“ બેટી બચાવો, બેટી પઢાવો ”


“ બેટી બચાવો, બેટી પઢાવો ”

દીકરી બાપની આંખ છે,

દીકરી મા ની પાંખ છે,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!

 

બાપના દુખમાં દુખી,

બાપના સુખમાં સુખી,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!

 

દીકરો બાપનું રૂપ છે,

દીકરી મા નું સ્વરૂપ છે. ,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!

 

નદી જેવી નદીને પણ

દીકરી થઈ ભમવું પડે,

પર્વત જેવા બાપને પણ

દીકરીના સાસરે નમવું પડે,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!

 

દીકરો બાપનો શ્વાસ છે,

દીકરી મા નો વિશ્વાસ છે. ,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!

 

દીકરો બાપનો હાથ છે,

દીકરી મા નું હૈયુ છે. ,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!

 

દીકરો બાપની લાકડી છે,

દીકરી બાપની લાડકી છે. ,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!

 

દીકરો બાપનો દિપક છે,

દીકરી મા ની રોશની છે. ,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!

 

અંતે કિશોર કહે…………!

દીકરી છે, પારકી થાપણ,

એની ન કરશો કદી

ભીની પાંપણ,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ મોહનભાઈ પટેલ

શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક વિજેતા-2006

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત – 9

Advertisements

12 responses to this post.

 1. એમ,એસ, થયેલી અને હાલમાં અમેરિકાની એક બહુ જ મોટી કમ્પનીમાં મેનેજર તરીકે કામ કરતી દીકરીના બાપ તરીકે – તમારી ભાવનાને સાદર વંદન.
  પણ ..એટલું જરૂર ઉમેરીશ કે, અધકચરા જ્ઞાને આધુનિકા બનવા સિવાય કોઈ ધ્યેય કે આદર્શ ન હોય તેવી – પથ ભૂલેલી દીકરીઓ સાચી દિશામાં ચાલતી થાય – એવા પ્રયત્નો પણ કરજો. એક સન્નિષ્ઠ શિક્ષક તરીકે તમે આ બાબત ઘણું… ઘણું કરી શકશો.

  Liked by 1 person

  જવાબ આપો

 2. સુંદર રચના. બેટી બચાઓ નો નારો સુંદર છે, પરંતુ વાસ્તવિકતામાં આ બાબત નક્કર કાર્ય કેટલું થાય છે તે પણ વિચારવું જરૂરી છે. ઘણા લાંબા સમય બાદ ફરી પધાર્યા તે બદલ ધન્યવાદ.

  Like

  જવાબ આપો

 3. ખૂબ જ ભાવભરી સંદેશા દેતી રચના…નવયુગે એ ઉજાશ રેલાવશે…આઝાદી પર્વે ખૂબખૂબ શુભેચ્છાઓ…શિક્ષણ જગતને આપનું સંસ્કારી માર્ગદર્શન બહુમૂલ્ય છે…ડૉશ્રી કિશોરભાઈ પટેલ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  જવાબ આપો

 4. Posted by ગોવીન્દ મારુ on 18/08/2015 at 7:37 પી એમ(pm)

  આગામી પાંચમી સપ્ટેમ્બર ૨૦૧૫ ને ” શીક્ષક દીવસે” આપને ‘રાષ્ટ્રીય શ્રેષ્ઠ શીક્ષક’ તરીકે સન્માન મળવાનું જાણી આનન્દ થયો. અઢળક અભીનન્દન…

  Like

  જવાબ આપો

 5. […] હતું એ શ્રી કિશોરભાઈએ એમના બ્લોગ “શિક્ષણ સરોવર “માં  “ બેટી બચાવો, બેટી પઢાવો ” પર એક […]

  Like

  જવાબ આપો

 6. પ્રગતિનાં પાના ભરાતાં જાય અને

  અનેકાનેક પદકો પ્રાપ્ત થાય એવી શુભેચ્છા

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s