Annual Report – 2015


https://shikshansarovar.wordpress.com/2015/annual-report/

 

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

Dr. Kishorbhai M. Patel

Surat, Gujarat

“ બેટી બચાવો, બેટી પઢાવો ”


“ બેટી બચાવો, બેટી પઢાવો ”

દીકરી બાપની આંખ છે,

દીકરી મા ની પાંખ છે,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!

 

બાપના દુખમાં દુખી,

બાપના સુખમાં સુખી,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!

 

દીકરો બાપનું રૂપ છે,

દીકરી મા નું સ્વરૂપ છે. ,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!

 

નદી જેવી નદીને પણ

દીકરી થઈ ભમવું પડે,

પર્વત જેવા બાપને પણ

દીકરીના સાસરે નમવું પડે,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!

 

દીકરો બાપનો શ્વાસ છે,

દીકરી મા નો વિશ્વાસ છે. ,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!

 

દીકરો બાપનો હાથ છે,

દીકરી મા નું હૈયુ છે. ,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!

 

દીકરો બાપની લાકડી છે,

દીકરી બાપની લાડકી છે. ,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!

 

દીકરો બાપનો દિપક છે,

દીકરી મા ની રોશની છે. ,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!

 

અંતે કિશોર કહે…………!

દીકરી છે, પારકી થાપણ,

એની ન કરશો કદી

ભીની પાંપણ,…. બેટી બચાવો, બેટી પઢાવો…..!

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ મોહનભાઈ પટેલ

શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક વિજેતા-2006

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત – 9

હે…! વાણિજ્યના રાજા ને વ્યવહારોના વડા….!


હે…!  વાણિજ્યના રાજા ને વ્યવહારોના વડા….! 

 

હે…!  વાણિજ્યનારાજા ને વ્યવહારોના વડા,

આમનોંધની દાદી ને ખાતાઓની ભરમાર..મારો હેલો સાંભળો..હો..જી..રે…!

 

હે ! વ્યવહારો તો વેપારીના ચોપડે નોંધાય

મૂનિમજી તો માથે ચઢ્યા……મારો હેલો સાંભળો…હો….જી..રે….!

 

હે ! ઉધાર અને જમા જાત્રાએ જાય,

એક હતી ખરીદી અને બીજું હતું વેચાણ..મારો હેલો સાંભળો..હો..જી..રે…!

 

હે ! અટ્ટપટ્ટી આમનોંધને

વચમાં છે, રોકડ – વેપારી વટાવ.…મારો હેલો સાંભળો…હો….જી..રે….!

 

હે ! રૂપિયા દસની નોટ, Donkey ચાવી ગયો,

ભાગ રે ભાગ તું કેટલે જઈશ રે….મારો હેલો સાંભળો….હો….જી..રે….!

 

હે ! આમનોંધની ખતવણી કરી,

ખાતાઓમાં બાકી શોધવા જાઉં….મારો હેલો સાંભળો….હો….જી..રે…!

 

હે !  કાચા સરવૈયામાં હું તો ગોથા ખાઉં,

ને મૂનિમજી તો મારા માથાભારે રે….મારો હેલો સાંભળો….હો….જી..રે….!

+++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-૯

Plz. Visit My Educational Website : 

http://www.drkishorpatel.com

 

 

 

 

2014 in review


The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.

Here’s an excerpt:

The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 39,000 times in 2014. If it were a concert at Sydney Opera House, it would take about 14 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

!…શિક્ષણ સરોવરના છઠ્ઠા વર્ષના મંગલ પ્રવેશે….!


Happy Anniversary!

 anniversary-1x

You registered on WordPress.com 5 years ago!

Thanks for flying with us. Keep up the good blogging!

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

!…શિક્ષણ સરોવરના છઠ્ઠા વર્ષના મંગલ પ્રવેશે….!

 

          આજના મંગલ પ્રભાતે છઠ્ઠા વર્ષમાં પ્રવેશતા આપ સૌના સથવારે મળેલ 276 પોસ્ટ પર 1668 જેટલા મંગલભાવો તથા 1, 76, 107 અતિથિઓના પાવન પગલાંને આવકારતા “શિક્ષણ સરોવર ”  આપ સૌના પ્રેમ અને શુભેચ્છા મેળવવા આતુર છું.

 આપના પ્રેમ સ્વરૂપે 1668 શુભેચ્છા સંદેશાઓ મળ્યા. મારા “શિક્ષણ સરોવર ” પર પાવન પગલાં પાડનાર અતિથિઓ કુલ 1, 76, 107 થયા તે તો મારૂ અહોભાગ્ય જ કહેવાય.

