Archive for December, 2011

!…BREAKING NEWS…!


!…કોઈ કહે હવે જોઈએ છે યંગ…!

જુઓ રાજકારણીઓના રંગ

કેટલાય દિન થાય સભા-ગૃહ ભંગ

જુઓ કેટલા બદલાય તરંગ

હવે જરૂર આવશે રંગ,

લોકો થઈ ગયા છે તંગ

ભ્રષ્ટાચાર નાબુદીનો છે ઉમંગ,

કોઈ કહે હવે જોઈએ છે યંગ

 એક બીજા પર છોડે બાણ વ્યંગ,

પ્રજાએ માંડ્યો છે જંગ

છે કોઈના કામમાં ઢંગ,

બેઈમાનના છે નંગે નંગ

ઈમાનદારી સાથે જોડો સંગ,

+++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો હું ઋણી છું.)  

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

 

 

!…પ્રેમની પાંપણે બાંધુ કે ભક્તિના તાંતણે બાંધુ…!


!…પ્રેમની પાંપણે બાંધુ કે ભક્તિના તાંતણે બાંધુ…!

પ્રેમની પાંપણે બાંધુ કે ભક્તિના તાંતણે બાંધુ

મારે પણ શામળિયાને બાંધવા છે.

યશોદા મૈયાએ મમતાથી બાંધ્યા

 વૃંદા તે વનમાં, રાધા-ગોપીઓએ બાંધ્યા

પ્રેમની પાંપણે બાંધુ કે ભક્તિના તાંતણે બાંધુ

મારે પણ શામળિયાને બાંધવા છે.

નરસૈયાએ, કેદારે કૃષ્ણને બાંધ્યા

મીરાએ ભક્તિરસથી, બાંધ્યા રણછોડને

પ્રેમની પાંપણે બાંધુ કે ભક્તિના તાંતણે બાંધુ

મારે પણ શામળિયાને બાંધવા છે.

સુદામાએ, મિત્રતાના દોરે બાંધ્યા

વિદુરજીની ભાજીએ, કર્યા કિસનને રાજી

પ્રેમની પાંપણે બાંધુ કે ભક્તિના તાંતણે બાંધુ

મારે પણ શામળિયાને બાંધવા છે.

પાંડવોએ, ધર્મના ધાગે બાંધ્યા

 ભક્ત બોડાણાએ, નથણીએ બાંધ્યા

પ્રેમની પાંપણે બાંધુ કે ભક્તિના તાંતણે બાંધુ

મારે પણ શામળિયાને બાંધવા છે.

કિશોર કહે, શામળિયાના ભક્તોને

મારે પણ યોગી બની,

કર્મયોગથી શામળિયાને બાંધવા છે.

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો   હું  ઋણી છું. )  

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

!…શિક્ષણ સરોવરના તૃતીય વર્ષના મંગલ પ્રવેશે….!


આજના મંગલ પ્રભાતે તૃતીય વર્ષમાં પ્રવેશતા આપ સૌના સથવારે મળેલ

195 પોસ્ટ પર 761 જેટલા મંગલભાવો તથા 54162 મુલાકાતીઓને વધાવતા

વિશ્વ સફરથી આપ સૌના ચરણોમાં એક નવતર કૃતી રજુ કરી આપનો અહોભાવ વ્યક્ત

કરતાં ડૉ. કિશોર પટેલ અંતરની ઉર્મિઓમાં આનંદની લાગણી અનુભવે છે.

!…શિક્ષણ સરોવરના તૃતીય વર્ષના મંગલ પ્રવેશે….!

  

“ ઋષિ ચિંતન ” થી શરૂ થયેલ

“ ગાયત્રી જ્ઞાનપ્રસાદી ” સ્વરૂપે

મારા “ સ્વપ્ન ” ની

 “ વાંચનયાત્રા ” માં

“ બગીચાના માળી ” એ

મારી “ ફૂલવાડી ” નું જતન કરી

સુંદર “ શબ્દ સેતુ ” જોડીને

“ આકાશદીપ ” માથી

ચન્દ્રની “ પુકાર ”  સાંભળી

મારો “ હાસ્ય દરબાર ” માં

 “ વિનય- વિવેક ” થી “ જોક્સ ” 

અને “ SMS ”  કરી 

“ શબ્દપ્રીત ” થી

“ લેસ્ટર ગુર્જરી, નેટ ગુર્જરી ” દ્વારા

“ આપણાં ગુજરાત ” માં

“ ગુજરાતી પ્રતિભા પરિચય ”    

આજ “ ધૂમકેતુ ” ની

માફક  ચમકી રહ્યો છે.

“ દાદીમાંની પોટલી ” થી

“ શિક્ષણ સરોવર ”   

“ જ્ઞાનનું ઝરણું ” બનીને

એક “ ડગલો ” 

આગળ વધે છે ત્યારે

આ “ મધુવન ” ના

 “ કુરૂક્ષેત્ર” માં

“ મારા વિચારો, મારી ભાષામાં ”

“ ગુજરાતી કવિતા અને ગઝલ ”

સ્વરૂપે રજુ કરવા

“ મારી બારી ” માંથી

આ “ કવિલોક ” માં

“ બાળકોના કલરવ ” ની

 “ શરૂઆત દૈનિક ” “ મારી રોજનીશી ”

લખીને તથા “ વાત મારી મરજીની ” કરી

 “ જીવન ” “ સાર્થક ” 

કરવાના “ સંકલ્પ ” સાથે

આપની સાથે “ સેતુ ” જોડવા આવ્યો છું.

