Archive for May, 2013

!…હળાહળ કળિયુગ બેઠો રે…!


!…હળાહળ કળિયુગ બેઠો રે…!

 1

ધનવાન ના સૌ કોઈ બેલી

ગરીબોની કહાની અલબેલી…હળાહળ કળિયુગ બેઠો રે…!

 

બેંક બેલેન્સ જોઈ સંબંધો બંધાય

પ્રમાણિકતાનું બેલેન્સ જોતા નથી કોઈ…હળાહળ કળિયુગ બેઠો રે…!

 

સગા – સંબંધી પણ તોલે ભેટથી

સોના-ચાંદીની ભેટથી સંબંધો બંધાય…હળાહળ કળિયુગ બેઠો રે…!

 

સિરિયલો જોઈ સમાજ બદલે કરવત

ભષ્ટાચારની લાગે લાંબી વણઝાર…હળાહળ કળિયુગ બેઠો રે…!

 

ક્રિકેટરો કરે મેચ ફિક્સ

ભારતીય આંધળો પ્રેમ ન કરો…હળાહળ કળિયુગ બેઠો રે…!

 

કરોડો ભેગા કરનારને

એ ક્યાં ખબર છે કે

પ્રભુનો કોરડાનો અવાજ નથી…હળાહળ કળિયુગ બેઠો રે…!

 

કરોડો ભેગા કરનારને

એ ક્યાં ખબર છે કે

દોઢ કિલોના વજને આવ્યાને

જવાના પણ એટલામાંજ…હળાહળ કળિયુગ બેઠો રે…!

+++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા, રાંદેરરોડ, સુરત

!… ઉનાળો ગરમી ઓકતો જાય…!


!… ઉનાળો ગરમી ઓકતો જાય…!

2 

અગન ગોળા ઓકતો જાય

ઉનાળો લાવારસ ઓકતો જાય

 

ફળોનો રાજા કેરી મુકતો જાય

ઉનાળો ગરમી ઓકતો જાય

 

ચારેકોર “ લુ ”  લગાવતો જાય

ઉનાળામાં લોકો “ કુલફી ”  ખાતા જાય

 

પાણી ઉંડા ઉતરતા જાય

ઉનાળો “ ડીહાઈડ્રેશન ”  કરતો જાય

 

ધરતી મૈયા તપતી જાય

ગરમીની સડક બનતી જાય

 

પશુ-પંખી, માનવો માળો શોધતા થાય

ઉનાળો ગરમી ઓકતો જાય

 

નદી – નાળા સુકાતા જાય

તરબૂચના ઢગલા વાળતો જાય

 1

ધરતીપૂત્રો કણ કણ વાવતા જાય

ઉનાળો ગરમી ઓકતો જાય

 

કાગડોળે વર્ષારાણીનો

આગમન જોતા થાય

ઉનાળો ગરમી મુકતો જાય 

 

**********************************************

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,

પાલનપુર પાટિયા, રાંદેરરોડ, સુરત