Archive for the ‘કાવ્યો’ Category

!…બ્લોગરોને આ પોસ્ટ દિલમાં ભળે તો…!


!…બ્લોગરોને આ પોસ્ટ દિલમાં ભળે તો…! 

ઝરણુંમાં ઝરણું ભળે તો

સરોવર બની જાય,

માનવમાં મહેક ભળે તો

માનવ પણ દેવ બની જાય,

શિક્ષકમાં સ્નેહ ભળે તો

શિક્ષક પણ પ્રભુ બની જાય,

કાર્યમાં નિષ્ઠા ભળે તો

કર્મયોગી બની જાય,

અજ્ઞાનીમાં જ્ઞાન ભળે તો

 જ્ઞાનનું સરોવર બની જાય,

વાણીમાં મીઠાશ ભળે તો

તો તે આકાશવાણી બની જાય,

રચનામાં “ આપના સૂચન ” ભળે તો

તો અમ અજ્ઞાનીને જ્ઞાન મળી જાય,

બ્લોગરોને આ પોસ્ટ દિલમાં ભળે તો

તો અમ જેવાને કોમેન્ટ મળી જાય. 

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર બદલ ગુગલ અને નેટ જગતનો હું ઋણી છું. )

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

!…હું ને તું જ થઈ ગયા સસ્તા…!


આદરણીયશ્રી. રમેશભાઈ ( આકાશદીપ ) ના બ્લોગના કાવ્યનું શિર્ષક જોયુ

લાવ  થોડુ આ બાબત પર લખી નાંખુ એમ કરી વિવેક ભુલી એમનુ વાક્ય મે

લઈ લીધુ તે બદલ ક્ષમાયાચના………!

 

!…હું ને તું જ થઈ ગયા સસ્તા…!

હું ને તું જ થઈ ગયા સસ્તા,

આવી ગયા હવે રસ્તા પર…!

બે ટંક ખાવાનું બંધ કરી,

આવી ગયા હવે નાસ્તા પર…!

બેસતા હતા એક સમયે હિંડોળે,

તે આવી ગયા હવે બાસ્તા પર…!

બંધ થઈ ગયા બધા ચસ્કા,

મિત્રો જોઈ થઈ ગયા હવે નાસતા…!

મોંઘવારીએ કરી દીધા બધાને કાંસતા,

બંધ થઈ ગયા હવે બધા ખાંસતા…!

એક સમયે પગમાં જોડા ઘસતા,

હવે આવી ગયા સ્લીપર અમસ્તા…!

એક સમયે વાપરતા હતા ખાની દસ્તા,

હવે થઈ ગયા બધા કમર કસતા…!

++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

માછલી કહે વાત ન કર પાછલી…!


માછલી કહે વાત ન કર પાછલી…!

આપે મોકલી ફિસ,
પાછળ પાડે ચીસ…માછલી કહે વાત ન કર પાછલી…!

જો લાગે તમને ક્દી રીસ,
તો કરશો મને મિસ…માછલી કહે વાત ન કર પાછલી…!

મેં કહ્યું મળે એક ડિસ,
તો લઉ એક પીસ…માછલી કહે વાત ન કર પાછલી…!

સાગરને ઠપકો આપીશ,
મને કહે પછી તને મળીશ…માછલી કહે વાત ન કર પાછલી…!

જો મારુ કહેલું માનીશ,
તો મોતીના ભંડાર લાવીશ…માછલી કહે વાત ન કર પાછલી…!


છોડી દે ઉપર લખેલ ડિસ ને પીસ,
નહિ તો તને કરી દઈશ ડિસમિસ…માછલી કહે વાત ન કર પાછલી…!

મેસેજ હશે તો લખીશ,
પછી જ હું તો જંપીશ…માછલી કહે વાત ન કર પાછલી…!

કિશોરે કહ્યું તું નથી લાવારિસ,
તે હું આ જગતને કહીશ…માછલી કહે વાત ન કર પાછલી…!


+++++++++++++++++++++++++++++++++++++++++++++


ડો.કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા શાળા, રાંદેરરોડ, સુરત-૯

!…બટુકડો બેટ લઈ દોડે જાણે રાજાધિરાજ…!


