Archive for November, 2010

વિદ્યાર્થી જીવન ઍટલે…સા…રે…ગ…મ…પ…દ…નિ…સા…!


!!!…સમયને સરનામું નથી…!!!


!!!…સમયને સરનામું નથી…!!!

સમયને સરનામું નથી,

ગમે ત્યારે કોઈનો સમય આવે છે…સમયને સરનામું નથી…!

સમય પર કાબુ નથી,

સમયને સાચવવાનો હોય છે…સમયને સરનામું નથી…!

કહે છે,સમય મળતો નથી,

સમય છે,પણ સુઝ નથી…સમયને સરનામું નથી…!

સમયને નિયમ અને સંયમ છે,

માનવે સમયમાં સંયમી બનવાનું છે…સમયને સરનામું નથી…!

સમયને સુદર્શનચક્ર છે,

તેની પાંખોથી ઉડી જશે…સમયને સરનામું નથી…!

સમયનો પડછાયો નથી,

તેને કદાપિ પકડી શકાતો નથી…સમયને સરનામું નથી…!

સમય સર્વ શક્તિમાન છે,

સાચવી લે તું માનવ…સમયને સરનામું નથી…!

કિશોર કહે સમય ઍજ ભગવાન છે,

પછી મળવાનો નથી સમય…સમયને સરનામું નથી…!


ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

 

 

!!!…વૃક્ષોનો મહિમા અપરંપાર છે…!!!


!!!…વૃક્ષોનો મહિમા અપરંપાર છે…!!!

મારે મન વૃક્ષો મહિમા નહિ,

પરંતુ મારા માત્-પિતા રે લોલ…વૃક્ષોનો મહિમા અપરંપાર છે…!!!

વૃક્ષોમાં તો પ્રભુનો વાસ રે,

જગમાં ફેલાવે સુવાસ રે…વૃક્ષોનો મહિમા અપરંપાર છે…!!!

વૃક્ષો તો નીચા નમીને આપે ફળ રે,

સૌ આરોગે મીઠા અમૃતરસ રે…વૃક્ષોનો મહિમા અપરંપાર છે…!!!

વૃક્ષોથી થાય ધરતીનો શણગાર રે,

માનવજાતને થાય શાન્તિનો અહેસાસરે…વૃક્ષોનો મહિમા અપરંપાર છે…!!!

વૃક્ષો સમા સખા નહિ જડે રે લોલ,

વૃક્ષોની માયા અપરંપાર રે…વૃક્ષોનો મહિમા અપરંપાર છે…!!!

તડકો વેઠીને આપે છાંયડો રે લોલ,

વટેમાર્ગુ કરે વિરામ રે…વૃક્ષોનો મહિમા અપરંપાર છે…!!!

કિશોર કહે આ જીવન સંસારને,

વૃક્ષોનો મહિમા અપરંપાર છે…વૃક્ષોનો મહિમા અપરંપાર છે…!!!


++++++++++++++++++++++++++++++++++++

ડો.કિશોરભાઈ ઍમ.પટેલ

આઈ.ઍન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત્-૯

 

 

 

 

!…કોમેન્ટસ કયા નામે મોકલવી…!


!…કોમેન્ટસ કયા નામે મોકલવી…!

રચના વાંચી મારૂ હૈયુ મલકાય,

હવે તમે જ બતાવો કે, કોમેન્ટસ કયા નામે મોકલવી…!

હૈયામાં સાગર છલકાય,

હવે તમે જ બતાવો કે, કોમેન્ટસ કયા નામે મોકલવી…!

ઈશ્વરનું નામથી મુખડું મલકાય,

હવે તમે જ બતાવો કે, કોમેન્ટસ કયા નામે મોકલવી…!

કોમેન્ટસ લખવામાં હું ગયો અટવાય,

હવે તમે જ બતાવો કે, કોમેન્ટસ કયા નામે મોકલવી…!

