Archive for the ‘શુભેચ્છા વિભાગ’ Category

Annual Report – 2015


https://shikshansarovar.wordpress.com/2015/annual-report/

 

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

Dr. Kishorbhai M. Patel

Surat, Gujarat

!!!…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!


lord ganesha

!!!…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 125476_ic

એકાદશી, વાઘબારસ અને ધનતેરસ,

માં લક્ષ્મીને યાદ કરી ધનપુજન કરશો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

 

દિપાવલિમાં આંગણું સજાવી,

મંદિર જેવા ઘરને સજાવજો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

 

જીવનને પ્રકાશમય બનાવવા,

દીપ પ્રગટાવી રોશની ફેલાવજો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

 

વ્હાલા બાળ વડીલોને નમન કરી,

નૂતન વર્ષમાં આશીર્વચન મેળવજો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

happy_new_year_final

વડીલો ભલે ચોપડા પૂજન કરે,

બાળકો તમો ચોપડી પૂજન કરશો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

 

રોકેટ-ફટકડા, હવાઈ ભલે ઉડાવો,

સુતળી બોમ્બથી કાળજી રાખજો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

 

તનક તારા ટમ ટમ થાય,

તોય ભોંય ચકરડી ફેરવજો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

 

જગતને ભાઈચારાનો સંદેશો આપવા,

વડીલોનું કહ્યું માની દિપાવલિ મનાવો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

 

નૂતનવર્ષમાં મિઠાઈ વહેંચી,

સંસારમાં મિઠાશ ફેલાવશો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

 

કુટુંબમાં એકતાની લહેરકી પ્રસરાવી,

ભાઈબીજમાં બહેનીના આમંત્રણ સ્વીકારજો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

SRI_LAXMI_by_VISHNU108

 

લાભ પાંચમના શુભ પ્રારંભથી,

કિશોર કહે કરો કાર્યનો આરંભ રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

+++++++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ.કિશોરભાઈ ઍમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

2013 in review


The WordPress.com stats helper monkeys prepared a 2013 annual report for this blog.

Here’s an excerpt:

The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 27,000 times in 2013. If it were a concert at Sydney Opera House, it would take about 10 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

!…ઈ – વિદ્યાલયને વર્ષાંતે અભિનંદન ભેટ…!


!…ઈ – વિદ્યાલયને વર્ષાંતે અભિનંદન ભેટ…!

વિદેશમાં ભારતીયોના સહયોગથી આકાર પામેલ ઈ – વિદ્યાલય પોતાના શિક્ષણક્ષેત્રે આગવા પ્રદાનની ગવાહી પુરે છે, એ માટે શ્રી.માન.સુરેશભાઈ જાની સાહેબ તથા શ્રી. હિરલબેન અને તેમની ટીમને હાર્દિક શુભકામનાઓ.

આ પોસ્ટ માટે નીચે જણાવેલ બાબતો સિવાય

મારે વધુ કાંઈ લખવાની જરૂર ખરી…!

તો ઉઠાવો પેન…! શું વિચારો છો…!

1 Document 12-31-2013

***************************************2 Document 12-31-2013*****************************************

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,

પાલનપુર પાટિયા, રાંદેરરોડ, સુરત

Thanx WordPress Team


Happy Anniversary!

You registered on WordPress.com 4 years ago!

Thanks for flying with us. Keep up the good blogging!

++++++++++++++++++++++++++++++++

Dr. Kishorabhai M. Patel 

Smat. I.N.Tekrawala High School, rander road, surat

!…શતકોનો શહેનશાહ કહે, મેદાન મારૂ વ્યાસપીઠ રે…!


