Archive for the ‘શૈક્ષણિક કાવ્યો’ Category

વ્યાકરણ કાવ્ય


વ્યાકરણ કાવ્ય

જોડણી ” દ્વારા સૌને જોડતા રહીએ,
આમેય ” વિશેષણો ” ની ક્યાં ખોટ છે,

સંધિ ” દ્વારા સંબંધો જોડાતા હોય તો,
સંધિ ” છૂટી પાડતા શું વાર લાગે છે,

પહેલાં ” ઉપનામો ” શોધવામાં સમય વહી જતો,
હવ, તો ” ઉપનામો ” નો ખજાનો મળી ગયો,

મોટા મોટા ” પાઠ ” ભણાવવા કરતાં તો,
નાની નાની ” કવિતા ” ભણાવવી શું ખોટી,

પહેલાં ” અલંકાર ” કેટલા મોંઘા હતા,
હવે તો ” અલંકાર ” સસ્તા થઈ ગયા,

પદ આગળ ” ક્રિયાપદ ” નાના થઈ ગયા,
કર્તા, કર્મણી, સર્વનામ ” શોધતો રહી ગયો,

વાચકો અને યાચકો ” ની આ યાત્રામાં,
ભાવવાચક ” ની ભાવના વિસરાઈ ગઈ,

આખી જીંદગી પાઈ – પાઈ ભેગી કરવામાં,
ચોપાઈ ” લખવાની ચતુરાઈ ચાલી ગઈ,

નિવૃત્તિમાં પ્રવૃત્તિનો ” અલ્પવિરામ ” લઈ,
પૂર્ણ વિરામ ” થી પાઠો ભણાવીએ.

***************************************
ડો. કિશોરભાઈ એમ. પટેલ
નિવૃત્ત શિક્ષક

!….અકબરના દરબારના નવ નવ રત્નો…!


!….હે….આંકડાશાસ્ત્રના રાજા….!


Aankadashstrana RAJA

Tame Tran Vat Rakhajo Yad


shikshan sarita


Shikshan Sarita

!……….આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે……….!


!……….આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે……….!

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે,

ફિશર આવેને

સૂચક આંક લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

ટિપેટ આવેને

સંખ્યાના કોષ્ટકો લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

કાર્લ પિયરસન આવેને

ગુણન પ્રઘાત  લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

ગાલ્ટન આવેને

નિયતસંબંધ લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

સી.એફ. ગૉસ આવેને

ન્યૂનતમ વર્ગોની રીત લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

પાસ્કલ – ફર્મા આવેને

સંભાવનાના ખ્યાલો લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

જેમ્સ બર્નુલી આવેને

દ્વિપદી વિતરણ લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

ડી.મોઈવ્ર આવેને

પ્રામાણ્ય વિતરણ લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

સામયિક શ્રેણી આવેને

વધઘટ લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

ગુણોત્તર શ્રેણીઓ આવેને

પદોના સરવાળાઓ લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

ન્યૂટન આવેને

અંતર્વેશન-બહિર્વેશન લાવે

( બોલો શ્રી અંબે માતકી જય )

+++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

M.Com., M.A., M.Ed. ( Gold Medalist ), Ph.D

Gujarat State & National Awardee Teacher

Smt. I.N.Tekarawala High School, Rander road, Surat 

 

હે…! વાણિજ્યના રાજા ને વ્યવહારોના વડા….!


હે…!  વાણિજ્યના રાજા ને વ્યવહારોના વડા….! 

 

હે…!  વાણિજ્યનારાજા ને વ્યવહારોના વડા,

આમનોંધની દાદી ને ખાતાઓની ભરમાર..મારો હેલો સાંભળો..હો..જી..રે…!

 

હે ! વ્યવહારો તો વેપારીના ચોપડે નોંધાય

મૂનિમજી તો માથે ચઢ્યા……મારો હેલો સાંભળો…હો….જી..રે….!

 

હે ! ઉધાર અને જમા જાત્રાએ જાય,

એક હતી ખરીદી અને બીજું હતું વેચાણ..મારો હેલો સાંભળો..હો..જી..રે…!

 

હે ! અટ્ટપટ્ટી આમનોંધને

વચમાં છે, રોકડ – વેપારી વટાવ.…મારો હેલો સાંભળો…હો….જી..રે….!

 

હે ! રૂપિયા દસની નોટ, Donkey ચાવી ગયો,

ભાગ રે ભાગ તું કેટલે જઈશ રે….મારો હેલો સાંભળો….હો….જી..રે….!

 

હે ! આમનોંધની ખતવણી કરી,

ખાતાઓમાં બાકી શોધવા જાઉં….મારો હેલો સાંભળો….હો….જી..રે…!

