Archive for the ‘પ્રભુ મહિમાના કાવ્યો’ Category

!…ગણેશજીના રૂપો અનેક…!


!…ગણેશજીના રૂપો અનેક…!

ganesha_symbolism1

ગણેશજી છે, કર્તા-હર્તા

એ તો સૌના વિગ્નહર્તા

બુધ્ધિનાં સ્વામી છે,

રિધ્ધિ-સિધ્ધિનાં સ્વામી છે,

lord ganesha 

લાભ-શુભનું પ્રતિક છે,

નમ્રતાનું પ્રતિક છે,

 

મુષક જેનું વાહન છે,

શુભ ઘડીમાં પ્રથમ આહવાન

GANESH JI 

મસ્તક જેનું હાથીનું

યુધ્ધમાં છે. મહારથી,

 

શિવ-શિવાનો દુલારો છે,

પ્યારો એને મોદક છે,

 

નંદી-ગણોમાં રાજા છે,

જગ આખાનો મહારાજા છે,

 

દેવોમાં પ્રથમ પૂજ્ય એવા,

બિરાજો સૌના દિલમાં સુક્ષ્મ સ્વરૂપે 

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,

રાંદેરરોડ, સુરત

!…ઑમ નમ: શિવાય બોલતો જા …!


!…ઑમ નમ: શિવાય બોલતો જા …!

1 

શ્રાવણ માસે શિવને ભજી લે

ઑમ નમ: શિવાય બોલતો જા

 

શિવ – શિવાના દિલમાં વસી લે

ઑમ નમ: શિવાય બોલતો જા

 

સ્વાર્થ છોડી પરમાર્થ કરતો જા

ઑમ નમ: શિવાય બોલતો જા

 

પાત્ર મુકી પાત્રતા લેતો જા

ઑમ નમ: શિવાય બોલતો જા

 

મંદિરમાં અભરખા છોડી

ઑમ નમ: શિવાય બોલતો જા

2 

પગાર – પગરખાનો મોહ છોડતો જા

ઑમ નમ: શિવાય બોલતો જા

 

શિવ – શિવાને નમી લે

ઑમ નમ: શિવાય બોલતો જા

 

મોક્ષનું ભાથુ બાંધતો જા

ઑમ નમ: શિવાય બોલતો જા

 

શ્રાવણે રામેશ્વર શ્રવણ કરતો જા

ઑમ નમ: શિવાય બોલતો જા

3

 +++++++++++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ મહરાજકી જય હો )

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,

પાલનપુર પાટિયા, રાંદેરરોડ, સુરત

!…બોલો ઓમ નમ: શિવાય…!


!…બોલો ઓમ નમ: શિવાય…!

 76

કૈલાસમાં બેઠા શિવ – શિવા

બોલો ઓમ નમ: શિવાય

 

ભોલાનાથનું ડમરૂ વાગે

 બોલો ઓમ નમ: શિવાય

 

જટામાં શોભે ગંગા મૈયા 

બોલો ઓમ નમ: શિવાય

 

ત્રિશુલધારી હર હર ભોલે

 બોલો ઓમ નમ: શિવાય

 8

ચન્દ્ર શોભે શિવજી શિરે 

બોલો ઓમ નમ: શિવાય

 

સર્પધારી દેવાધિદેવ

બોલો ઓમ નમ: શિવાય

 

રૂદ્રધારી ભોલે શંકર

બોલો ઓમ નમ: શિવાય

 

વિષધારી નિલકંઠ

બોલો ઓમ નમ: શિવાય

 

પાર્વતીપતિ હર હર ભોલે

 બોલો ઓમ નમ: શિવાય

5 

+++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા, રાંદેરરોડ, સુરત

!…રૂદ્ર અવતારી ખોલે લોચન…!


!…રૂદ્ર અવતારી ખોલે લોચન…!

 

કેસરી નંદન

જગ કરે વંદન

 

સંકટ મોચન

ખોલે ત્રીજુ લોચન

 

રૂદ્ર અવતારી

ગદા ધારી

 

દુર કરે સૌના સંકટ

વિપદા કદી ન આવે નિકટ

 

અંજન પૂત્ર-પવનસૂત

કહેવાયા રામ દૂત

 

રામ શરણ

મુક્તિ અપાવે જન્મ-મરણ

 

અશોક વાટિકા જલાઈ

ભક્તિ કી શક્તિ દિખાઈ

 

મૈયા સિયાસે લેકર આજ્ઞા

લંકાપતિકો કિયા ભયભિત

   

વિભિષણને ધર્મનીતિ યાદ દિલાઈ

એમાં જ છે, સૌ રાક્ષસોની ભલાઈ

 

જય જય સંકટ મોચન

રૂદ્ર અવતારી ખોલે લોચન

 

+++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ 

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,

રાંદેરરોડ, સુરત

 

 

 

!…મોરારી બાપુને જન્મદિન મુબારક હો…!


આદરણીયશ્રી. વાચકમિત્રો

પૂજ્ય મોરારી બાપુનો જન્મદિવસ તા. 25 / 9  છે.   કમ્પ્યુટર ખામીને લઈ આ રચના મુકી  શકેલ નથી, તો ક્ષમાયાચના સહ…!

!…મોરારી બાપુને જન્મદિન મુબારક હો…!

 

બાપુએ જગમાં પ્રસિધ્ધ કરી રામ કથા

કથા કરીને દુર કર્યા લોકોના થાક

 

જગમાં રામ ધુન લગાવી

દિલમાં ભક્તિની જ્યોત જગાવી

 

બાપુને દિલમાં વહે રક્તરૂપી રામનામ

બાપુના રોમે રોમમાં રામ ભક્ત હનુમાન

 

રામ નામની ધૂણી ધખાવી

દિલમાં રામનામ સજાવી

 

ભરતના ભારતની

 જગમાં શાન બનાવી

 

રામનામથી શ્રધ્ધાના દીવડા સળગાવી

માતા શબરીની ભક્તિને શબ્દોથી શણગારી

 

બાપુ કહે મારે તો લઈ જવા આ લોકને

શ્ર્લોકના માધ્યમથી દિવ્ય લોકમાં

 

કિશોર કહે, ભારત માતાના નંદનને 

જન્મદિને કોટિ કોટિ વંદન

 

+++++++++++++++++++++++++++++++++++++

 

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા, રાંદેરરોડ, સુરત

!…ચન્દ્રની છબી દેખાય નાની…!


!…ચન્દ્રની છબી દેખાય નાની…! 

 

ચન્દ્રની છબી દેખાય નાની

સફેદ પવિત્રતાની નિશાની

 

શીતળતાની પાથરે ધરા પર ચાદર

જગમાં આપે બધા પ્રભુ સંગ આદર

 

સુર્ય – ચન્દ્રની જોડી સંયમની

પાલન કરે જગમાં નિયમની

 

સૂર્ય – ચન્દ્ર રમે સંતાકુકડી

આકાશે શ્વેત વાદળ સંગ   

 

એક આપે જગને રોશની

બીજો આપે જગને શીતળતા

 

ટમ ટમ કરતા ચમકે તારલાઓ

જાણે રચાય શિવજીની રૂદ્રાક્ષ માળા

 

સૂર્યદેવ સર્જે કિરણોની હારમાળા

રચાય જીવન જીવવાની ઘટમાળા 

 

+++++++++++++++++++++++++++++++++++++

 

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા, રાંદેરરોડ, સુરત

!…ઝરૂખામાં શોભે મારો લીમડો…!


!…ઝરૂખામાં શોભે મારો લીમડો…!

 

ઝરૂખામાં શોભે મારો લીમડો

એ તો માતા શીતળાનો વિસામો

 

RAM જી બેઠા લીમડા નીચે

કહેવાયા રંગ અવધુત મહારાજ

 

શીરડીના સાંઈ બેઠા લીમડા નીચે

દુ:ખો દુર કર્યા બધા સીમાડાના

 

લીમડાના બે ભાઈઓ

ભેગા મળી કહેવાયા

કડવો અને મીઠો

 

કડવો લીમડો આપે ઠંડક

ઓરી – અછબડાનો રક્ષક

 

લીમડાનો કડવો ધૂમાડો  

મચ્છરને ભગાવે ગામડાના

 

ગળોની વેલ-પાન લીમડાના

મેલેરિયાનો ટાઢિયો તાવ થાય દુર

 

રોપામાં રામજી-છોડમાં રણછોડ,

કિશોર કહે વૃક્ષોના આટલા ઉપકાર

 

+++++++++++++++++++++++++++++++++++++

 

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા, રાંદેરરોડ, સુરત

!… પીપળાના પાનમાં પ્રભુનો વાસ…!


!… પીપળાના પાનમાં પ્રભુનો વાસ…!

 

પીપળાના પાનમાં પ્રભુનો વાસ

ફેલાવે ચારેકોર

ઓકસિજનની સુવાસ રે

 

પીપળો જોડે પ્રભુ સાથે તાર

ધન્ય છે, તેનો અવતાર રે

 

માતા પાર્વતીના શાપથી

કર્યો પુરુષોત્તમે પીપળામાં વાસ રે

 

કરે લોકો પુજા – અર્ચના

પુરુષોત્તમ માસમાં

ફળે તેની બધી આશ રે

 

બ્રાહ્મણોને દઈ દક્ષિણા

કરે શ્રધ્ધાથી પ્રદક્ષિણા રે

 

પીપળાની છત્રછાયામાં

મેળવ્યુ જ્ઞાન ભગવાન બુધ્ધે

સર્વત્ર ઓળખાય બૌધ્ધિવૃક્ષ રે

 

તેના પાકા શીતળ ફળ

મટાડે શરદી, શોષ અને દાહ

બધા વૃક્ષોમાં ઉમદા રે

 

મુલાયમ છાલ – નવા પાન

મટાડે ડાયાબિટીશ કાયમ રે

 

શ્રીકૃષ્ણે કહ્યુ વૃક્ષોમા હું પીપળો

ચાલો સૌ સાથે કરીએ વંદન રે

+++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ 

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,

રાંદેરરોડ, સુરત

!…કરો સંકલ્પ અધિક માસે…!


!…કરો સંકલ્પ અધિક માસે…!

 

સૌ એક બનો

સૌ નેક બનો

 

કરો સંકલ્પ અધિક માસે

ભ્રષ્ટાચાર આ દેશમાંથી નાસે

 

દીઈશું પ્રાણ પણ હસતા મુખે

જન્મ લીધો આ ધરતીમાતાના કુખે

 

આ દેશના ખાતર

મુકો વ્યસન પર કાતર

 

વાદ-સંવાદથી થાય વિવાદ

હવે શોધી કાઢો કોઈ અપવાદ

 

કરીશું ભેગી આંગણીઓ પાંચ

તો દેશને ન આવે કદી આંચ

 

રાતી પાઈ આપીશું નહિ લાંચના નામે

સૌ કોઈ જાગીશું તો દેશને ન આવે આંચ

 

સર્વે માનવીના લોહીનો રંગ એક છે.

આ સૃષ્ટિનો સર્જક પણ એક જ છે.

 

કિશોર લખે છે, અધિક માસે

આ દેશમાં ક્રાંતિ થાય એજ આશે

+++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ 

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,

રાંદેરરોડ, સુરત

!…ધારણ કરી ગંગાને જટામાં…!


!…ધારણ કરી ગંગાને જટામાં…!

 

શિવ ભોલા ભંડારી

ગળામાં સર્પની માળા કંડારી

 

શ્રાવણે શ્રવણ કરો શિવકથા

દુર કરશે શિવ આપણી વ્યથા

 

ડમ ડમ ડમરૂ વાગે

ભોળાનાથનું કૈલાસ ગુંજે

 

શ્વેત ચન્દ્રમાની ઘટામાં

ધારણ કરી ગંગાને જટામાં

 

ભોલા ત્રિશુલધારી

ભોલા ભસ્મધારી

 

ભોલા વિષધારી

કહેવાયા નીલકંઠધારી

 

રામચન્દ્રના રામેશ્વર

કહેવાયા શિવજીના રામેશ્વર

 

+++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ 

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,

રાંદેરરોડ, સુરત