Archive for December, 2013

2013 in review


The WordPress.com stats helper monkeys prepared a 2013 annual report for this blog.

Here’s an excerpt:

The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 27,000 times in 2013. If it were a concert at Sydney Opera House, it would take about 10 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

!…ઈ – વિદ્યાલયને વર્ષાંતે અભિનંદન ભેટ…!


!…ઈ – વિદ્યાલયને વર્ષાંતે અભિનંદન ભેટ…!

વિદેશમાં ભારતીયોના સહયોગથી આકાર પામેલ ઈ – વિદ્યાલય પોતાના શિક્ષણક્ષેત્રે આગવા પ્રદાનની ગવાહી પુરે છે, એ માટે શ્રી.માન.સુરેશભાઈ જાની સાહેબ તથા શ્રી. હિરલબેન અને તેમની ટીમને હાર્દિક શુભકામનાઓ.

આ પોસ્ટ માટે નીચે જણાવેલ બાબતો સિવાય

મારે વધુ કાંઈ લખવાની જરૂર ખરી…!

તો ઉઠાવો પેન…! શું વિચારો છો…!

1 Document 12-31-2013

***************************************2 Document 12-31-2013*****************************************

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,

પાલનપુર પાટિયા, રાંદેરરોડ, સુરત

International Year of Statistics – 2013


122

ધોરણ : 10 ના બોર્ડના બાળકો માટે ઉપયોગી…!


125_1 125_2

ધોરણ : 10 / 12 બોર્ડના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો :


ધોરણ : 10 / 12 બોર્ડના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓએ ધ્યાનમાં

રાખવાની બાબતો :

 goodluckforexam9

( નોંધ : આ માહિતી ગુજરાત રાજ્ય મા.અને ઉ.મા. શિક્ષણ બોર્ડને ધ્યાનમાં

             લઈ લખેલ છે.)

 સુચના :

 ઉપરની માહિતી મારા શિક્ષક તરીકેના અનુભવને આધારે લખુ છું, તમારે

 છેલ્લામાં છેલ્લી માહિતી બોર્ડ અને આપના શિક્ષકમિત્રો આપે તે ધ્યાન પર  

લેવી.

1. બાળક પક્ષે :

 1. પરીક્ષા હોલમાં બોર્ડ તરફથી મળેલ પરીક્ષા રસીદ લઈ જવી.

2. જરૂરી બોલપેન, પેંસિલ, રબર, કંપાસના સાધનો રાખી શકાય.

3. ધોરણ : 10 બાળકો કેલ્ક્યુલેટર લઈ શકશે નહિ. માત્ર ધોરણ : 12 બાળકો

    સાદુ કેલ્ક્યુલેટર લઈ શકશે.

4. પરીક્ષા રસીદમાં સુપરવાઈઝરની સહી કરાવવાનું ભુલશો નહિ.

5. બારકોડ સ્ટીકર તમારા સુપરવાઈઝર પાસેથી લગાડાવશો.

6. OMR Sheet બોર્ડ અને શાળાએ સુચના આપી છે તે મુજબ ગોળ રાઉંડને

    ઘાટુ કરશો.

7. પ્રશ્નના ઉત્તરો વિભાગવાર એટલે કે Section મુજબ જ લખવા.

8. સમય જોતા જશો, સારા અક્ષરો કાઢવા, છેકછાક ઓછી કરવી.

9. રફ ગણતરી બોર્ડે સુચવેલ જગ્યાએ જ કરવી, ઉપર રફ ગણતરી એમ

     લખવું.

10. નવો વિભાગ નવા પાના પર જ શરૂ કરવો.

11. અંતે લખેલ પાનાની ગણતરી કરી સુપરવાઈઝરને લખાવવા.

12. મૂળ જવાબવહી + લીધેલ પુરવણીનો સરવાળો મુખ્ય ઉત્તરવહી પર

      લખવો.

13. પુરવણી યોગ્ય ક્રમમાં બાંધી છે કે કેમ તે ખાસ ધ્યાન રાખવું.

14. ખાખી સ્ટીકર જરૂરિયાત મુજબના લઈ લગાવવા.

