Archive for the ‘સ્ટુડન્ટ કોર્નર’ Category

Std. 9 To 12 Free Education


વિદ્યાર્થીમિત્રો, શિક્ષકમિત્રો, વાલીમિત્રો

ધો. 9 થી 12 માટેનું ઓનલાઈન મફત શિક્ષણ આપતા નીચે આપેલ BLOGS અને My Youtube Channel ને Subcribe કરવા એકવારની મુલાકાત લઈ બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવવા એક કદમ નજીક જાવ.

My Youtube Channel :

http://Dr. KP Key Education

https://www.youtube.com/user/statpatel/videos

  Pls. Visit My Educational Blogs

http://drkishorpatel.blogspot.in

https://shikshansarovar.wordpress.com

12 Statistics ( G-135)
MCQ Type QUIZ

  1. 12 Stat. Ch. 8 Mcq Type Quiz – 1આપેલ લિંક પર CLICK કરો.
  2. 12 Stat. Ch. 8 Mcq Type Quiz – 2આપેલ લિંક પર CLICK કરો.
  3. 12 Stat. Ch. 9 Mcq Type Quiz – 1આપેલ લિંક પર CLICK કરો.

Standard : 9

Mcq Type Quiz

 

  1. Std. 9 Social Science Mcq Type Quiz – 1 આપેલ લિંક પર CLICK કરો
  2. Std. 9 Sanskrit Mcq Type Quiz – 2 આપેલ લિંક પર CLICK કરો
  3. Std. 9 Hindi Mcq Type Quiz – 1 આપેલ લિંક પર CLICK કરો

Std. 10
Online Quiz

  1. Std. 10 Sci. & Tech. Mcq Type Quiz – 1 આપેલ લિંક પર CLICK કરો       2. Std. 10 Maths Mcq Type Quiz – 1 આપેલ લિંક પર CLICK કરો  3. Std. 10 Hindi Mcq Type Quiz – 1 આપેલ લિંક પર CLICK કરો

      4. Std. 10 Gujarati Mcq Type Quiz – 1 આપેલ લિંક પર CLICK કરો

      5. Std. 10 English Mcq Type Quiz – 1 આપેલ લિંક પર CLICK કરો

આપના સૂચનો આવકાર્ય છે. માત્ર  My Youtube Channel : http://Dr. KP Key Education Subscribe કરો.

ડૉ. કિશોર પટેલ

!!!…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!!!


!!!…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!!!

11
વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે,
વિચારોનું સિંચન કરવા વાંચો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

માત-પિતા છે, તમારા દેવ,
પુસ્તક છે, તમારો ઈષ્ટદેવ…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

દાદા-દાદીને માન આપો રે,
વડીલોનું કહ્યું માનો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

સમય ચક્ર ચાલ્યું જાય રે,
સમયને સાચવો વ્હાલા મિત્રો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

લેખન પ્રેકટિસ વધુ કરો રે,
ઍ તો છે, રામબાણ ઈલાજ રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!
1
સ્વપ્ન સેવો વહાલા બાળ રે,
સંકલ્પ કરી વાંચો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

ડર ભગાવી નીડર બનો રે,
તે માટે તમો રીડર બનો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

વિજ્ઞાનની આકૃતિ દોરો રે,
ગણિતમાં ગણતરી કરો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

માર્કસ ન જુઓ, રીમાર્કસ જુઓ રે,
ધીરજ અને વિશ્વાસની કસોટી રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!
2
સફળતાની ચાવી તમારા હાથમાં રે,
જાગો જાગો રે, વિદ્યાર્થીઓ જાગો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

સમયપત્રક બનાવી વાંચો રે,
સર્વાંગી વિકાસ સાધો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

તમો તો આવતીકાલનું ભારત રે,
હે મારા ભારતવાસી ભણો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

કિશોર પટેલની વાત માનો રે,
વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!
6
++++++++++++++++++++++++++++++++++++++++++++

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-૯

Visit My website : 

http://www.drkishorpatel.com

સામાન્યપ્રવાહમાં વધુ ગુણ મેળવવાના સોપાનો


2122232425

!…કડવાં પ્રવચનો…!


