Archive for the ‘માતૃ-પિતૃ વંદના’ Category

“ મહા આચાર્ય ” કે “ કુલપતિ ” નથી.


“ મહા આચાર્ય ”  કે “ કુલપતિ ” નથી.

 parent-hug

જ્યાં સુધી સમાજ કલ્યાણને નિસ્બત છે,

ત્યાં સુધી ઘર જેવી કોઈ બુનિયાદી શાળા નથી,

ઘર જેવી કોઈ માધ્યમિક શાળા નથી ને,

ઘર જેવું બીજુ કોઈ વિશ્વ વિદ્યાલય નથી અને

“ મા ” થી મોટો કોઈ

મહા આચાર્ય ”  કે “ કુલપતિ ” નથી.

******* ચક્રવર્તી રાજગોપાલાચાર્ય +++++++

+++++++++++++++++++++++++++++++++++++++++

Dr. Kishorbhai M. Patel

Pls. visit My Educational Website :

http://www.drkishorpatel.com

!…એના આંગણાંમાં ગોવિંદ રમે, મન મુકીને ચીમન રમે…!


મારા મોટા ભાઈ જેવા અમેરિકા નિવાસી “ સ્વપ્નજેસવાકર ” પોતાની કર્મભૂમિ અમેરિકાને બનાવેલ છે. જેમના માતૃશ્રી. સ્વ. સૂરજબા પટેલ

( જન્મ તારીખ : 25 / 12 / 1910 તથા પરલોક ગમન તા. 18 / 9 / 1992 ) ની 20 મી પૂણ્યતિથિ પૂર્ણતા નિમિત્તે કોટિ  કોટિ વંદન

!…એના આંગણાંમાં ગોવિંદ રમે, મન મુકીને ચીમન રમે…! 

 

એના આંગણાંમાં ગોવિંદ રમે

મન મુકીને ચીમન રમે

 

હર્ષ – ઉલ્લાસ આનંદમાં

મોટા થયા આણંદમાં

 

સંસ્કારની બુનિયાદ રચી

સૂરજ બા એ જેસરવામાં,

 

યાદ કરો માતાના એ કામ આજ

જેણે પોંહચાડ્યા તમને મુકામ આજ

પગપાળા સંઘને છાશ, પાણી આપે સવાર-સાંજ

 

સૂરજબાના વટ્વૃક્ષમાં

કિરણો સમા ગોવિંદ – ચીમન,  

લીલા – સવિતા સંગ

ભાવિશા, મિનલ – જસ્મિના

 

તો

બ્રિજેશ, પૂર્વી

સાથ નિભાવે

દિપેશ, હેતલ

નાની પાંદડીઓ

આર્યન, રોહન, સીયારાની,

રોનિત, રાહિલ અને ટેણિયુ કિશન

સાથે વંદન કરે ઈશાન શાનથી

 

કિશોર કહે હું તો સુદામાને

મારો મિત્ર “ સ્વપ્ન ”  શ્રીકૃષ્ણ રે

 

મારી માતા એ

માત્ર મહિલા જ નહિ,

મારે મન એક મહિમા છે,

 

ચાલો સૌ સંગ મળી

યાદ કરીએ માતાને આજ

વંદન કરવાનો અવસર છે, આજ

+++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

 

  

!…માતા એ પ્રેમની યુનિવર્સિટી છે…!


!…માતા એ પ્રેમની યુનિવર્સિટી છે…!

માતા એ પ્રેમ નામની યુનિવર્સિટી ચલાવે છે,

તેમાં દરેક પ્રકારના સ્નાતક, અનુસ્નાતક કક્ષાના કોર્ષો ચાલે છે,

પણ બાળકે યોગ્ય કોર્ષ પસંદ કરવાનો છે.

આ કોર્ષોમાંથી કેટલાક કોર્ષો 5 વર્ષ માટેના તો કેટલાક

આજીવન ચાલતો અભ્યાસક્રમ છે.

સહકાર, ધગશ, ધૈર્ય, સહનશીલતા એ સર્વે ડિપ્લોમાં ટાઈપ ચાલતા કોર્ષ છે. 

આ કોર્ષોમાં પ્રમાણિકતા, સંસ્કાર, સત્યના પાઠો, હકારાત્મક અભિગમ,

બીજાને મદદરૂપ થવાની ભાવના, દેશપ્રેમ, એકતા વિગેરે અનેક અભ્યાસક્રમ ચાલે છે.

મેડીકલ કે ઈજનેરી વિદ્યાશાખામાં ન ચાલતા હોય તેવા કોર્ષો આ

યુનિવર્સિટીમાં ચાલે છે. તેમાં આપણે કેટલા સફળ થઈએ છીએ,

તે જોવાનું કામ સમય આવ્યે આપણે સમાજને કરી બતાવવાનું છે.

કહેવાય છે કે “ ઈશ્વર તો સુખ અને દુ:ખ બંને આપે છે,

 જયારે માતા તો પોતાના બાળકને માત્ર સુખ અને સુખ જ આપે છે.”