15. ઉત્તરવહી દોરીથી જ બાંધશો.

 Best Luck ને બદલે  બેસ્ટ લખ 

2. શિક્ષક પક્ષે :

 

1. બોર્ડની સૂચના પ્રમાણે જ કામગીરી કરવી, બાળક્ને બારકોડ સ્ટીકર લગાડી

    આપવું.

2. બોર્ડના બધા બાળકો આપનાં શરણે છે, તેથી સૂચના શાંતિપ્રિય ભાષામાં જ

    સમજ આપવી.

3. બોર્ડે સૂચવેલ સમયપત્રક મુજબ અને પરીક્ષાના સ્થળ સંચાલક તરફથી

     મળેલ યોગ્ય સૂચનાઓ આપવી.

4. બોર્ડે આપેલ રસીદમાં સહી કરી આપવી.

5. વર્ગખંડનો માહોલ મધુર અવાજથી શાતિંમય રહે તેમ કરવું.

6. પરીક્ષા હોલમાં બાળક માંદુ થાય તો બોર્ડના નિયમ અનુસાર સ્થળ

     સંચાલકને વાત કરવી.

3. વાલી પક્ષે :

 1. બોર્ડની પરીક્ષાના આ લખાય રહ્યું છે ત્યારે માત્ર 25 થી 27 દિવસ બાકી છે.

     તેથી આપના બાળકની વિશેષ કાળજી રાખવી.

2. ટી.વી.તમારે જ ન જોવું, જેથી બાળક્ની ઈચ્છા ન થાય, સો ટકા કેબલ

     લાઈન કાઢી નાંખો.

3. બાળક સાથે શાંત ભાષામાં જ વાતો કરવી.

4. બાળક્ને તેમના મિત્રો સાથે સરખામણી ન કરવી. કારણ કે દરેક બાળક

     કોઈને કોઈ ક્ષેત્રમાં આગળ હોઈ શકે.

5. તમારા બાળક્ને દરરોજ શાળા એ કે ટ્યુશને મુકવા જવું. કારણ કે તેઓ

     ટેંશનમાં હોય છે.

6. મિત્રોની હાજરીમાં તમારા બાળક્ને ઉતારી પાડ્શે નહિ. તેના મિત્રો ને

     આવકારો.

7. બાળકની વર્તણૂકમાં થોડો ફેરફાર જણાય તો શિક્ષક્નો અથવા ડોકટરી

     સલાહ લેવામાં વિલંબ કરશો નહિ.

8. બાળકના ખોરાકની કાળજી રાખશો. સુપાચ્ય ખોરાક જ આપશો.

9. બાળક પર વાંચન બાબતે ધારવા કરતાં વધુ દબાણ આપશો નહિ.

10. બાળકે જો પોતે વાહન ચલાવતો હોય તો તેને ધીમે વાહન હંકારવાનું

       કહેશો.

11. બોર્ડની પરીક્ષા વખતે બાળક્ને લેવા મુકવા અવશ્ય જવું.

12. બાળકને ખુબ જ સાચવવાના દિવસો આવી ગયા, તેમની નજીક જ માતા-

       પિતાએ રહેવું.

13. પરીક્ષા સ્થળે સમય કરતાં વહેલા પહોંચવું, જેથી ટ્રાફિકની સમસ્યા ન

       ઉદભવે.

14. બાળક્માં હતાશા, નિરાશા, માનસિક તાણ ન અનુભવે તે કાળજી રાખશો.

      આવું માલુમ પડે તો શિક્ષકનો અથવા ડૉકટરી સલાહ લેવી.

15. પરીક્ષા દિવસો દરમિયાન ઘરે બાળક્ને એકલા મુકી બહાર જવું નહિ.

16. ઘરમાં પાણી ધોળાયું હોય તો તરત જ સાફ કરવું, બાળક ઉતાવળમાં

       ઘરમાં પડી ન જાય.

17. પરીક્ષાના આગલા દિવસે જ બાળકે લઈ જવાની વસ્તુઓ/સાધનો બધી

       તૈયારી કરી દેવી.