ગઝલ કવિતાનો રાફડો બંધાય,

હવે તમે જ બતાવો કે, કોમેન્ટસ કયા નામે મોકલવી…!

રોજ રોજ મુકામ બદલાય,

હવે તમે જ બતાવો કે, કોમેન્ટસ કયા નામે મોકલવી…!

હરિનું નામ સાંભળી મન હરખાય,

હવે તમે જ બતાવો કે, કોમેન્ટસ કયા નામે મોકલવી…!

કિશોર કહે ઠેર ઠેર ટહુકા સંભળાય,

હવે તમે જ બતાવો કે, કોમેન્ટસ કયા નામે મોકલવી…!

*********************************************

Dr. Kishorbhai Mohanbhai Patel

Smt.I.N.Tekrawala Higher Secondary School, Rander road, Surat

 

 

!…નેતાઓના વચન હોય ઍકવચન…!


!…નેતાઓના વચન હોય ઍકવચન…!

નેતાઓના વચન હોય શરૂમાં ઍકવચન,

વધતા વધતા થાય બહુવચન રે…નેતાઓના વચન હોય ઍકવચન…!

નેતાઓના વચન હોય લચીલા રે,

ભારતની ભોળી પ્રજા ભુલી જાયે રે…નેતાઓના વચન હોય ઍકવચન…!

ભોળા છે.પણ ભોઠ નથી રે,

ઍનું ભાન કરાવવાનો સમય આવ્યો રે…નેતાઓના વચન હોય ઍકવચન…!

ભણેલાને ભણાવે અભણ રે,

કવિતાથી ન ભણે તો પાઠ ભણાવો રે…નેતાઓના વચન હોય ઍકવચન…!

ભૂતકાળમાં નેતા હાકલ કરતા તો,

ભેગા થઈ જતા નવયુવકો રે…નેતાઓના વચન હોય ઍકવચન…!

પ્રાણ જાય પણ વચન ન જાય રે,

ઍ પણ ઍક દિન હતો રે…નેતાઓના વચન હોય ઍકવચન…!

બારખડી પ્રમાણે થાય કૌભાંડો રે,

દરેકની રીત-ભાત નોખી અનોખી રે…નેતાઓના વચન હોય ઍકવચન…!

કિશોર કહે મતદારોને, કોઈ દિ’દેખાતા,

નેતાઓને ઓળખી કાઢો રે…નેતાઓના વચન હોય ઍકવચન…!

*********************************************

ડો. કિશોરભાઈ ઍમ.પટેલ

 

!…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!


!…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!


સવારની શાળામાં શિક્ષકો વઢે,

સાંજની શાળામાં મમ્મી-પપ્પા વઢે…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!

મારી બબ્બે પાળીની શાળા,

વડીલોની તો ઍકજ પાળીની શાળા…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!

સવારે મમ્મી લાલુ-ટીનુ કહી ઉઠાડે,

શાળામાં શિક્ષકો કહે ગ…ગ…ડો…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!

સવારની શાળામાં દ..દફતરનો દ..બોલું,

મમ્મી-પપ્પા બોલે ડ..ડૉકટરનો ડ…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!

સવારની શાળામાં ઈ..ઈ..ઈસ્કુલનો ઈ,

મમ્મી-પપ્પા બોલે ઈ..ઈજનેરનો ઈ…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!

સવારની શાળામાં ચાલે ચાર લીટી,

લેશન આપે ચાલીસ લીટીનું…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!

સવારે શાળામાં,બપોરે ટયુશનમાં,

સાંજની શાળામાં મમ્મી કરે લેશન…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!

ભગવાન તમારી માફક આપો ચાર હાથ,

ચાર વિષયનું લેશન થાય એક સાથ…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!

કિશોર કહે તું શું કામ લે ટેન્શન,

પછી હું પકડું ટી.વી.નું સ્ટેશન…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!


