Archive for the ‘હાઈકુ વિભાગ’ Category

!…EXTRA – શબ્દોનો શણગાર…!


!…EXTRAશબ્દોનો શણગાર…!

 

હું તો રહું સદા

શબ્દના

આલિશાન બંગલામાં

 

+++++++++++++++++++++++++++

કવિની કુંડળીમાં

હોય છે, માત્ર

શબ્દના શિખરો

 

+++++++++++++++++++++++++++

શબ્દના પડછાયાની રમત

હું એકલો એકલો રમું છું,

કોરા કાગળમાં

 

++++++++++++++++++++++++++++++++

શબ્દની હોડીમાં બેસી

અંધકારનો સમુદ્ર

પાર કરૂ છું.

 

++++++++++++++++++++++++++++++

ભૂલકાંઓની વાતમાં

નિર્દોષતાના

શબ્દો છલકાય છે.

 

++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ નેટ જગત અને ગુગલનો આભાર માનું છું. ) 

              ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

              શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,

              રાંદેરરોડ, સુરત-9

!…ખાસ દિવસના ખાસ હાઈકુઓ…!


!…ખાસ દિવસના ખાસ હાઈકુઓ…!

***************************

જીવન છે, લીલુછમ

પરમાર્થે જીવન જીવી

બનાવો જીવનને નંદનવન

***************************

મોંઘેરી દોલત છે,પુસ્તક

પુસ્તકની બારીએથી

જોઉં છું,વિશ્વ આખું નજદીક

***************************

આકાશના વિસ્તારને

પામી શકે જો આ

સાંકળા મનના માનવીઓ

માનવ

વ્યક્તિ મટી બને મહામાનવ

*********************************

આગ્યાના અજવાળે

ચઢતો રહું છું સોપાનો

એક પછી એક શબ્દોના

************************************

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત

Plz. Visit My website : http://www.drkishorpatel.org


 

 

 

 

શબ્દના ભૂલકાં…!


શબ્દના ભૂલકાં…!

કુંડામાં મેં વાવ્યું,

શબ્દનું શિક્ષણ,

ઉગી ગયા સુંદર,

શબ્દના ભૂલકાં…!

ડો.કિશોરભાઈ એમ.પટેલ

મોંજા એટલે…!


!!…મોંજા એટલે…!!

” મોંજા એટલે,

દરિયાના

પાણીનો ઉભરો…! “

ડો.કિશોરભાઈ એમ.પટેલ

ફુટપાથ…!


!!…ફુટપાથ…!!

” ફુટપાથ એટલે,

પગલાંઓનું

સંગ્રહસ્થાન…! ”

ડો.કિશોરભાઈ એમ.પટેલ


અતિથિ…!


!!…અતિથિ…!!



કાગડો કાકા કરી
કહી ગયો કે હવે
કોઈ અતિથિઆવનાર નથી…!


ડો.કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત

સ્મરણોના પતંગ…!


ચગાવવા હતા,

સ્મરણોના પતંગ,

પરંતુ હવે હું ક્યાં

કિશોર રહ્યો…!

Dr. Kishorbhai M. Patel