 ( ઉપરના તમામ મારા અંગત વિચારો છે, કોઈ બાબત લખવાની રહી ગઈ

તેનો પણ તમારે અમલ કરવો,તે બાબત ખાસ ધ્યાન રાખશો, બોર્ડની સૂચના,

ડોકટરની સલાહ, શાળાએ આપેલ સૂચનાનો, પરીક્ષાના સ્થળ સંચાલકની જ

સૂચનાનો જ અમલ કરવો.)

+++++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

Smt. I.N.Tekrawala High School, Surat

 

 

Thanx WordPress Team


Happy Anniversary!

You registered on WordPress.com 4 years ago!

Thanks for flying with us. Keep up the good blogging!

++++++++++++++++++++++++++++++++

Dr. Kishorabhai M. Patel 

Smat. I.N.Tekrawala High School, rander road, surat

!…શિક્ષણ સરોવરના પાંચમા વર્ષના મંગલ પ્રવેશે….!


!…શિક્ષણ સરોવરના પાંચમા વર્ષના મંગલ પ્રવેશે….!

          આજના મંગલ પ્રભાતે પાંચમાં વર્ષમાં પ્રવેશતા આપ સૌના સથવારે મળેલ 254 પોસ્ટ પર 1517  જેટલા મંગલભાવો તથા 1, 40, 182 અતિથિઓના પાવન પગલાંને આવકારતા શિક્ષણ સરોવર ”  આપ સૌના પ્રેમ અને શુભેચ્છા મેળવવા આતુર છું.

 તા. 10 / 12 / 2010સુધીમાં કુલ 122 પોસ્ટ હતી ( પ્રથમ વર્ષ 

તા. 10 / 12 / 2011સુધીમાં કુલ 73 પોસ્ટ હતી ( બીજુ વર્ષ ) સુધીમાં

તા. 10 / 12 / 2012 સુધીમાં કુલ 33 પોસ્ટ થઈ ( ત્રીજુ વર્ષ સુધીમાં કુલ 228 પોસ્ટ મળી.

તા. 10 / 12 / 2013 સુધીમાં કુલ 27 પોસ્ટ થઈ ( ચોથુ વર્ષ સુધીમાં કુલ 255 પોસ્ટ મળી.

 આપના પ્રેમ સ્વરૂપે  1517  શુભેચ્છા સંદેશાઓ મળ્યા.મારા શિક્ષણ સરોવર પર પાવન પગલાં પાડનાર અતિથિઓ કુલ 1, 40, 182 થયા તે તો મારૂ અહોભાગ્ય જ કહેવાય.

           મને બ્લોગ જગતમાં જોડાવાની દિશા બતાવનાર આદરણીયશ્રી. હિતેષભાઈ પંડ્યા સાહેબ ( ગાંધીનગર, PRO to C.M ) કે જેઓએ મને  ગુજરાતી કવિતા અને ગઝલ નિંગ માં જોડાવા માટેનો માર્ગ બતાવ્યો.

         ત્યાં સંચાલક તરીકે શ્રી. ભરતભાઈ સૂચક સાહેબ પાસે પા પા પગલી દ્વારા તેમના હકારાત્મક  સહકારથી બ્લોગ જગતના પાઠો શીખવા મળ્યા, થોડી જવાબદારીઓ તેમણે મને નિભાવવાની તક આપી મારામાં ઉત્સાહ અને પ્રેરણાનું સિંચન કર્યું હું તેમનો આભારી છું.

            આવા કઠિન લાગતા માર્ગ પર મને આંગળી પકડીને શીખવનાર શ્રી. કાંતિભાઈ કરશાળા સાહેબ કે જેઓએ શિક્ષણ સરોવર બ્લોગની પ્રથમ વર્ષગાંઠ તા.૧૦ / ૧૨ / ૨૦૦૯ ના રોજથી માંડી આજ દિન સુધી વિશાળ તેમની દરિયાદીલીથી શરૂ કરેલ. મારા બ્લોગને આજદિન સુધી સુશોભિત કરી આપની સમક્ષ રજુ કર્યો, Special Thanx 2 ભાણેજ શ્રી.અંકિતભાઈ ( બિલિમોરા-પુના ) અને શ્રી.કાન્તિભાઈ કરશાળા સાહેબનો હું આભારી છું.  મને મળેલ પ્રેરણાંના પુષ્પો”  વરસાવનાર મિત્રોની યાદી વિશાળ છે.જેમાં…….!