 

હે !  કાચા સરવૈયામાં હું તો ગોથા ખાઉં,

ને મૂનિમજી તો મારા માથાભારે રે….મારો હેલો સાંભળો….હો….જી..રે….!

+++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-૯

Plz. Visit My Educational Website : 

http://www.drkishorpatel.com

 

 

 

 

!…ભૂલો બીજુ બધું પરંતુ ફિશરને ભૂલશો નહિ…!


પ્રિય મિત્રો,

ધોરણ : 12 સામાન્યપ્રવાહના આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ – 1 સૂચકઆંક  છે,

જેમાં આદર્શસૂચકઆંક પ્રો. ફિશરનો સૂચક આંક છે તેના પરથી

ભુલો બીજુ બધુ પણ મા – બાપને ભુલશો નહિ ” 

એ રાગ આધારિત શૈક્ષણિક કાવ્ય બનાવવાનો પ્રયત્ન કરેલ છે,

આશા છે કે આપને પસંદ પડશે. 

!…ભૂલો બીજુ બધું પરંતુ ફિશરને ભૂલશો નહિ…!

RonaldFisher 

ભૂલો બીજું બધું પરંતુ ફિશરને ભૂલશો નહિ

અગણિત ઉપકાર છે, એના એ કદી વિસરશો નહિ,

લીધી FRT / TRT તણી કસોટી

જથ્થાને ભાવ અને ભાવને જથ્થો માન્યો,

સમય તત્વને બદલી નાંખીને

એ પુનિત પગલાં થકી કહેવાયા આદર્શ,

સાબિતી એક લાવનારને કદી ભૂલશો નહિ,

આ દાખલા સરળ છે, એવું માનશો નહિ,

લાસ્પેયર – પાશેનો ગુણોત્તર મુકીને

ગણવા ચાહો તો ગણી શકાય એ વાત ભૂલશો નહિ,

જથ્થા – ભાવમાં અટવાયા પોતે

દાખલા ગણી આપ્યા આપને

એ વાતને કદી વિદ્યાર્થી જગત ભૂલશે નહિ,

ફરજિયાત પુછાતા દાખલાના ગુણ કદી ગુમાવશો નહિ,

ધ્યાનથી કૌષ્ટક બનાવી ચેક કરવાનું ભૂલશો નહિ,

સૂત્ર મુકી સાચી રકમ મુકવાનું ભૂલશો નહિ,

લોગટેબલમાં જોતા કિંમત મળશે બધી,

પરંતુ કેલ્ક્યુલેટર પર ગણતરી કરી

જવાબ મેળવવાનું કદી ભૂલશો નહિ,

આ માયાળુ સ્વભાવના ફિશરને

વંદન કરવાનું ભૂલશો નહિ.

2

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ 

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,

રાંદેરરોડ, સુરત 

!… ભારતનો હાથ કોઈ થામો રે…!


!… ભારતનો હાથ કોઈ થામો રે…!

 

વસ્તીના રાક્ષસને કોઈ ડામો રે

ભારતનો હાથ કોઈ થામો રે

 

મોઘવારીએ લીધા લોકોને ભરડામાં

વળી ગયા વાંકા પ્રજાના બરડાઓ

 

જુઓ પ્રજાના ચહેરાઓ

તમારા કાન થશે બહેરા રે

 

ખોટા ચૂટણી ઢંઢરાઓ ન આપો રે

પાપના પોટલાઓ ન બાંધો રે

 

બાળકો રાચે છે સપનામાં રે

પુરી કરો એકાદ કલ્પના રે

 

સરકારને છે કોઈ દરકાર રે

વહીવટમાં છે બેદરકાર રે

 

ગરીબી – બેકારીના થયા ઢગલાઓ

ક્યારે જાગશે આ ઠગલાઓ

 

કિશોર કહે લો હવે પગલાઓ

ન પડાવો પ્રજામાં ભાગલાઓ

 

+++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ 

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,

રાંદેરરોડ, સુરત

!…સામાન્ય જનના કોણ છોડે ભથ્થા…!


!…સામાન્ય જનના કોણ છોડે ભથ્થા…!

 

પ્રજા કમાઈને ખવડાવે રાજાને

છતાં નથી દરકાર પ્રજાની

 

કોઈ તક નથી છોડી વેરાની

પ્રજાની થઈ છેવટે હેરાની

 

આપણી જાણીએ છીએ કે

કોઈપણ સરકાર

નથી રહી હવે અસરકારક

 

જન જનને દેતા વચનો

થઈ ગયા હવે બહુવચનો

 

ન રહી કાબુમાં મોંઘવારી

જનતા બિચારી રહી પિસાતી

 

છોડે મોંઘવારી ભથ્થા જથ્થામાં

સામાન્ય જનના કોણ છોડે ભથ્થા

 

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર માનું છું. )

                                                                                                      ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,

પાલનપુર પાટિયા, રાંદેરરોડ, સુરત-9