Archive for August, 2016

!……….આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે……….!


!……….આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે……….!

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે,

ફિશર આવેને

સૂચક આંક લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

ટિપેટ આવેને

સંખ્યાના કોષ્ટકો લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

કાર્લ પિયરસન આવેને

ગુણન પ્રઘાત  લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

ગાલ્ટન આવેને

નિયતસંબંધ લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

સી.એફ. ગૉસ આવેને

ન્યૂનતમ વર્ગોની રીત લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

પાસ્કલ – ફર્મા આવેને

સંભાવનાના ખ્યાલો લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

જેમ્સ બર્નુલી આવેને

દ્વિપદી વિતરણ લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

ડી.મોઈવ્ર આવેને

પ્રામાણ્ય વિતરણ લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

સામયિક શ્રેણી આવેને

વધઘટ લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

ગુણોત્તર શ્રેણીઓ આવેને

પદોના સરવાળાઓ લાવે

આંકડાશાસ્ત્રમાં કોણ કોણ આવે

ન્યૂટન આવેને

અંતર્વેશન-બહિર્વેશન લાવે

( બોલો શ્રી અંબે માતકી જય )

+++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

M.Com., M.A., M.Ed. ( Gold Medalist ), Ph.D

Gujarat State & National Awardee Teacher

Smt. I.N.Tekarawala High School, Rander road, Surat