી દ્વારા તેમના હકારાત્મક સહકારથી બ્લોગ જગતના પાઠો શીખવા મળ્યા, થોડી જવાબદારીઓ તેમણે મને નિભાવવાની તક આપી મારામાં ઉત્સાહ અને પ્રેરણાનું સિંચન કર્યું હું તેમનો આભારી છું.
આવા કઠિન લાગતા માર્ગ પર મને આંગળી પકડીને શીખવનાર શ્રી. કાંતિભાઈ કરશાલા સાહેબ કે જેઓએ “શિક્ષણ સરોવર ” બ્લોગની પ્રથમ વર્ષગાંઠ તા.૧૦ / ૧૨ / ૨૦૦૯ ના રોજથી માંડી આજ દિન સુધી વિશાળ તેમની દરિયાદીલીથી શરૂ કરેલ. મારા બ્લોગને આજદિન સુધી સુશોભિત કરી આપની સમક્ષ રજુ કર્યો, Special Thanx 2 ભાણેજ શ્રી.અંકિતભાઈ ( બિલિમોરા-પુના ) અને શ્રી.કાન્તિભાઈ કરશાલા સાહેબ.નો હું આભારી છું.
મને મળેલ “પ્રેરણાંના પુષ્પો” વરસાવનાર મિત્રોની યાદી વિશાળ છે.જેમાં…….!
અપાર પ્રેમનો ઉમળકો આપનાર મારા મોટાભાઈ સમાન “ સ્વપ્નજેસરવાકર ” ( USA ),શ્રી.ચન્દ્રપુકાર સાહેબ ( USA ), શ્રી. આકાશદીપ સાહેબ( USA ),“ શ્રી. ડગલો પરિવાર ” ( USA ),શ્રી. સુરેશભાઈ જાની સાહેબ, શ્રીમાન. યશવંતભાઈ, શ્રી. અશોકભાઈ ( USA ), “ દાદીમાની પોટલી ”શ્રી. દાવડા સાહેબ ( USA ), જે અનેક્વાર મુંબઈ અને હાલ વિદેશથી ફોન કરી યાદ પાઠવે છે.
શ્રી.હિતેષભાઈ પંડ્યા સાહેબ ( ગાંધીનગર ), શ્રી.ધવલભાઈ નવનીત, શ્રી.રજની ટાંક, શ્રી.ગોવિંદભાઈ મારૂ સાહેબ, શ્રી. રૂપેનભાઈ, શ્રી.જુ’ ભાઈ, શ્રી.સીમાબેન, શ્રી.પારૂબેન, શ્રી.પી.યુ.ઠક્ક્રર, શ્રી.રઘુવીર મહેતા સાહેબ ( મુંબઈ ),શ્રી. દિલિપભાઈ ગજ્જર સાહેબ, શ્રી. બકુલભાઈ શાહ, શ્રી. વિમેષભાઈ પંડ્યા સાહેબ તથા શ્રી. ધવલ રાજગીરા સાહેબ, વાચનયાત્રાના શ્રી. અશોકભાઈ, શ્રી.નિરવની નજરે, શ્રી. મેવાડા સાહેબ, શ્રી.અરવિંદભાઈ અડાલજા, શ્રી.અરવિંદ પટેલ, પ્રીતિબેન, શ્રી.ઉષાબેન, શ્રી. હસમુખભાઈ, શ્રી.બાબુભાઈ, શ્રી.કમલેશભાઈ (એજ્યુસફરટીમ), શ્રી.ભરતભાઈ ચૌહાણ, શ્રી.યુવરાજ, શ્રી.બટ્કભાઈ, શ્રી.વિપુલભાઈ, શ્રી. કિર્તીદાબેન, શ્રી.વિવેકભાઈ દેસાઈ, શ્રી.પિનાકીનભાઈ, શ્રી.પરેશભાઈ પટેલ, શ્રી.પ્રહાલાદભાઈ પ્રજાપતિ, શ્રી. શકિલભાઈ મુનશી, શ્રી.મુર્તઝા પટેલ, શ્રી.બગીચાના માળી, શ્રી. તપનભાઈ, શ્રી. બીનાબેન, શ્રી. ભુપેન્દ્રસિંહ રાઓલ, શ્રી. પ્રવિણભાઈ શાહ, શ્રી. હિતેષભાઈ માખેચા સાહેબ, શ્રી. કમલેશભાઈ, શ્રી. નરેન્દ્રભાઈ જગતાપ સાહેબ “ગઝલ લેખક” શ્રી. સુરેશચન્દ્ર સાહેબ જેવા અનેક મિત્રોનો અપાર પ્રેમ જ મને દરેક દિવસ જીવંત રહેવાનો ઉમળકો આપ્યો, “ શિક્ષણ સરોવર ” આજ “ મળવા જેવા માણસો ” ને મળવા દોડી આવે છે.
આપના ચરણોમાં આપનો અહોભાવ વ્યક્ત કરતાં
ડૉ. કિશોર પટેલ અંતરની ઉર્મિઓમાં આનંદની લાગણી અનુભવે છે.
લિ.
આપની પ્રેરણાનો અભિલાષી
ડૉ. કિશોર પટેલ
!…અસ્તુ…!
પ્રતિભાવો…