Archive for July, 2016

Key Points For Effective Maths – Science Teaching and Learning


Key  Points For Effective Maths – Science Teaching and Learning

પ્રસ્તાવના : વર્તમાન સમય એ શિક્ષણની ઉંચાઈઓ માટેની મિશાલ બનાવવાનો સમય છે, સમગ્ર વિશ્વ અને શિક્ષણક્ષેત્ર આજે વિજ્ઞાન – ગણિત પર ધ્યાન આપીને ટેકનોલોજીના પ્રણેતા બનવા જઈ રહ્યા છે ત્યારે આપણે સૌ એ દિશામાં ચિંતન અને મનન કરવાનો સમય હવે પાકી ગયો છે. અહીં મારા વિચારો આપની સમક્ષ પ્રસ્તુત કરેલ છે.

 1. Lesson : ( પાઠ, યુનિટ, એકમ)

       શિક્ષકે વિષયવસ્તુ થી સજ્જ થઈ, યોગ્ય રૂપરેખા સાથે વર્ગખંડમાં પ્રવેશવાનું છે, પાઠમાં આવતા દરેક પારિભાષિક શબ્દોથી ( Terminology ) વાકેફ હોવો જોઈએ. તદુપરાંત બાળકોની મૂઝવણો અને સમસ્યાઓને યોગ્ય વૈજ્ઞાનિક કારણો આપીને સમજાવવા જોઈએ.

                    શિક્ષક વિજ્ઞાન અને ગણિતના પર્યાય શબ્દોનો સ્વામી હોવો જોઈએ.

શિક્ષક Matter,  Method  અને  Manner નો

ત્રિવેણી સંગમ સમાન હોવો જોઈએ.

 1. Whole – Class interactive : ( સમગ્ર વર્ગખંડને જોતરવો )

            વર્ગખંડના બધાજ બાળકોને કોઈ Task આપીને જુથ ચર્ચામાં ભાગીદાર બનાવવા જોઈએ. તેમને જવાબ આપવાનો, રજુઆત કરવાનો ( Chance To Explain – Demonstrations ) , સૂચનો કરવાનો ( Chance to Suggest ), ટીકા-ટીપ્પણી ( Chance to criticize ) કરવાની છુટ આપવી જોઈએ.

“ Mathematics is a Queen of All Science.”

 Ma + The + Ma + Tics

મા પાસે બાળકોને સમજાવવાની યોગ્ય અને અસરકારક ટ્રિક હોય છે.

 1. Seating : ( બેઠક વ્યવસ્થા )

            વિદ્યાર્થી અને શિક્ષકે એકબીજા સાથે સીધો Eye  Contect રાખવો જોઈએ. બાળક ગ્રીન બોર્ડને સીધુ અને સરળતાથી જોઈ શકે તેમ બેસવું જોઈએ. વર્ગમાં બાળકોને ગૃપ પ્રમાણે બેસાડવા જોઈએ નહિ.

દરેક માતા માટે નટુ, ન્યુટન હોય તો પણ નટુ જ રહે છે.

ટૂંકમાં,  શિક્ષકે માતાની ભૂમિકા અદા કરવાની છે.

 1. Friendly, non – confrontational: ( મિત્રભાવ )

       દરેક બાળકો સાથે મિત્રતાનો ભાવ શિક્ષકે રાખવાનો છે, તેમના સારા કાર્યને બિરદાવવાનું કામ પણ શિક્ષકે કરવાનું છે. દરેક વિદ્યાર્થીઓએ પણ સહઅધ્યાયીઓને એકબીજાના સારા કાર્યને બિરદાવવાનું કામ કરવાનું છે. શિક્ષકે વર્ગખંડના શિક્ષણકાર્ય દરમિયાન આ પ્રકારની સમજ બાળકોમાં કેળવવાની છે.

“ Good Friendship is Like a Tree “

  “ આજે શાળાઓમાં મૂલ્યો અને વૈચારિક મૂલ્યોની કટોકટી સર્જાય છે.

 1. Continual revision : ( સતત પુનરાવર્તન )

       ગણિત-વિજ્ઞાનના અભ્યાસક્રમના નાના ખ્યાલોને પણ શિક્ષકે Small Logical Steps  માં વહેંચીને બાળકોને સમજાવવાના છે. દરેક પાઠના અંતે ગૃહકાર્ય આપીને નવા પાઠની શરૂઆતમાં તેનું પુનરાવર્તન કરવાનું કામ શિક્ષકે કરવાનું છે.

  Chalk and Talk

નહિ પરંતુ

    Learning by doing.

પોતાના શિક્ષણકાર્ય દરમિયાન શિક્ષકે at a Time એકજ ગુણવત્તાસભર aspect પર Focus આપવાનું કામ કરવાનું છે.

 1. Clear explanations : ( પ્રમાણભૂત રજુઆત )

       શિક્ષકે બાળકોના દરેક ખ્યાલો ( Concept ) ને અમલમાં મુકીને વિષયવસ્તુ સાથે સાંકળીને આપી શકાય તેવા અનુભવો બાળકોને આપવા જોઈએ.

બાળકો પોતાના લક્ષ તરફ ગતિ કરતા હોય તેવી પરિસ્થિતિનું નિમાર્ણ કરવાનું કામ શિક્ષકે કરવાનું છે. ( Set a Learning Goal  )

                                             શિક્ષકે ગૌરવ સાથે કહેવું જોઈએ કે……………………!