!…બટુકડો બેટ લઈ દોડે જાણે રાજાધિરાજ…!


શતકોનો શહેનશાહ કેવો ખીલ્યો આજ,

બટુકડો બેટ લઈ દોડે જાણે રાજાધિરાજ…!

 

કાતિલ મિસાઈલ છોડે દક્ષિણ આફ્રિકા,

રનનું સુનામી લઈ આવ્યો સચીન આજ….!

 

રાજધાની ઝડપે કરી શતક આજ,

દેશપ્રેમીને છે એમની પર આજ નાઝ…!

 

દિલ્હીનો સહેવાગ બન્યો વાઘ,

બોલરોની લાગી લાંબી લાઈન…!

 

તમને લાગે આ રચના ફાઈન,

તો લગાવો કોમેન્ટની લાંબી લાઈન…!

+++++++++++++++++++++++++++++++++

ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

આઈ. એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-9

 

 

!!!… સચિને શોર મચાવ્યો રે લોલ…!!


!!!… સચિને શોર મચાવ્યો રે લોલ…!!!

સચિન નચીન થઈ ખેલ્યો રે લોલ,

ચારે કોર ચોક્કાની ઝડી વરસાવી રે લોલ…!

 

નોખી અનોખી છાપ ઉપસાવી રે લોલ,

વન ડે માં કર્યા ઈગ્લેન્ડનાં લોલમ લોલ…!

 

ખુલી ગઈ બોલરોની પોલમ પોલ રે,

બોલ સ્ટ્રોસ કાંઈક બોલ રે બોલ…!

 

સચિનનું કદ માપો જરા વિરોધીઓ,

ચોગ્ગા-છગ્ગાની લંબાઈ જરા માપો રે…!

 

સોળ વર્ષે આવ્યો સચિન ક્રિકેટની દુનિયામાં,

સાડત્રીસનો સચિન લાગે એકવીસનો રે…!

 

વંદે માતરમ્ કરી ખેલ્યો આજે વન ડે રે,

ઈગ્લેન્ડને યાદ કરાવી તેની લેન્ડ રે…!

 

રન લેવા દોડે જાણે નાનો છોકરડો રે લોલ,

શતકોનો શહેનશાહ કોઈનાં સ્વપ્નમાં આવે રે…!

 

કિશોરનો શોર સાંભળી આજે,

સચિને શોર મચાવ્યો રે લોલ…!

( Thanx : marathiscraps123.com )

***************************************

ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત – 9

 

 

 

!!!…હું આગળ જતાં પલભર અટકી ગયો…!!!


!!!…હું આગળ જતાં પલભર અટકી ગયો…!!!

શબ્દના સાગરમાં ડુબકી,

લગાવી તો હું ઝબકી ગયો.

સામે દેખાયા મને ક્ટકી ખાનારા,

હું આગળ જતાં પલભર અટકી ગયો.

 

ગરીબી સામે કેટલા ટકી ગયા,

ને કેટલા મોંઘવારીમાં લટકી ગયા.

 

મોઘવારી માટે હું જવાબદાર નથી,

એમ એકબીજાને ખો આપી આજે કેટલા છટકી ગયા.

 

વચન આપનારા મોટાભાગના છકી ગયા,

આમ તેમ જોતાં મોટાભાગના ભટકી ગયા.

 

યાદ રાખજો આવનારા દિવસોમાં જો ચીટકી ગયા,

તો જરૂર ખાલી નીકળશે મતપેટીની મટકી.

 

કિશોર કહે સમય વહી જશે ટીક ટીક કરતો,

સેવક બની સમાજની સેવા તો કરી લે ઠીક ઠીક.


*******************************************

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

 

 

!…સર્વોદય દિને બાપુને વંદન…!


!…સર્વોદય દિને બાપુને વંદન…!


