વ્યાકરણ કાવ્ય


વ્યાકરણ કાવ્ય

જોડણી ” દ્વારા સૌને જોડતા રહીએ,
આમેય ” વિશેષણો ” ની ક્યાં ખોટ છે,

સંધિ ” દ્વારા સંબંધો જોડાતા હોય તો,
સંધિ ” છૂટી પાડતા શું વાર લાગે છે,

પહેલાં ” ઉપનામો ” શોધવામાં સમય વહી જતો,
હવ, તો ” ઉપનામો ” નો ખજાનો મળી ગયો,

મોટા મોટા ” પાઠ ” ભણાવવા કરતાં તો,
નાની નાની ” કવિતા ” ભણાવવી શું ખોટી,

પહેલાં ” અલંકાર ” કેટલા મોંઘા હતા,
હવે તો ” અલંકાર ” સસ્તા થઈ ગયા,

પદ આગળ ” ક્રિયાપદ ” નાના થઈ ગયા,
કર્તા, કર્મણી, સર્વનામ ” શોધતો રહી ગયો,

વાચકો અને યાચકો ” ની આ યાત્રામાં,
ભાવવાચક ” ની ભાવના વિસરાઈ ગઈ,

આખી જીંદગી પાઈ – પાઈ ભેગી કરવામાં,
ચોપાઈ ” લખવાની ચતુરાઈ ચાલી ગઈ,

નિવૃત્તિમાં પ્રવૃત્તિનો ” અલ્પવિરામ ” લઈ,
પૂર્ણ વિરામ ” થી પાઠો ભણાવીએ.

***************************************
ડો. કિશોરભાઈ એમ. પટેલ
નિવૃત્ત શિક્ષક

6 responses to this post.

 1. એક નિવૃત શિક્ષકના મન અને હૃદયની વ્યથા આપશ્રીએ ખૂબ સુંદર રીતે વર્ણવી છે!!
  કવિતા, લેખ કે નિબંધ કઈં પણ કહો, આજના વિદ્યાર્થી ક્યાં શીખે છે કે ભણે છે??
  ફક્ત ગોખણીયું જ્ઞાન વેંચાય છે શાળા કે કોલેજ નામના વ્યાપારિક સંકુલોમાં…

  Liked by 1 person

  Reply

 2. વાહ… ખૂબ ખૂબ ખુબજ સરસ…

  Liked by 1 person

  Reply

 3. Posted by vimala Gohil on 01/12/2019 at 3:01 am

  ” વાચકો અને યાચકો ” ની આ યાત્રામાં,
  ” ભાવવાચક ” ની ભાવના વિસરાઈ ગઈ,

  Liked by 1 person

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: