Archive for the ‘રાષ્ટ્રં ભક્તિ’ Category

!…ભારતની દીકરી ગગનમાં…!


!…ભારતની દીકરી ગગનમાં…!

 

સુનિતા છે અમારી અસ્મિતા

ગુજરાતની દીકરી ગગનમાં

 

ભારતકી બેટીને સંભાલી કમાન

એ તો છે ભારતની શાન

 

કમાન સુનિતાકે હાથ

પુરો દેશ એમની સંગાથ

 

અંતરિક્ષમાં ભરી ઉડાન

ગુજરાતની છે, ગરિમા

 

ઝુલાસણાં ગામમાં થાય જશન

પુરૂ થાય એમનું મિશન

 

મંગળ પર જીવન છે કે કેમ?

આપણાં જીવનને કરશે મંગલ

 

માછલી અને દેડકા સાથે

કરશે 200 પ્રયોગ

 

કિશોર  કહે છે એક વાત સાફ  

ક્યારે મળશે દીકરીઓને ઈન્સાફ

 +++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ 

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,

રાંદેરરોડ, સુરત

 

 

!…ચાલો રે ચાલો હોળી રમીએ…!


 

!…ચાલો રે ચાલો હોળી રમીએ…!

 

ચાલો રે ચાલો હોળી રમીએ,

ઈકો ફ્રેન્ડલી હોળી રમીએ

 

ફુગ્ગા – પ્લાસ્ટિકની કોથળી ત્યજીએ,

સૌ સાથે મળી પર્યાવરણની રક્ષા કરીએ

 

દ્રાક્ષ, ગલગોટા, બીટના રસથી,

સરસ મજાની હોળી રમીએ

 

જળચર જીવો બચાવીએ,

ધરતીમાતાનું રક્ષણ કરીએ

 

રતન સમી આંખની રક્ષા કરીએ,

પ્રકૃત્તિની સુરક્ષા વધારીએ

 

અસત્યનું દહન કરીએ,

સત્યનું આહવાન કરીએ

 

હોળીમાં હોમાય હોલિકા,

બહાર નીકળી ભોળી ભક્તિ પ્રહલાદની

 ચાલો રે ચાલો હોળી રમીએ

 

વસંતના વાયરામાં,

ફાગુનના ડાયરામાં

 ચાલો રે ચાલો હોળી રમીએ

+++++++++++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો હું આભાર માનું છું.

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-9

 

 

!…આ દેશ શ્રવણોનો દેશ છે…!


                 !…આ દેશ શ્રવણોનો દેશ છે…!

 

આ દેશ શ્રવણોનો દેશ છે,

રાવણો નો નહિ.

આ દેશ માનવોનો દેશ છે,

દાનવોનો નહિ.

આ દેશમાં માનવને પણ,

દેવ તરીકે પુજવામાં આવે છે.

આ દેશ દેવી-દેવતાઓનો દેશ છે,

જ્યાં પ્રભુએ પણ આશ્રમમાં રહી,

વિદ્યાગ્રહણ કરી હતી.

આ દેશમાં વૃક્ષોને પણ,

દેવી-દેવતા તરીકે પુજવામાં આવે છે.

આ દેશમાં ભક્ત ધૃવ અને એકલવ્ય જેવા

આદર્શ વિદ્યાર્થીઓનો દેશ છે.

આ દેશ સંસ્કાર, સંસ્કૃતિ,

પ્રમાણિકતા તથા સત્યની આધારશિલા

પર ચાલતો દેશ છે.

આ દેશના સાદાય, સેવા, સંયમ, 

પરિશ્રમ જેવા આધારસ્તંભો છે.

મા, માતૃભૂમિ, માતૃભાષાને

મારા કોટિ કોટિ વદન

++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

!!!…કદરદાનની એક કદર…!!!


!!!…કદરદાનની એક કદર…!!!

 

       વર્ષોથી અમેરિકા ખાતે વસતા “ સુરજબા મેમોરિયલ પબ્લિક ટ્રસ્ટ ” મુ. જેસરવા, તા. પેટલાદ, જિ. આણંદના ઝંડાપ્રેમી “ સ્વપ્ન ” તખલ્લુસથી જાણીતા આધુનિક http://gujarati.nu તથા http://gujarati.be ના ગુજરાતી નવા આંગતુક સાહિત્યપ્રેમીઓમાં જાણીતા કવિશ્રી ગોવિંદભાઈ આઈ.પટેલ અને તેમના ભાઈશ્રી.ચીમનભાઈ પટેલ વર્ષોથી અમેરિકા ખાતેથી http://swapnasamarpan.wordpress.com/ ભારતીય સંસ્કૃતિને દીપાવી ગુજરાતી ભાષા પ્રત્યેનો અનન્ય પ્રેમની વર્ષા વરસાવી રહ્યા છે.