          મને બ્લોગ જગતમાં જોડાવાની દિશા બતાવનાર આદરણીયશ્રી. હિતેષભાઈ પંડ્યા સાહેબ

( ગાંધીનગર, PRO to C.M ) કે જેઓએ મને ગુજરાતી કવિતા અને ગઝલ નિંગ માં જોડાવા માટેનો માર્ગ બતાવ્યો.

        ત્યાં સંચાલક તરીકે શ્રી. ભરતભાઈ સૂચક સાહેબ પાસે પા – પા પગલી દ્વારા તેમના હકારાત્મક  સહકારથી બ્લોગ જગતના પાઠો શીખવા મળ્યા, થોડી જવાબદારીઓ તેમણે મને નિભાવવાની તક આપી મારામાં ઉત્સાહ અને પ્રેરણાનું સિંચન કર્યું હું તેમનો આભારી છું. 

           આવા કઠિન લાગતા માર્ગ પર મને આંગળી પકડીને શીખવનાર શ્રી. કાંતિભાઈ કરશાલા સાહેબ કે જેઓએ “શિક્ષણ સરોવર ” બ્લોગની પ્રથમ વર્ષગાંઠ તા.૧૦ / ૧૨ / ૨૦૦૯ ના રોજથી માંડી આજ દિન સુધી વિશાળ તેમની દરિયાદીલીથી શરૂ કરેલ. મારા બ્લોગને આજદિન સુધી સુશોભિત કરી આપની સમક્ષ રજુ કર્યો, Special Thanx 2 ભાણેજ શ્રી.અંકિતભાઈ ( બિલિમોરા-પુના ) અને શ્રી.કાન્તિભાઈ કરશાલા સાહેબ.નો હું આભારી છું.

મને મળેલ “પ્રેરણાંના પુષ્પો”  વરસાવનાર મિત્રોની યાદી વિશાળ છે.જેમાં…….!

અપાર પ્રેમનો ઉમળકો આપનાર મારા મોટાભાઈ સમાન “ સ્વપ્નજેસરવાકર ”  ( USA ),શ્રી.ચન્દ્રપુકાર સાહેબ ( USA ), શ્રી. આકાશદીપ સાહેબ( USA ),“ શ્રી. ડગલો પરિવાર ” ( USA ),શ્રી. સુરેશભાઈ જાની સાહેબ, શ્રીમાન. યશવંતભાઈ,  શ્રી. અશોકભાઈ ( USA ), “ દાદીમાની પોટલી ”શ્રી. દાવડા સાહેબ ( USA ), જે અનેક્વાર મુંબઈ અને હાલ વિદેશથી ફોન કરી યાદ પાઠવે છે.

            શ્રી.હિતેષભાઈ પંડ્યા સાહેબ ( ગાંધીનગર ), શ્રી.ધવલભાઈ નવનીત, શ્રી.રજની ટાંક, શ્રી.ગોવિંદભાઈ મારૂ સાહેબ, શ્રી. રૂપેનભાઈ, શ્રી.જુ’ ભાઈ, શ્રી.સીમાબેન, શ્રી.પારૂબેન,  શ્રી.પી.યુ.ઠક્ક્રર, શ્રી.રઘુવીર મહેતા સાહેબ ( મુંબઈ ),શ્રી. દિલિપભાઈ ગજ્જર સાહેબ, શ્રી. બકુલભાઈ શાહ, શ્રી. વિમેષભાઈ પંડ્યા સાહેબ તથા શ્રી. ધવલ રાજગીરા સાહેબ, વાચનયાત્રાના શ્રી. અશોકભાઈ, શ્રી.નિરવની નજરે, શ્રી. મેવાડા સાહેબ,  શ્રી.અરવિંદભાઈ અડાલજા, શ્રી.અરવિંદ પટેલ, પ્રીતિબેન, શ્રી.ઉષાબેન, શ્રી. હસમુખભાઈ, શ્રી.બાબુભાઈ, શ્રી.કમલેશભાઈ (એજ્યુસફરટીમ), શ્રી.ભરતભાઈ ચૌહાણ, શ્રી.યુવરાજ, શ્રી.બટ્કભાઈ, શ્રી.વિપુલભાઈ, શ્રી. કિર્તીદાબેન, શ્રી.વિવેકભાઈ દેસાઈ, શ્રી.પિનાકીનભાઈ, શ્રી.પરેશભાઈ પટેલ, શ્રી.પ્રહાલાદભાઈ પ્રજાપતિ, શ્રી. શકિલભાઈ મુનશી, શ્રી.મુર્તઝા પટેલ, શ્રી.બગીચાના માળી, શ્રી. તપનભાઈ, શ્રી. બીનાબેન, શ્રી. ભુપેન્દ્રસિંહ રાઓલ, શ્રી. પ્રવિણભાઈ શાહ, શ્રી. હિતેષભાઈ માખેચા સાહેબ, શ્રી. કમલેશભાઈ, શ્રી. નરેન્દ્રભાઈ જગતાપ સાહેબ “ગઝલ લેખક”  શ્રી. સુરેશચન્દ્ર સાહેબ જેવા અનેક મિત્રોનો અપાર પ્રેમ મને દરેક દિવસ જીવંત રહેવાનો ઉમળકો આપ્યો, “ શિક્ષણ સરોવર ”  આજ “ મળવા જેવા માણસો ” ને મળવા દોડી આવે છે.     