વંદન કરી લઉં,

સર્જન કરી લઉં,

વિચારોનું નવસર્જન કરી લઉં


સર્વેનો ઉદય છે બાપુ,

શ્રમનું ગૌરવ છે બાપુને,

વિશ્વનું ગૌરવ છે બાપુ


સત્યના આગ્રહી છે બાપુ,

સત્ય, અહિંસાના પુજારી છે બાપુ,

સત્યમ્, શિવમ્, સુંદરમ્ છે બાપુસત્ય જેમનું મંદિર છે તે બાપુ,

અહિંસા જેમનો આધારસ્તંભ છે તે બાપુ,

ચરખો જેમનું પ્રતિક છે તે બાપુ


આંધીનો સામનો કરે તે ગાંધી બાપુ,

સાદગી જેમનો જીવનમંત્ર છે તે ગાંધી બાપુ,

સરળતા જેમનો વૈભવ છે તે મહાત્મા ગાંધી.

**********************************************

ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

 

!…આદિલને આ ‘ દિલ ‘ પહોંચે તો બસ છે…!


!…આદિલને આ ‘ દિલ ‘ પહોંચે તો બસ છે…!

આદિલને આ ‘ દિલ ‘ પહોંચે તો બસ છે,

એમનો પ્રેમ મને વહેંચે તો બસ છે.

 

એમના પ્રેમરસનો રસાસ્વાદ સરસ છે,

રસાસ્વાદમાં વહેવામાં જ મને રસ છે.

 

બાકી તો જીવન મારૂ આજ નિરસ છે,

એમના સ્પર્શથી જીવન બને પારસ.

 

આદિલને આ ‘ દિલ ‘ મળવા તરસે,

શબ્દ સ્વરૂપે મળે તોય મને બસ છે.

 

એમને આવકારવા હાથમાં છે શ્રીફળ,

લાગે છે મને કે થઈશ હું એક દિ’ સફળ.

 

આ ‘ દિલ ‘ ને વિશ્વાસ છે મારામાં,

કિશોર કહે મને વિશ્વાસ છે તારામાં.

*********************************

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

 

 

!!!…મે તને મલકાતી જોઈ માયરામાં…!!!


!!!…મે તને મલકાતી જોઈ માયરામાં…!!!

 

આવ્યો છે વસંતનો વાયરો,

ભેગા થયા સૌ ડાયરામાં

 

મે તને મલકાતી જોઈ માયરામાં,

વિચાર્યુ મેં, મળું તને છાંયડામાં

 

નયનોમાંથી નીતરતી શાયરીઓએ

ઉભરાતા સ્મિતોથી બનાવી યારી

 

બે x બે = ચાર નયનોની કયારી,

વસંતમાં લાગે યારોને પ્યારી પ્યારી

 

વસંતના વાયરામાં મલકાતી,

છલકાતી સ્નેહની કિકયારી

 

વસંતમાં સ્નેહના સરવાળા કરતાં,

ગુણોનો ગુણાકાર વધુ ગુણકારી,

 

વસંતના વાયરામાં બન્યો,

કિશોર એક પ્રેમનો શિકારી

***********************************

ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

 

 

 

 

 

 

 

 

 

 

 

!…સંત સમીપ જવા માટે છે વસંત…!


 

!…સંત સમીપ જવા માટે છે વસંત…!

 

માનવ તું રહે સદાય પ્રભુની છાયામાં,

ન રહેતો કદી પૈસાની મોહમાયામાં

 

લોભ કદી કરતો નથી, માણસ ભલો,

કાયા ચાલી જશે ને રહી જશે પડછાયા

 

વસંત લાવે પ્રેમ આ ધરતી પર,

કરી લે માનવને પ્રેમ તું રતીભાર

 

પ્રેમને બે દ્વાર છે, એક

સૌ પ્રથમ આપો, બીજા હાથે મેળવો

 

પ્રેમની ચાદર બિછાવી તો જો,

તો તારે દર દર ભટક્વું ન પડે

 

પ્રેમનો સંદેશો છે વસંત,

પ્રેમનું મિલન છે વસંત

 

સંત સમીપ જવા માટે છે વસંત,

મોક્ષ પામવા છે, છે સંત જેવી વસંત

 

અમાપ ગુણોનો ભંડાર છે વસંત,

માનવ તું જીવનમાં કંડારશે પ્રેમ

**********************************

ડૉ.કિશોરભાઈ એમ.પટેલ