 

ઝંડાપ્રેમી એટલે ગોવિંદભાઈ

વતનપ્રેમી એટલે ગોવિંદભાઈ

ગુજરાતી ભાષાના પ્રેમી એટલે ગોવિંદભાઈ

 

“ પરાર્થે સમર્પણ સાહિત્ય સ્પર્ધા ” ના આયોજક એટલે શ્રી. ગોવિંદભાઈ

જેમની ચિત્રલેખાએ ઝંડાપ્રેમી તરીકે બે વાર નોંધ લીધી છે એવા ગોવિંદભાઈ

જેમણે રાજકોટ, પેટલાદ, સુરતમાં ભારત અને ગુજરાતના ઝંડાઓનું વિતરણ કરેલ છે, એવા શ્રી. ગોવિંદભાઈ પટેલને શત શત પ્રણામ…!

 

હાલમાં જ ગામ જેસરવાનાં સ્વાતંત્ર્ય સેનાની શ્રી મહીજીભાઈ મરઘાભાઈ પટેલ ૧૭ મે ૨૦૧૧ના રોજ 100 માં વર્ષમાં પ્રવેશ્યા. એક દેશદાઝ અને સેવાનીજાગૃત મૂર્તિ એવા આદરણીય શ્રી મહીજીકાકાને શત શત સલામ સાથે જન્મ શતાબ્દી વર્ષની શુભ કામના……!  

 

શ્રી.મહીજીકાકાના 100 વર્ષ પૂર્ણ થતાં તેમનો વતનપ્રેમ બેવડાઈને શ્રી મહીજીકાકાન જન્મ શતાબ્દિને જાણે પોતાની જન્મ જયંતિ તરીકે મનાવતા ન હોય તેમ ઉજવીને ચાર ચાંદ લગાવી દીધા છે. શ્રી. ગોવિંદભાઈએ વતનની પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવ વખતે 4100 બાળકો માટે 4500 બેગો બનાવી મફત વિતરણ કરેલ છે, ભલે કોઈ રાજકારણીઓ નોંધ ન લે, પરંતુ સગા દીકરાની માફક તેમણી સ્વાતંત્ર્ય સેનાનીના જન્મ જયંતિ ઉજવીને સાચો વતનપ્રેમ દર્શાવેલ છે. તેવા શ્રી. ગોવિંદભાઈને મારા ગુજરાતી ભાઈઓ વતી શત શત વંદન…!

 

ગામ જેસરવાથી વધુ તેમના વિશે જાણવાનો પ્રયત્ન કરતાં શ્રી. અવકાશભાઈ અને શ્રી. હર્ષદભાઈ જણાવે છે કે અમારા સમગ્ર ગામનો પાણી વેરો,વીજળી વેરો, અનેક્વાર અનેક શાળાઓમાં ચોપડાં, પેન, પેન્સિલ વિગેરે બાળકોને પુરા પાડેલ છે. વળી અમેરિકાથી જ્યારે પણ વતન આવે ત્યારે મોટર ગાડીમાં ન ફરતાં સાયકલ પર તેમને ફરતાં અમોએ જોયા છે, કેમ સાયકલ ફરો છો? એમ જ્યારે પુછવામાં આવે ત્યારે તેઓ કહે છે કે એટલા પૈસા વધુ બચે તો આપણાં ગામના બાળકોને વધુ કાંઈક આપી શકાય…..!

ધન્ય છે તેમના સંસ્કારોને, ધન્ય છે માતા-પિતાને, ધન્ય છે તેમની જનેતાને…! 

 ++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

!!!…ધરતીમાતા કી જય હો…!!!


22 April – Earth Day

 

ધરતીમાતા કી જય હો

ધરતી એ આપણી માતા સમાન છે,

ધરતીમાતાના સહારે આપણે અબજો વર્ષથી જીવન જીવીએ છીએ,

ધરતીમાતા પોતાના બાળકોને પુકાર કરીને કહે છે કે

હવે મારી પાસે કશીજ તાકાત રહી નથી, કારણ કે

મારા પેટાળમાં માનવ જાતે ખોદકામ કરી કરીને

મને હચમચવી નાંખી છે, છતાં હું તમને મારા

બાળક સમજીને મારા જીવની પેઠે તમને સાચવું છું.

મારી કેટલીક વિનંતિઓમાંની એકાદનું દીકરા તું પાલન કરશે,

તો પણ હું એમ માનીશ કે તે મારૂ માવતર સાચવ્યું,

એક ‘ મા ’ ની મમતાનો પુકાર તે સાંભળ્યો,

માની વેદનાને તું સમજ્યો.

તું સાચા દિલથી ‘ મા ’ ને ચાહે છે.

દીકરા મે તારી પાસેથી આજદિન સુધી કશુજ માગ્યું નથી

દીકરા હું ખુબજ કઠણ હ્રદયે તારી પાસે માંગી રહી છું.

મારી માંગણીમાં તારે કશો જ ખર્ચ કરવો પડે એમ નથી,

કદાચ તારે ઘણાં બધાને પુછવું પડે, તું ખર્ચને લીધે પાછળ પડે,

                   બેટા મારી માંગણીઓનું લિસ્ટ ખુબજ મોટું છે, તો સાંભળ ત્યારે……!

