વ્યાકરણ કાવ્ય
” જોડણી ” દ્વારા સૌને જોડતા રહીએ,
આમેય ” વિશેષણો ” ની ક્યાં ખોટ છે,
” સંધિ ” દ્વારા સંબંધો જોડાતા હોય તો,
” સંધિ ” છૂટી પાડતા શું વાર લાગે છે,
પહેલાં ” ઉપનામો ” શોધવામાં સમય વહી જતો,
હવ, તો ” ઉપનામો ” નો ખજાનો મળી ગયો,
મોટા મોટા ” પાઠ ” ભણાવવા કરતાં તો,
નાની નાની ” કવિતા ” ભણાવવી શું ખોટી,
પહેલાં ” અલંકાર ” કેટલા મોંઘા હતા,
હવે તો ” અલંકાર ” સસ્તા થઈ ગયા,
પદ આગળ ” ક્રિયાપદ ” નાના થઈ ગયા,
” કર્તા, કર્મણી, સર્વનામ ” શોધતો રહી ગયો,
” વાચકો અને યાચકો ” ની આ યાત્રામાં,
” ભાવવાચક ” ની ભાવના વિસરાઈ ગઈ,
આખી જીંદગી પાઈ – પાઈ ભેગી કરવામાં,
” ચોપાઈ ” લખવાની ચતુરાઈ ચાલી ગઈ,
નિવૃત્તિમાં પ્રવૃત્તિનો ” અલ્પવિરામ ” લઈ,
” પૂર્ણ વિરામ ” થી પાઠો ભણાવીએ.
***************************************
ડો. કિશોરભાઈ એમ. પટેલ
નિવૃત્ત શિક્ષક
પ્રતિભાવો…