સચિન તેન્ડુલકર સાહેબની 200 મી વિદાય ટેસ્ટ નિમિત્તે 

ભારતના લોકોની સચિન, દ્રવિડ, લક્ષ્મણ કે સૌરવ ગાંગુલી પાસે ખુબજ અપેક્ષા રાખતા હોય છે, કેટલાય ફિલ્મી દુનિયાના હીરો-હીરોઈનની ફિલ્મો ફ્લોપ ગયેલ છે. તો શું આ ક્રિકેટરો કોઈ એકાદ સિરીઝમાં સદંતર નિષ્ફળ જાય તો તે નકામો થઈ જાય છે…..!

      પરંતુ હદ તો ત્યારે થાય છે કે તેન્ડુલકર કરતાં ચોથા ભાગની ક્રિકેટ રમેલા ક્રિકેટરો ટીકા કરે ત્યારે…!

જાણે પસંદગી સમિતિના ચેરમેન ન હોય…!

      આવી બાબતોમાં જ સારા ક્રિકેટરોનો ભોગ લેવાય છે. જેઓ રાજકારણનો ભોગ બની આજે કોમેન્ટ્રેટર બની ગયા છે.

અંતમાં સચિન તેન્ડુલકર સાહેબની 200 મી વિદાય ટેસ્ટ નિમિત્તે ભારતીય યુવાનો અને ક્રિકેટ જગત તથા વિશ્વમાં એમના ચાહકો તરફથી કોટિ કોટિ વંદન…!      

!…શતકોનો શહેનશાહ કહે, મેદાન મારૂ વ્યાસપીઠ રે…! 

sachin-tendulkar-o 

સચિનની લે છે વિદાય

કેમ રે કરી ભુલાય

 

ડોન બ્રેડમેનને હેત ઉભરાય

સચિનના નામના તિરંગા લહેરાઈ

 

શેન વોર્નને સ્વપ્નમાં છવાય

મને લાગે છે ફટકાની નવાઈ

 

બધા કહે છે, સચિન લાવે તવાઈ

છે એ તો બધા કરતાં સવાઈ

 

સચિન કહે,ગુરૂ અને કુંટુંબ છે

મારી ભક્તિ-શક્તિનો સ્ત્રોત

 likeable-blog-200-1x

માતા મારી કરે સપનાનું વાવેતર

શાળા મારી કરે સપનાનું ઘડતર

મેદાન મારૂ વ્યાસપીઠ

વધે મારી એવરેજ રન દીઠ

 

ક્રિકેટ મારી માવડી

ને ચાહકો મારી તલાવડી

શતકોનો શહેનશાહ કહે

યુવાનો બનો ભારતની ગુડવીલ

 —————————————————————————

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત 

નૂતનવર્ષની શુભકામનાઓ


નૂતનવર્ષની શુભકામનાઓ 

44

125476_ic

happy_new_year_final

!…ઈ-વિદ્યાલય મંદિરરૂપી શિવાલય…!


!…ઈ-વિદ્યાલય મંદિરરૂપી શિવાલય…!

 EV_Welcome1

સ્કુલેથી આવીને

હું તો ઈ-વિદ્યાલય જાઉ,

 

ઈ-વિદ્યાલય તો છે મારૂ

મંદિરરૂપી શિવાલય,

 

એમાં છે એક પ્રયોગઘર

ઘર જેવા મંદિરમાં

રહે મારો હિરેન-મિહિર,

 

મારી જિજ્ઞાસાને

મળી રે વાચા

લાગે જાણે

આકાશવીરની વાણી,

 

વિડીયોની બારીએથી

મિશનરૂપી વિઝન જોયા,

 

હાસ્યની ફોરમ વેરતા

સુ.જા. અને આકાશદીપના

રેશમ જેવા રમેશને જોયા,

 

વિનોદ વિહાર કરતા

‘ રામસેતુ ’  જેવો

બન્યો શાળાસેતુ,

 

જ્ઞાન સાથે ગમ્મત કરાવતા

બની મિત્રોની હોબી લોબી,

 

કિશોર કહે, યોગીઓના

યોગદાનથી શોભે મારી

ઈ-વિદ્યાલયનો જ્ઞાનયજ્ઞ.

