Archive for September, 2012

!…મોરારી બાપુને જન્મદિન મુબારક હો…!


આદરણીયશ્રી. વાચકમિત્રો

પૂજ્ય મોરારી બાપુનો જન્મદિવસ તા. 25 / 9  છે.   કમ્પ્યુટર ખામીને લઈ આ રચના મુકી  શકેલ નથી, તો ક્ષમાયાચના સહ…!

!…મોરારી બાપુને જન્મદિન મુબારક હો…!

 

બાપુએ જગમાં પ્રસિધ્ધ કરી રામ કથા

કથા કરીને દુર કર્યા લોકોના થાક

 

જગમાં રામ ધુન લગાવી

દિલમાં ભક્તિની જ્યોત જગાવી

 

બાપુને દિલમાં વહે રક્તરૂપી રામનામ

બાપુના રોમે રોમમાં રામ ભક્ત હનુમાન

 

રામ નામની ધૂણી ધખાવી

દિલમાં રામનામ સજાવી

 

ભરતના ભારતની

 જગમાં શાન બનાવી

 

રામનામથી શ્રધ્ધાના દીવડા સળગાવી

માતા શબરીની ભક્તિને શબ્દોથી શણગારી

 

બાપુ કહે મારે તો લઈ જવા આ લોકને

શ્ર્લોકના માધ્યમથી દિવ્ય લોકમાં

 

કિશોર કહે, ભારત માતાના નંદનને 

જન્મદિને કોટિ કોટિ વંદન

 

+++++++++++++++++++++++++++++++++++++

 

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા, રાંદેરરોડ, સુરત

!…સાંભળો કુદરતની બોધવાણી…!


!…સાંભળો કુદરતની બોધવાણી…!

 

ગંદુ ગામ, રોગનું ધામ

સ્વચ્છ ગામ, પ્રભુનું ધામ

 

સ્વચ્છ ગામ, પ્રભુનો વાસ

ફેલાઈ ભક્તિની સુવાસ

 

કરો સૌ ગામની સફાઈ

એમાં આપણાં સૌની ભલાઈ 

 

સ્વચ્છ ગામ, રાખે ગામની લાજ

એજ છે, સર્વેનો ફાયદાકારક ઈલાજ

 

પીઓ હંમેશા ઉકાળીને પાણી

સાંભળો કુદરતની બોધવાણી

 

જળ બચાવવાના અક્ષર પાંચ

સમજે એને કદી ન આવે આંચ

 

વિદ્યાદાન કરી, કરો શિક્ષણની લ્હાણી

એજ છે, પ્રભુની આકાશવાણી

 

કિશોર કહે, ન કરો કદી કોઈની બુરાઈ

સ્વથી અમલ કરી, સૌ કોઈથી સુધરાઈ   

+++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ 

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,

રાંદેરરોડ, સુરત

!…એના આંગણાંમાં ગોવિંદ રમે, મન મુકીને ચીમન રમે…!


મારા મોટા ભાઈ જેવા અમેરિકા નિવાસી “ સ્વપ્નજેસવાકર ” પોતાની કર્મભૂમિ અમેરિકાને બનાવેલ છે. જેમના માતૃશ્રી. સ્વ. સૂરજબા પટેલ

( જન્મ તારીખ : 25 / 12 / 1910 તથા પરલોક ગમન તા. 18 / 9 / 1992 ) ની 20 મી પૂણ્યતિથિ પૂર્ણતા નિમિત્તે કોટિ  કોટિ વંદન

!…એના આંગણાંમાં ગોવિંદ રમે, મન મુકીને ચીમન રમે…! 

 

એના આંગણાંમાં ગોવિંદ રમે

મન મુકીને ચીમન રમે

 

હર્ષ – ઉલ્લાસ આનંદમાં

મોટા થયા આણંદમાં

 

સંસ્કારની બુનિયાદ રચી

સૂરજ બા એ જેસરવામાં,

 

યાદ કરો માતાના એ કામ આજ

જેણે પોંહચાડ્યા તમને મુકામ આજ

પગપાળા સંઘને છાશ, પાણી આપે સવાર-સાંજ

 

સૂરજબાના વટ્વૃક્ષમાં

કિરણો સમા ગોવિંદ – ચીમન,  

લીલા – સવિતા સંગ

ભાવિશા, મિનલ – જસ્મિના

 