“ મન, માનસ અને માનવી ” 

પર “ અસર ” થી  

 “ મારા સતસંગ ” માં

“ વિવિધ રંગો ભરીને ”

“ સામજિક ” સંબંધોથી

“ ફન જ્ઞાન ” વિકસાવવા

“ વિચારોના વૃંદાવન ” ના

આ “ ચિંતન જગત ” માં

“ ગદ્યસુર ” ના “ સહિયારા સર્જન ”

સ્વરૂપે “ જરા અમથી વાત ”

લઈ આવ્યો છું.

“ અરવિંદ અડાલજા ” ની

“ અંતરંગ વાર્તા ” નું “ પ્રત્યાયન ”  કરી

પી.યુ.ઠક્કરની તથા દાવડા સાહેબની ” સંતવાણી ” ની 

“ અંતરના ઉંડાણમાંથી ”

“ શબ્દ સરોવર ” ના  

“ ભજનામૃત ” થી “ મને ગમતુ ” બનાવી

“ અભિવ્યક્તિ ” ની “ પરમ સમીપે ”

“ પરાર્થે સમર્પણ ” ની ભાવનાથી

પ્રેરાઈને “ આજની વાત ” કરવા આવ્યો છું.

ભવિષ્યમાં “ નિવૃત્તિની પ્રવૃત્તિ ”  માટે

“ વિનોદ વિહાર ” ની સફરમાં

“ શકીલની વિડિયો ગ્રાફી ”  દ્વારા  

“ ગુર્જર કાવ્ય ધારા ” માં

“ સ્નેહનો સેતુ ” ના

“ એક ઘા ને બે કટકા ” કરવાનો

મારો આ પ્રથમ “ પ્રયાસ ”  છે.

મારા “ શિક્ષણ સરોવર ” ની

તૃતીય જન્મદિને

“ ખુલ્લી આંખના સપના ” જોવા

” તુલસી દળ ” 

“ વીણેલા મોતી ” થી બનાવેલ

“ પિયુનીના પમરાટ ” જેવો

“ ગઝલોનો ગુલદસ્તો ”  લઈ

“ મા ગુર્જરીના ચરણે ”

વંદન કરતો

ડૉ. કિશોર પટેલ  

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો હું ઋણી છું.) 

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

!…બ્લોગરોને આ પોસ્ટ દિલમાં ભળે તો…!


!…બ્લોગરોને આ પોસ્ટ દિલમાં ભળે તો…! 

ઝરણુંમાં ઝરણું ભળે તો

સરોવર બની જાય,

માનવમાં મહેક ભળે તો

માનવ પણ દેવ બની જાય,

શિક્ષકમાં સ્નેહ ભળે તો

શિક્ષક પણ પ્રભુ બની જાય,

કાર્યમાં નિષ્ઠા ભળે તો

કર્મયોગી બની જાય,

અજ્ઞાનીમાં જ્ઞાન ભળે તો

 જ્ઞાનનું સરોવર બની જાય,

વાણીમાં મીઠાશ ભળે તો

તો તે આકાશવાણી બની જાય,

રચનામાં “ આપના સૂચન ” ભળે તો

તો અમ અજ્ઞાનીને જ્ઞાન મળી જાય,

બ્લોગરોને આ પોસ્ટ દિલમાં ભળે તો

તો અમ જેવાને કોમેન્ટ મળી જાય. 

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર બદલ ગુગલ અને નેટ જગતનો હું ઋણી છું. )

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

!…આખરે એક સમાજ તુટશે, ભાઈ આજ છે રામાયણ…!


!…આખરે એક સમાજ તુટશે, ભાઈ આજ છે રામાયણ…!

 

શિક્ષક તુટશે તો,

તો તેનું દિલ તુટશે,

આખરે એક સમાજ તુટશે,

ભાઈ આજ છે રામાયણ

 

કેટ કેટલીય પંચવર્ષીય યોજનાના

વાયરા વહી ગયા,

શિક્ષણમાં કારણ વગરનું,

રાજકારણ ખેલતા થઈ ગયા,

આખરે તો દેશ તુટશે,

ભાઈ આજ છે રામાયણ 

 

પુસ્તકો પણ જાય પસ્તીમાં,

શિક્ષણમાં પણ થાય ભ્રષ્ટાચાર,

બિચારા બાળકો લાચાર, 

આખરે તો વિદ્યાર્થી તુટશે,

ભાઈ આજ છે રામાયણ

 

ભાઈ મારા શિક્ષકો

આ બધાનો મારગ

છે એક તમારી પાસે જ

તુ તો વિશ્વનો શ્વાસ છે,

તું જ રચશે ભરતના,

ભારતની ગૌરવ ગાથા,

આખરે તો એક સારા સમાજનુ 

નવસર્જન થશે ભાઈ મારા

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ નેટ જગતનો અને ગુગલનો ખુબ ખુબ આભાર માનુ છું. )

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