+++++++++++++++++++++++++++++++++++

 ડો. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા, રાંદેરરોડ, સુરત

!…આજે ત્રીજી જુલાઈ છે…!


!…આજે ત્રીજી જુલાઈ છે…!

 

 જુગ જુગ જીઓ, સ્વપ્નજી

વતનપ્રેમ છલકાવતા રહો…આજે ત્રીજી જુલાઈ છે…!

 

આપના માર્ગદર્શનથી શોભે છે,

ગોવિંદજીનું જેસરવા ગામ…આજે ત્રીજી જુલાઈ છે…!

 

જેનું સ્વપ્ન છે, તખલ્લુસ  

શોભે છે એમના કામ…આજે ત્રીજી જુલાઈ છે…!

 

એ તો ઓળખાયા ઝંડાપ્રેમી નામથી

શોભે એમનો ગોદડિયા ચોરો…આજે ત્રીજી જુલાઈ છે…!

 

કોઈ દિ’ ચમકે “ જન ફરિયાદ ” માં

તો કોઈ દિ’ ચમકે ચિત્રલેખાએ…આજે ત્રીજી જુલાઈ છે…!

 

કુટુંબ કબીલાનો જીત્યો પ્રેમ રે

શિક્ષણથી દુર કરે જ્ઞાતિ અંધકાર રે…આજે ત્રીજી જુલાઈ છે…!

 

નેટ જગતમાં બ્લોગરોનું ગૌરવ રે

એ તો ચર્ચે રાજકારણી કૌરવોને…આજે ત્રીજી જુલાઈ છે…!

 

સ્વપ્નની દુનિયામાં રમે

સ્વાતંત્ર્ય સેનાની મિહિજી કાકા રે…આજે ત્રીજી જુલાઈ છે…!

 

 પ્રાર્થના કરીએ અમે આજ

હજું કરવાનું છે ઘણું કામ બાકી,

શક્તિ આપજે પ્રભુ આજ…આજે ત્રીજી જુલાઈ છે…!

+++++++++++++++++++++++++++++++++++++

ડો. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા, રાંદેરરોડ, સુરત

!…રાષ્ટ્રપિતાને વંદન કરી લઉં…!


સ્નેહીમિત્રો,

પૂજ્ય મહાત્મા ગાંધી બાપુના જીવન કવન પર સ્વરચિત રચના તૈયાર કરેલ હતી

તેના ફળ સ્વરૂપ ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી. નો આ પત્ર મળેલ છે.

જેનો આનંદ આપ સાથે વહેચવા માંગુ છું. 

!…રાષ્ટ્રપિતાને વંદન કરી લઉં…!

gandhiji

વંદન કરી લઉં,
સર્જન કરી લઉં,
વિચારોનું નવસર્જન કરી લઉં

સર્વેનો ઉદય છે, બાપુ,
શ્રમનું ગૌરવ છે, બાપુને,
વિશ્વનું ગૌરવ છે, બાપુ

સત્યના આગ્રહી છે, બાપુ,
સત્ય, અહિંસાના પુજારી છે, બાપુ,
સત્યમ્, શિવમ્, સુંદરમ્ છે, બાપુ

સત્ય જેમનું મંદિર છે, તે બાપુ,
અહિંસા જેમનો આધારસ્તંભ છે, તે બાપુ,
ચરખો જેમનું પ્રતિક છે, તે બાપુ

આંધીનો સામનો કરે તે ગાંધી બાપુ,
સાદગી જેમનો જીવનમંત્ર છે, તે ગાંધી બાપુ,
સરળતા જેમનો વૈભવ છે, તે મહાત્મા ગાંધી.

charkha-1

**********************************************
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,
પાલનપુર પાટિયા, રાંદેરરોડ, સુરત

Rashtra pita Poem