તો

બ્રિજેશ, પૂર્વી

સાથ નિભાવે

દિપેશ, હેતલ

નાની પાંદડીઓ

આર્યન, રોહન, સીયારાની,

રોનિત, રાહિલ અને ટેણિયુ કિશન

સાથે વંદન કરે ઈશાન શાનથી

 

કિશોર કહે હું તો સુદામાને

મારો મિત્ર “ સ્વપ્ન ”  શ્રીકૃષ્ણ રે

 

મારી માતા એ

માત્ર મહિલા જ નહિ,

મારે મન એક મહિમા છે,

 

ચાલો સૌ સંગ મળી

યાદ કરીએ માતાને આજ

વંદન કરવાનો અવસર છે, આજ

+++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

 

  

!…ચન્દ્રની છબી દેખાય નાની…!


!…ચન્દ્રની છબી દેખાય નાની…! 

 

ચન્દ્રની છબી દેખાય નાની

સફેદ પવિત્રતાની નિશાની

 

શીતળતાની પાથરે ધરા પર ચાદર

જગમાં આપે બધા પ્રભુ સંગ આદર

 

સુર્ય – ચન્દ્રની જોડી સંયમની

પાલન કરે જગમાં નિયમની

 

સૂર્ય – ચન્દ્ર રમે સંતાકુકડી

આકાશે શ્વેત વાદળ સંગ   

 

એક આપે જગને રોશની

બીજો આપે જગને શીતળતા

 

ટમ ટમ કરતા ચમકે તારલાઓ

જાણે રચાય શિવજીની રૂદ્રાક્ષ માળા

 

સૂર્યદેવ સર્જે કિરણોની હારમાળા

રચાય જીવન જીવવાની ઘટમાળા 

 

+++++++++++++++++++++++++++++++++++++

 

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા, રાંદેરરોડ, સુરત

!…ઝરૂખામાં શોભે મારો લીમડો…!


!…ઝરૂખામાં શોભે મારો લીમડો…!

 

ઝરૂખામાં શોભે મારો લીમડો

એ તો માતા શીતળાનો વિસામો

 

RAM જી બેઠા લીમડા નીચે

કહેવાયા રંગ અવધુત મહારાજ

 

શીરડીના સાંઈ બેઠા લીમડા નીચે

દુ:ખો દુર કર્યા બધા સીમાડાના

 

લીમડાના બે ભાઈઓ

ભેગા મળી કહેવાયા

કડવો અને મીઠો

 

કડવો લીમડો આપે ઠંડક

ઓરી – અછબડાનો રક્ષક

 

લીમડાનો કડવો ધૂમાડો  

મચ્છરને ભગાવે ગામડાના

 

ગળોની વેલ-પાન લીમડાના

મેલેરિયાનો ટાઢિયો તાવ થાય દુર

 

રોપામાં રામજી-છોડમાં રણછોડ,

કિશોર કહે વૃક્ષોના આટલા ઉપકાર

 

+++++++++++++++++++++++++++++++++++++

 

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા, રાંદેરરોડ, સુરત

!… પીપળાના પાનમાં પ્રભુનો વાસ…!


!… પીપળાના પાનમાં પ્રભુનો વાસ…!

 

પીપળાના પાનમાં પ્રભુનો વાસ

ફેલાવે ચારેકોર

ઓકસિજનની સુવાસ રે

 

પીપળો જોડે પ્રભુ સાથે તાર

ધન્ય છે, તેનો અવતાર રે

 

માતા પાર્વતીના શાપથી

કર્યો પુરુષોત્તમે પીપળામાં વાસ રે

 

કરે લોકો પુજા – અર્ચના

પુરુષોત્તમ માસમાં

ફળે તેની બધી આશ રે

 

બ્રાહ્મણોને દઈ દક્ષિણા

કરે શ્રધ્ધાથી પ્રદક્ષિણા રે

 

પીપળાની છત્રછાયામાં

મેળવ્યુ જ્ઞાન ભગવાન બુધ્ધે

સર્વત્ર ઓળખાય બૌધ્ધિવૃક્ષ રે

 

તેના પાકા શીતળ ફળ

મટાડે શરદી, શોષ અને દાહ

બધા વૃક્ષોમાં ઉમદા રે

 

મુલાયમ છાલ – નવા પાન

મટાડે ડાયાબિટીશ કાયમ રે

 

શ્રીકૃષ્ણે કહ્યુ વૃક્ષોમા હું પીપળો

ચાલો સૌ સાથે કરીએ વંદન રે

+++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ 

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,

રાંદેરરોડ, સુરત