          અપાર પ્રેમનો ઉમળકો આપનાર મારા મોટાભાઈ સમાન   સ્વપ્નજેસરવાકર ”  ( USA ), શ્રી.ચન્દ્રપુકાર સાહેબ ( USA ), શ્રી. આકાશદીપ સાહેબ ( USA ),  શ્રી. ડગલો પરિવાર  ( USA ), શ્રી. સુરેશભાઈ જાની સાહેબ , શ્રીમાન. યશવંતભાઈ,  શ્રી. અશોકભાઈ ( USA ), “ દાદીમાની પોટલી ,  શ્રી. દાવડા સાહેબ ( USA ) તથા શ્રી. હિરલબેન ( USA ) વિદેશથી ફોન કરી યાદ પાઠવે છે.

            શ્રી.હિતેષભાઈ પંડ્યા સાહેબ ( ગાંધીનગર ), શ્રી.ધવલભાઈ નવનીત,  શ્રી.રજની ટાંક, શ્રી.ગોવિંદભાઈ મારૂ સાહેબશ્રી. રૂપેનભાઈ, શ્રી.જુભાઈ, શ્રી.સીમાબેન, શ્રી.પારૂબેન શ્રી.પી.યુ.ઠક્ક્રર,શ્રી.રઘુવીર મહેતા સાહેબ ( મુંબઈ ), શ્રી. દિલિપભાઈ ગજ્જર સાહેબ, શ્રી. બકુલભાઈ શાહ, શ્રી. વિમેષભાઈ પંડ્યા સાહેબ તથા શ્રી. ધવલ રાજગીરા સાહેબવાચનયાત્રાના શ્રી. અશોકભાઈ, શ્રી.નિરવની નજરે, શ્રી. મેવાડા સાહેબ,  શ્રી.અરવિંદભાઈ અડાલજા, શ્રી.અરવિંદ પટેલશ્રી.પ્રીતિબેનશ્રી.ઉષાબેન, શ્રી. હસમુખભાઈ એજ્યુસફરટીમ, શ્રી.ભરતભાઈ ચૌહાણ, શ્રી.યુવરાજ, શ્રી.બટ્કભાઈ, શ્રી.વિપુલભાઈ, શ્રી. કિર્તીદાબેન, શ્રી.વિવેકભાઈ દેસાઈ, શ્રી.પિનાકીનભાઈ, શ્રી.પરેશભાઈ  શ્રી.પ્રહાલાદભાઈ પ્રજાપતિ, શ્રી. શકિલભાઈ મુનશીશ્રી.મુર્તઝા પટેલ, શ્રી.બગીચાના માળી, શ્રી. તપનભાઈ, શ્રી. બીનાબેન, શ્રી. ભુપેન્દ્રસિંહ  રાઓલશ્રી. પ્રવિણભાઈ શાહ, શ્રી. હિતેષભાઈ માખેચા સાહેબ, શ્રી. કમલેશભાઈશ્રી. નરેન્દ્રભાઈ જગતાપ સાહેબ ગઝલ લેખક” ,  શ્રી. સુરેશચન્દ્ર સાહેબ જેવા અનેક મિત્રોનો અપાર પ્રેમ  મને દરેક દિવસ જીવંત રહેવાનો ઉમળકો આપી “ શિક્ષણ સરોવર ” પર તરફ તમને મળવા દોડી આવું છું.

 આપના ચરણોમાં આપનો અહોભાવ વ્યક્ત કરતાં ડૉ. કિશોર પટેલ અંતરની ઉર્મિઓમાં આનંદની લાગણી અનુભવે છે.

 

લિ

આપની પ્રેરણાનો અભિલાષી

ડૉ. કિશોર પટેલ

!…અસ્તુ…!

સામાન્યપ્રવાહમાં વધુ ગુણ મેળવવાના સોપાનો


2122232425