 “ My Words  are  

     My WORLD ” 

 1. Every activity reviewed interactively : ( દરેકની સહભાગીદારિતા )

       ગણિત-વિજ્ઞાનની કોઈપણ પ્રવૃત્તિ વર્ગખંડના દરેક બાળકોને સાંકળતી હોવી જોઈએ. જેથી દરેક વિદ્યાર્થીઓ તેના ઉકેલની દિશામાં વિચારતા થાય ( Thinking Ability ) તે પરિસ્થિતિ શિક્ષણની ઉત્તમ કક્ષા કહેવાય. વર્ગખંડના કેટલાક બાળકો સમસ્યાના ઉકેલ સાથે સમંતિ-અસંમતિ દર્શાવશે તેવી ઉત્તમ પરિસ્થિતિનું સર્જન કરવાનું કામ શિક્ષકે કરવાનું છે.

Education is the Passport of the future.

        આખરે શિક્ષકે બાળકોએ સમસ્યાના ઉકેલ સાથે સમંતિ-અસંમતિ દર્શાવી તેમાથી સાચો ઉકેલ તેમને આપવાનો છે.

 1. Challenges OR extension work : ( પડકારરૂપ કાર્ય )

       વર્ગખંડના બાળકોમાં ભિન્ન ભિન્ન શક્તિઓ છુપાયેલ છે, તેને Challenging work આપવાનું કામ શિક્ષકે કરવાનું છે. ઘણીવાર આપે શિક્ષણકાર્ય દરમિયાન નોધ્યુ હશે કે શિક્ષકને શરમાવે તેવું કામ બાળકો કરી લાવે છે.

પુષ્પોને સૂંઘી લો તો,

તમો દિનભર મહેકતા રહેશો,

પુસ્તકોને વાંચી લો તો,

જીવનભર મહેકતા રહેશો.

 “ Smooth sea do not make skillful sailors.”

શાંત સમુદ્ર ક્યારેય સારા ખલાસીઓ પેદા કરી શકતા નથી.

 1. Correct precise definitions : ( સત્ય સંકલ્પના )

       ગણિત-વિજ્ઞાનના શિક્ષકે બાળકો માટે આદર્શ પરિસ્થિતિનું નિર્માણ કરવાનું કામ કરવાનું છે. મૌખિક કે બોર્ડ દ્વારા સમજાવીને પણ તે આ કાર્ય કરી શકે. જ્યાં જરૂર જણાય ત્યાં ગણિત-વિજ્ઞાના શિક્ષકે ગાણિતિક અને વિજ્ઞાનની Terminology વાપરીને બાળકોને Concept સમજાવવો જોઈએ.

“ Content Power is a Fast Food Of the Teachers.”

 શિક્ષકે બાળકોમાં સપનાઓ વાવવાના છે.

બાળકોના રૉલ મોડેલ બનેલ શિક્ષકોની

 અંદરની આંતરિક શૈક્ષણિક શક્તિઓથી ભરેલા હોય છે,

 1. Fast pace and varied activities : ( જુથ ચર્ચા )

       વિદ્યાર્થીઓ માટે વ્યક્તિગત કે જોડીમાં, યોગ્ય સમય મર્યાદા ( TIME Time Is My Efficiency ) નક્કી કરીને શૈક્ષણિક કાર્ય સોંપવું જોઈએ. વર્ગખંડની ચર્ચામાં બાળકો માટે યોગ્ય સમય ફાળવવો જોઈએ.

કોઈ લોખંડનો વેપાર કરી ટાટા બની ગયા,

       તો કોઈ જુતાનો વેપાર કરી બાટા બની ગયા.

 1. Logic, rigour and precision : ( તર્કશક્તિનો વિકાસ )

       ગણિત-વિજ્ઞાનના શિક્ષણકાર્ય દરમિયાન બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ ( Scientific Approach અને તર્કશક્તિ ( Logic Power ) નો વિકાસ થાય તેવું વાતાવરણ પુરૂ પાડવાનું કામ શિક્ષકે કરવાનું છે.

જેવી રીતે એક યુવતી લગ્ન મંડપમાં પોતાની જાતને સજાવીને જાય છે,

તેવી જ રીતે

શિક્ષકે વર્ગખંડમાં જવા

Matter – Method  

 સાથે સજ્જ થઈને જવાનું છે.

 1. Marks – Remarks : ( ભુલોની નોંધ )

       ગણિત-વિજ્ઞાનના શિક્ષકે બાળકોની સમજનો વિકાસ થાય તે માટે ગુમાવેલ ગુણ માટે Remarks અવશ્ય લખવી જોઈએ.

બાળકોમાં ગુણ કરતાં,

      ગુણો વધુ વિકસાવીએ.

અંતમાં બાળકોની કોઈપણ શૈક્ષણિક ક્ષતિ દુર કરવા કે તેનો ઉકેલ લાવવા શિક્ષકે તેને મિત્રભાવે સમજાવીને, તાર્કિક ઉદાહરણો દ્વારા સમજાવી કાયમી ઉકેલ લાવવાનું કામ કરવાનું છે.

 

ડૉ. કિશોરભાઈ એમ. પટેલ

M.Com., M.A., M.Ed. ( Gold Medalist), Ph.D. ( Education)

Gujarat State Best Awardee Teacher – 2006

President National Awardee Teacher – 2015

Smt. I.N.Tekrawala Higher Secondary School,

Palanpur Patia, Rander road, Surat -9

Plz. Visit :

Educational website : www.drkishorpatel.com

Social blog : https://shikshansarovar.wordpress.com