++++++++++++++++++++++++++++++++++++

ડો.કિશોરભાઈ ઍમ.પટેલ

આઈ.ઍન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત્-૯

 

!…જીવન ઍવું તો જીવો કે મૃત્યુ પર દુશ્મન પણ આંસુ સારે રે…!


!…જીવન ઍવું તો જીવો કે મૃત્યુ પર દુશ્મન પણ આંસુ સારે રે…!

પહેલા તે ચરણમાં બાળ બની માની મમતા માંગી લે,

જીવન ઍવું તો જીવો કે મૃત્યુ પર દુશ્મન પણ આંસુ સારે રે…!

બીજા ચરણમાં બાળક બની માત્-પિતાનો પ્રેમ માંગી લે,

જીવન ઍવું તો જીવો કે મૃત્યુ પર દુશ્મન પણ આંસુ સારે રે…!

ત્રીજા તે ચરણમાં યુવાધન બની વિદ્યા મેળવી લે,

જીવન ઍવું તો જીવો કે મૃત્યુ પર દુશ્મન પણ આંસુ સારે રે…!

ચોથા તે ચરણમાં નેક બની ધન મેળવી લે,

જીવન ઍવું તો જીવો કે મૃત્યુ પર દુશ્મન પણ આંસુ સારે રે…!

પાંચમા તે ચરણમાં જીવન સંસાર માણી લે,

જીવન ઍવું તો જીવો કે મૃત્યુ પર દુશ્મન પણ આંસુ સારે રે…!

છઠ્ઠા તે ચરણમાં તું તારા પૂણ્ય-કર્મો કમાય લે,

જીવન ઍવું તો જીવો કે મૃત્યુ પર દુશ્મન પણ આંસુ સારે રે…!

સાતમાં તે ચરણમાં સંસારના નિઃસ્વાર્થ સંબંધો નિભાવી લે,

જીવન ઍવું તો જીવો કે મૃત્યુ પર દુશ્મન પણ આંસુ સારે રે…!

આઠમા તે ચરણમાં તું પ્રભુને યાદ-ફરિયાદ કરી લે,

જીવન ઍવું તો જીવો કે મૃત્યુ પર દુશ્મન પણ આંસુ સારે રે…!

કિશોર કહે હરિના ઉપકારને માનવ તું શાનો વિસરે રે,

જીવન ઍવું તો જીવો કે મૃત્યુ પર દુશ્મન પણ આંસુ સારે રે…!

******************************************
ડો.કિશોરભાઈ ઍમ.પટેલ

આઈ.ઍન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત્-૯

 

!!!…તું શાને મારે છે, તારા પગમાં કુહાડી…!!!


!!!…તું શાને મારે છે, તારા પગમાં કુહાડી…!!!

જળ રે બચાવ માનવ,જળ રે બચાવ,

તું શાને મારે છે,તારા પગમાં કુહાડી…!

પ્રદુષણ અટકાવ માનવ,પ્રદુષણ અટકાવ,

તું શાને મારે છે,તારા પગમાં કુહાડી…!

વ્યસનથી દુર રહે અને વ્યસન તું છોડાવ,

તું શાને મારે છે,તારા પગમાં કુહાડી…!

વૃક્ષો તું રોપાવ અને નિકંદન તું અટકાવ,

તું શાને મારે છે,તારા પગમાં કુહાડી…!

દીકરીઓને ભણાવ માનવ,દીકરીઓને ભણાવ,

તું શાને મારે છે,તારા પગમાં કુહાડી…!

કૌભાંડી નેતાઓને તું પાઠ ભણાવ,

તું શાને મારે છે,તારા પગમાં કુહાડી…!

ભારતનું માન-સન્માન વિશ્વમાં તું ફેલાવ,

તું શાને મારે છે,તારા પગમાં કુહાડી…!

કિશોર કહે બાળદિને માનવને,બાળ મજુરી તું અટકાવ,

તું શાને મારે છે,તારા પગમાં કુહાડી…!