 આપના ચરણોમાં આપનો અહોભાવ વ્યક્ત કરતાં

ડૉ. કિશોર પટેલ અંતરની ઉર્મિઓમાં આનંદની લાગણી અનુભવે છે.

 લિ.

 આપની પ્રેરણાનો અભિલાષી  

 ડૉ. કિશોર પટેલ  

!…અસ્તુ…!

!…बापुनो जीवनमंत्र सफाई…!


!…बापुनो जीवनमंत्र सफाई…!

भारत बने नंदनवन

ए तो छे, नंबर वन  

 

स्वच्छ भारत

स्वस्थ भारत

स्वर्णिम भारत

 

एक कदम स्वच्छतानो

तो जोशो भारतनी भव्यताने

 

स्वच्छ भारत जोई

थया बापु राजी

 

पशु – पंखी विहरे

थई मन मोजी

 

मारी एकज बंदगी

दुर करो गंदकी

 

स्वच्छ भारतनुं मिशन

जोई राजी थया किशन

 

बापुनो जीवनमंत्र सफाई

एमांज भारतीयोनी भलाई

 

बापु कहे

सादगी अने संयम

शरीरने राखे स्वस्थ

 

स्वस्थ रहेवा

जरूरी स्वच्छता

 

किशोर करे शोर

स्वस्थ भारतनो, एक ज पोकार

विश्वमां थाय, बधे जय जयकार  

++++++++++++++++++++++++++++++++++++++++

Dr. Kishorbhai Mohanbhai Patel

M.Com., M.A.(Eco), M.Ed.(Gold Medal), Ph.D. ( Edu. )

Smt. I.N.Tekrawala higher secondary school,

Palanpur Patiya, Rander road, Surat-9, MO. No. 9427811811

!!!…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!


lord ganesha

!!!…દિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 125476_ic

એકાદશી, વાઘબારસ અને ધનતેરસ,

માં લક્ષ્મીને યાદ કરી ધનપુજન કરશો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

 

દિપાવલિમાં આંગણું સજાવી,

મંદિર જેવા ઘરને સજાવજો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

 

જીવનને પ્રકાશમય બનાવવા,

દીપ પ્રગટાવી રોશની ફેલાવજો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

 

વ્હાલા બાળ વડીલોને નમન કરી,

નૂતન વર્ષમાં આશીર્વચન મેળવજો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

happy_new_year_final

વડીલો ભલે ચોપડા પૂજન કરે,

બાળકો તમો ચોપડી પૂજન કરશો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

 

રોકેટ-ફટકડા, હવાઈ ભલે ઉડાવો,

સુતળી બોમ્બથી કાળજી રાખજો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

 

તનક તારા ટમ ટમ થાય,

તોય ભોંય ચકરડી ફેરવજો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

 

જગતને ભાઈચારાનો સંદેશો આપવા,

વડીલોનું કહ્યું માની દિપાવલિ મનાવો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

 

નૂતનવર્ષમાં મિઠાઈ વહેંચી,

સંસારમાં મિઠાશ ફેલાવશો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

 

કુટુંબમાં એકતાની લહેરકી પ્રસરાવી,

ભાઈબીજમાં બહેનીના આમંત્રણ સ્વીકારજો રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

SRI_LAXMI_by_VISHNU108

 

લાભ પાંચમના શુભ પ્રારંભથી,

કિશોર કહે કરો કાર્યનો આરંભ રેદિપાવલિમાં આંગણું સજાવજો રે…!!!

 

+++++++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ.કિશોરભાઈ ઍમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