Archive for the ‘પ્રેમ-પ્રણયના કાવ્ય વિભાગ’ Category

!…આંખોમાં છબી કેદ થાય છે…!


!…આંખોમાં છબી કેદ થાય છે…!

બે આંખોને

જ્યારે બે પાંખો

મળે છે ત્યારે

લાખો લોકો જુએ છે.

લોક કરેલ કૉલ પણ

આપો આપ ખુલતા જાય છે

ચહેરા અને નજરના દ્વારો

આપો આપ ખુલતા જાય છે.

 

આંખોમાં છબી કેદ થાય છે,

ત્યારે સમુદ્ર પણ નાનો પડે છે,

સમુદ્રમાં કરોડો જીવો હોવાં છતાં 

નાનો જીવ પણ નજરે ના પડે.

કિશોર કહે છે કે

જેમ જેમ સમય વહેતો જાય છે,

આપ જેવા મિત્રો મળતા જાય છે,

તેમ તેમ અમો જીવનરૂપી

ભવસાગર તરતા જઈએ છીએ. 

+++++++++++++++++++++++++++++++++++++++

 ( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો ઋણી છું. )

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

!!!…પ્રેમની આધારશિલા…!!!


!!!…પ્રેમની આધારશિલા…!!!

પ્રેમનો કોઈ પ્રકાર નથી,

પ્રેમનો કોઈ આકાર નથી.

 

પ્રેમને સાકાર કરો તો,

પ્રભુનો કોઈ પ્રકાર નથી.

 

પ્રેમ કોઈ ગદ્ય કે પદ્ય નથી,

પ્રેમ એ તો વ્યાકરણ છે.

 

પ્રેમને કોઈ માપ નથી,

પ્રેમ અનંત-અમાપ છે.

 

પ્રેમને કોઈ સ્વાર્થ નથી,

પ્રેમ એ તો નિ:સ્વાર્થ છે.

 

પ્રેમ આંધળો હોય શકે,

પ્રેમ પાંગળો ન હોય શકે.

 

સાચો પ્રેમ તો પરવરદિગારની શાન છે,

કિશોર કહે I LOVE MY INDIA એજ મારી પહેચાન છે.


+++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉમા.શાળા, રાંદેરરોડ, સુરત-9

Plz. Visit My Website :

http://www.drkishorpatel.org


!!!…પ્રેમના પવનમાં પ્રેમીને બોલાવી દઉં…!!!


!!!…પ્રેમના પવનમાં પ્રેમીને બોલાવી દઉં…!!!

 

શબ્દના શણગારથી પ્રેમને શણગારી લઉં

વિશ્વમાં પ્રેમનો સંદેશો ફેલાવી દઉં

 

મારા અવગુણોને ફગાવી દઉં

મિત્રોને પ્રેમથી મનાવી લઉં

 

વહેમને દફનાવી દઉં

પ્રેમને જગાવી દઉં

 

પ્રેમના મેસેજ કરી સતાવી લઉં

પ્રેમના પવનમાં પ્રેમીને બોલાવી દઉં

 

પ્રેમને શ્રીફળથી સ્વીકારી લઉં

પ્રભુ સ્મરણ કરી સમાવી લઉં

 

ગુણોને અપનાવી લઉં

એકતા જગાવી દઉં

 

કિશોર કહે પ્રેમના વાયરામાં શોર મચાવી લઉં

દુનિયા આખીને કળશના પ્રેમે નચાવી લઉં


*********************************************

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા, ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-9

( નોંધ : ઉપર કળશ જેવો આકાર છે. તે ધ્યાનથી જુઓ )