Archive for January, 2011

!…ક્યા નામે પહોંચવું મુકામ…!


!…ક્યા નામે પહોંચવું મુકામ…!

બજેટરેખા તારા હજારો નામ,

કયા નામે પહોંચવું મુકામ…!


કોઈ તને કહે તકરેખા,

તો કોઈ તને કહે કિંમતરેખા,

કયા નામે પહોંચવું મુકામ…!

 

સીમાંત અવેજીના દરને,

વસ્તુના અવેજીકરણનો દર કહેવાય,

કયા નામે પહોંચવું મુકામ…!


તો કોઈ તને કહે,

અવેજીના વૈયક્તિક દર,

કયા નામે પહોંચવું મુકામ…!


તટ્સ્થરેખાને તો કહેવાય,

સમતૃપ્તિની રેખા,

કયા નામે પહોંચવું મુકામ…!

—————————————————————

નોઁધ ઃ અર્થશાસ્ત્ર વિષય પર રચના છે.

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

 

વિજ્ઞાનપ્રવાહના બોર્ડના વિદ્યાર્થીઓનો પરીક્ષારૂપી વર્લ્ડકપ – 2011 માં સફળ થવાની તરકીબો …!


!…તે મને કદી યાદ કર્યો…!


!…તે મને કદી યાદ કર્યો…!

માનવ ભગવાનને કહે છે,

કે તારામાં “ દયા “ નથી,

ભગવાન કહે છે કે,

મને “ યાદ” કર્યો નથી રે…તે મને કદી યાદ કર્યો…!

માનવ નૃત્ય કરનારીને,

“ નર્તકી ” કહે છે પણ,

એ નથી વિચારતો તે,

“ કીર્તન ” ની મહાનતા રે…તે મને કદી યાદ કર્યો…!

માનવે કદી ભગવાનની

પ્રાર્થનારૂપી “ કથા ” કરી નથી,

તો પછી ભગવાન તારો,

ક્યાંથી ઉતારે “ થાક ” રે…તે મને કદી યાદ કર્યો…!

માનવે કદી આંગણાંનો

“ કચરો ” સાફ કર્યો નથી,

તો પછી આંગણું “ રોચક

માનવ ક્યાંથી બનાવે રે…તે મને કદી યાદ કર્યો…!

માનવે કદી “ નદી ” તરફ

જોયુ એવું મને ખબર નથી,

તો પછી “ નદી ”  ક્યાંથી

જુએ “ દીન ” માનવને રે…તે મને કદી યાદ કર્યો…!

——————————————————————————————

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત – 9

નોંધ : દરેક લીલા રંગના શબ્દો ઉલટાવીને લખેલ છે.


 

 

જેસરવાના ઝંડાપ્રેમી ગોવિંદકાકા ( સ્વપ્ન – જેસરવાકર )


જેસરવાના ઝંડાપ્રેમી ગોવિંદકાકા

સૌજન્ય: ચિત્રલેખા, તા. 27 ઓગસ્ટ-2007,

પત્રકારશ્રી. કેતનભાઈ ત્રિવેદી (પેટલાદ)

તંત્રીશ્રીનો, આભારસહ…!

ડૉ. કિશોરભાઈ એમ.પટેલે ટેલિફોનિક મંજુરી લઈ લેખ મુકેલ છે.