*****************************
ડો.કિશોરભાઈ ઍમ.પટેલ

આઈ.ઍન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત્-૯

!!!…બટાકો કહે હું તો શાકભાજીનો રાજા…!!!


!!!…બટાકો કહે હું તો શાકભાજીનો રાજા…!!!


બટાકો કહે હું તો શાકભાજીનો રાજા,

મારા વિના કેમ આવશે તમને મજા…બટાકો કહે હું તો શાકભાજીનો રાજા…!!!

શાકભાજીનો રાજા બટાકો,

લાવે મોઢામાં ઍતો ચટાકો…બટાકો કહે હું તો શાકભાજીનો રાજા…!!!

ગમે તે શાકમાં હું તો જાઉં ભળી,

હે માનવ તું કેમ નથી શીખતો…બટાકો કહે હું તો શાકભાજીનો રાજા…!!!

મને આરોગે શ્રીમંત-ગરીબ,

હું તો પહોંચુ તેમની કરીબ…બટાકો કહે હું તો શાકભાજીનો રાજા…!!!

ઉપવાસમાં પણ હું તો રહું આસપાસ,

બનું હું તો તેમનો મહેમાન ખાસ…બટાકો કહે હું તો શાકભાજીનો રાજા…!!!

હૂં તો ધરતી માતાને ખોળે થાઉ,

નાના-મોટેરાને ઉપયોગી થાઉ…બટાકો કહે હું તો શાકભાજીનો રાજા…!!!

માનવ બનાવે વેફર-બટાકાની પૂરી,

ઍ તો ચટણીમાં ખાય બોળી બોળી…બટાકો કહે હું તો શાકભાજીનો રાજા…!!!

માનવ જાતને કહે બટાકો હું તો જાઉ ભળી,

કિશોર કહે નૂતનવર્ષમાં જઈઍ બધા હળીમળી…બટાકો કહે હું તો શાકભાજીનો રાજા…!!!

+++++++++++++++

ડો.કિશોરભાઈ ઍમ.પટેલ

આઈ.ઍન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત્-૯

!…કિશોર કહે મિત્રોને મેસેજ કરી સતાવી લઉં…!


!…કિશોર કહે મિત્રોને મેસેજ કરી સતાવી લઉં…!

દિપાવાલિ આવી શમણાં સજાવી લઉં,
નૂતનવર્ષમાં નવા મિત્રો બનાવી લઉં…કિશોર કહે મિત્રોને મેસેજ કરી સતાવી લઉં…!

વડીલોને વંદન કરી આશીર્વચનો કમાવી લઉં,
ભાઈચારાનો સંદેશ સૌને ફેલાવી દઉં…કિશોર કહે મિત્રોને મેસેજ કરી સતાવી લઉં…! 

કુટુંબ કબીલા માટે બરફી પેંડા મંગાવી લઉં,
દાદા-દાદીને સંતાનરૂપી વ્યાજ બતાવી દઉં…કિશોર કહે મિત્રોને મેસેજ કરી સતાવી લઉં…!

વડીલો પાસે “ચોપડા પૂજન” કરાવી લઉં,
બાળકો પાસે “ચોપડી પૂજન” કરાવી લઉં…કિશોર કહે મિત્રોને મેસેજ કરી સતાવી લઉં…!

નવા વર્ષમાં આપણાંઓને અપનાવી લઉં,
મારા વિકારોને  હંમેશ માટે દફનાવી દઉં…કિશોર કહે મિત્રોને મેસેજ કરી સતાવી લઉં…!

કિશોર કહે મિત્રોને મેસેજ કરી સતાવી લઉં,
સૌ પર મિત્રરૂપી મારો હક જતાવી દઉં…કિશોર કહે મિત્રોને મેસેજ કરી સતાવી લઉં…!

 


ડૉ.કિશોરભાઈ ઍમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Visit My website : http://www.drkishorpatel.org