દુ:ખને એ પોતાના હૈયામાં સમંદરની માફક સમાવી લે છે.

મે એમ સાંભળ્યુ છે કે ડૉકટરી સારવાર વખતે “ ICU ” માં દરદી હોય ત્યારે

તેની સલામતીની વધુ કાળજી લેવાતી હોય છે, તેવી જે રીતે બાળક જ્યારે

 માતાના ખોળામાં હોય ત્યારે સૌથી વધુ સલામત હોય છે.

 

અંતે મારે એટલું જ કહેવું છે કે શક્ય હોય એટલું પાલન કરવું,

થઈ શકે તેટલુ કરવું, હું કોઈ આદર્શવાદી વિચારસરણીવાળો વ્યક્તિ નથી.

મને લખતા લખતા જે વિચારો આવ્યા તે લખી નાંખ્યા…! 

 “ જય જય ગરવી ગુજરાતીઓ” 

++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત 

મમતાનો મહાકુંભ એટલે ‘ મા ’


    

     મમતાનો મહાકુંભ એટલે ‘ મા ’      

                                                                      

મમતાનો મહાસાગર એટલે ‘ મા ’

મમતાનો મહાકુંભ એટલે ‘ મા ’

સ્નેહની કવિતા એટલે ‘ મા ’   

દરિયાદીલી એટલે ‘ મા ’

સ્નેહની સરિતા એટલે ‘ મા ’

સ્નેહનો સરવાળો એટલે ‘ મા ’  

બાળક જ્યારે આ પૃથ્વી પર અવતરે છે,

 ત્યારે શિખ્યા વિના પ્રથમ શબ્દ તે “ મા ” બોલે છે.

‘ મા ’ ના ખોળામાં બાળક સૌથી વધુ સલામત હોય છે.

‘ મા ’ ના પ્રેમ વિના પણ પ્રભુ ભક્તિ અધુરી છે. પ્રભુ પણ ‘ મા ’

 ને વંદન કરે છે. ‘ મા ’ નો પ્રેમ અંતરની ઉર્મિઓમાંથી પ્રગટે છે.

આપણે જ્યારે તકલીફમાં હોઈએ, ત્યારે સ્વભાવિક જ આપણાંથી ‘ મા ’

શબ્દ તરત જ બોલાય જાય છે. ઓ ‘ મા ’ તું મને બચાવ. ‘ મા ’ ના

  તમામ સંબધો ‘ મા ’ થી શરૂ થાય, ક્યાંતો ‘ મા ’ થી પૂર્ણ થાય.

 ‘ મા ’ ની બહેન ‘ માસી ’ અને તેનો પતિ ‘ માસાજી’ થાય.

 ‘ મા ’ નો ભાઈ ‘ મામા ’  અને તેની પત્ની ‘ મામી ’ થાય.

  માફી આપવામાં અને માંદગીમાં “ મા ” પ્રથમ હોય છે.

માલિકમાં પણ ‘ મા ’ પ્રથમ હોય છે.

બાળક ‘ મા ’ શબ્દ શીખવા દુનિયાની

કોઈ પાઠશાળામાં જતો નથી, તે

બાળકના ‘ મા ’  શબ્દથી ભાષાની શરૂઆત થાય છે.

આજના પવિત્ર દિવસે વિશ્વની દરેક માતાઓને કોટિ કોટિ વંદન.

+++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત 

!!…Happy Father’s Day…!!


!!…Happy Father’s Day…!!

FATHER Means...

F…Faith,

A…Adviser,

T…Teacher,

H…Heaven,

E…Emotional,

R…Responsible.


Dr. Kishorbhai M. Patel

Smt. I.N.Tekrawala Higher Secondary School, Rander road, Surat-9


!!!…માતા બાળકને જ્યારે પણ ઉપાડે છે ત્યારે…!!!


!!!…માતા બાળકને જ્યારે પણ ઉપાડે છે ત્યારે…!!!

માતા બાળકને જ્યારે પણ ઉપાડે છે ત્યારે

બાળક એના ડાબા હાથ પરજ હોય છે.

કારણકે શરીરમાં હ્દય ડાબી જ હોય છે.ને?

પરંતુ જો એજ બાળક્ને પિતા જયારે ઉપાડે છે,

ત્યારે બાળક્ને એના જમણાં હાથ પરજ હોય છે.

કારણ કે ડાબી બાજુ તો ખમીશનું ખિસુ હોય છે.

કે જેમાં રુપિયા ભરેલા હોય છે.

સ્ત્રી ચિત્તને લાગણીમાં રસ છે, જયારે પુરુષ ચિત્તને પદાર્થમાં રસ છે.

આપણે આમાં ક્યાં? જો કે કેટલાક અપવાદો  હોય શકે…!

હિ…હિ…હિ..હા..હા..

( પિતાજીઓને વિનતિ કે ખોટુ લગાડશો નહિ, માતા એ માતા છે.)

ડો. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-૯