 

1. પાણીનો બચાવ કરજે

2. મારા ઢાંકણ સમાન વૃક્ષોનું જતન કર

3. મારા પર ખોદકામ કરી પ્રયોગ ઓછા કર

4. નાહક્નું ખનિજતેલનો બગાડ ન કર

5. વીજળીનો કરકસરભર્યો ઉપયોગ કર

6. ગંદો કચરો, રસાયણવાળા પાણીથી હું દાઝી જાઉં છું તો તું વિચાર કરજે.

7. મે તો એવું સાંભળ્યુ છે કે દીકરા તમે આ પૃથ્વીલોક્માં દવાઓમાં,

   શાકભાજીઓમાં પણ ભેળસેળ કરો છો, દીકરા એ તો તમને જ નુકસાન છે.

   બને તો હવેથી એવું ના કરશો.

8. હું જાણું છું કે રહેવા માટે ઘર જોઈએ, પણ બેટા વૃક્ષને કાપીને ઘર ન

   બનાવતો, વૃક્ષ તો અંતિમકાળ સુધી મદદરૂપ થશે.

9. પૈસા મેળવવાનો સાચો માર્ગ પસંદ કરજે, યોગ્ય માર્ગે વાપરજે.

10. દીકરા ગમે તેટલું દુખ પડે, તો પણ ભણવાનું છોડતો નહિ.

11. રામપ્રેમની સાથે રાષ્ટ્રપ્રેમ, એકતા, સંપ, વિશ્વ બંધુત્વની ભવના રાખજે.

 

ચાલ ત્યારે વધારે માંગીશ તો દીકરા તને પાછુ ખોટુ લાગશે.

માતા રૂદનભર્યા સ્વરે કહે છે કે

હવેથી

 ‘ તમે મને સાચવશો તો હું તમને સાચવીશ ’

++++++++++++++++++++++++++++++++++++++++++

ચિત્ર બદલ સાઈટનો હું ઋણ સ્વીકાર કરૂ છું.

 ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

!…સાંગાએ આજ સ્વીકાર્યુ ફાઈનલમાં આવ્યા એજ મારે મન બસ છે…!


!…સાંગાએ આજ સ્વીકાર્યુ ફાઈનલમાં આવ્યા એજ મારે મન બસ છે…!

સાંગાએ આજ સ્વીકાર્યુ

ફાઈનલમાં આવ્યા

એજ મારે મન બસ છે,

 

ધોનીની “ સેના ”  જોઈ

લંકાની “ નાસે ”  સેના,

 

મુંબઈમાં રમે લંકન

વધી એમની દિલની ધડકન,

 

લંકામાં થયા “ રાવણ

ભારતમાં થયા “ શ્રવણ

 

મુંબઈમાં ક્રિકેટ રમે લંકા

ભારત વગાડશે ક્રિકેટમાં ડંકા,

 

સાંગા-દિલશાનના ઉતારો ક્રિકેટ “ નશા

ભારતના સિતારાઓ વધારો ક્રિકેટની “ શાન

 

———————————————————–

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

 

!!!…પ્રેમની આધારશિલા…!!!


!!!…પ્રેમની આધારશિલા…!!!

પ્રેમનો કોઈ પ્રકાર નથી,

પ્રેમનો કોઈ આકાર નથી.

 

પ્રેમને સાકાર કરો તો,

પ્રભુનો કોઈ પ્રકાર નથી.

 

પ્રેમ કોઈ ગદ્ય કે પદ્ય નથી,

પ્રેમ એ તો વ્યાકરણ છે.

 

પ્રેમને કોઈ માપ નથી,

પ્રેમ અનંત-અમાપ છે.

 

પ્રેમને કોઈ સ્વાર્થ નથી,

પ્રેમ એ તો નિ:સ્વાર્થ છે.

 

પ્રેમ આંધળો હોય શકે,

પ્રેમ પાંગળો ન હોય શકે.

 

સાચો પ્રેમ તો પરવરદિગારની શાન છે,

કિશોર કહે I LOVE MY INDIA એજ મારી પહેચાન છે.


+++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉમા.શાળા, રાંદેરરોડ, સુરત-9

Plz. Visit My Website :

http://www.drkishorpatel.org


જેસરવાના ઝંડાપ્રેમી ગોવિંદકાકા ( સ્વપ્ન – જેસરવાકર )


જેસરવાના ઝંડાપ્રેમી ગોવિંદકાકા

સૌજન્ય: ચિત્રલેખા, તા. 27 ઓગસ્ટ-2007,

પત્રકારશ્રી. કેતનભાઈ ત્રિવેદી (પેટલાદ)

તંત્રીશ્રીનો, આભારસહ…!

ડૉ. કિશોરભાઈ એમ.પટેલે ટેલિફોનિક મંજુરી લઈ લેખ મુકેલ છે.