!…કડવાં પ્રવચનો…!

( જીવન પ્રેરક વાર્તા )

જીવનમાં ત્રણ ચીજો મેળવવી જરૂરી છે,

બાળપણમાં જ્ઞાન, યુવાનીમાં સંપત્તિ અને

ઘડપણમાં પૂણ્ય.

 

એક વિદ્યાર્થીએ પૂછ્યુ કેટલા કલાક ભણવું જોઈએ?

જો આપ ધોરણ : 10 માં હો તો દસ કલાક,

અને ધોરણ : 12 માં હો તો 12 કલાક.

 

એક વખત સી.એ. કરી લો તો જિંદગી એ.સી.માં ગુજરશે,

જેમ અષાઢ ચૂકેલો ખેડૂત, ડાળી ચૂકેલો વાંદરો,

વૃક્ષથી તૂટેલું પાંદડું અને સ્કૂલથી ભાગેલો વિદ્યાર્થી

એક દિવસ જરૂર પસ્તાય છે.

+++++++++++++++++++++++++++++++++ 

સાભાર :

મુનિશ્રી તરૂણસાગરજી

સંકલન :

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,

રાંદેરરોડ, સુરત – 9 

!…કવિતા શીખવવાને બદલે પાઠ શીખવ…!


!…કવિતા શીખવવાને બદલે પાઠ શીખવ…!

 

ગરીબી કહે

હું હિન્દની દીકરી છું,

બેકારી મારી મોટી બહેન છે,

ભ્રષ્ટાચાર મારો મોટો ભાઈ છે.

આ દેશમાં અમને નાથવા

અનેક પ્રયત્નો થયા,

પરંતુ અમને

અંકુશમાં

રાખવાવાળા

અંકુશમાં

ન રહ્યા

તેથી

હે માનવ

તું જાગ્રત થા

તારા

હાથમાં દંડક

રાખ

આ ભ્રષ્ટાચારીઓને

કવિતા શીખવવાને બદલે

પાઠ શીખવ.

++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

Important & Useful Education Website


Important & Useful Education Website

1. www.gseb.org

2. www.gujarateducation.gswan.gov.in

3. www.jacpcidce.ac.in

4. www.dte.gswan.gov.in

5. www.sgu.emet.in

6. www.ugc.ac.in

7. www.aicte.emet.in

8. www.pci.nic.in

9. www.mcindia.org

10. www.ncte..in.org

11. www.education.nic.in

12. www.cbse.nic.in

13. www.ncert.nic.in

14. www.cisce.org

સંકલન : ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આભાર : ઉપરોક્ત વેબસાઈટનો ખુબ ખુબ આભાર, બાળકોને ઉપયોગી માહિતી મળે તેવા શુભ

આશયથી મુકેલ છે.

Thanx For this website, Important & Useful Education Website.

ધોરણ : 10 / 12 બોર્ડના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો :


ધોરણ : 10 / 12 બોર્ડના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો :

( નોંધ : આ માહિતી ગુજરાત રાજ્ય મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડને ધ્યાનમાં લઈ લખેલ છે.)

સુચના :

ઉપરની માહિતી મારા શિક્ષક તરીકેના અનુભવને આધારે લખુ છું, તમારે છેલ્લામાં છેલ્લી માહિતી બોર્ડ અને આપના શિક્ષકમિત્રો આપે તે ધ્યાન પર લેવી.


1. બાળક પક્ષે :

1. પરીક્ષા હોલમાં બોર્ડ તરફથી મળેલ પરીક્ષા રસીદ લઈ જવી.

2. જરૂરી બોલપેન, પેંસિલ, રબર, કંપાસના સાધનો રાખી શકાય.

3. ધોરણ : 10 બાળકો કેલ્ક્યુલેટર લઈ શકશે નહિ. માત્ર ધોરણ : 12 બાળકો સાદુ કેલ્ક્યુલેટર લઈ શકશે.

4. પરીક્ષા રસીદમાં સુપરવાઈઝરની સહી કરાવવાનું ભુલશો નહિ.

5. બારકોડ સ્ટીકર તમારા સુપરવાઈઝર પાસેથી લગાડાવશો.

6. OMR Sheet બોર્ડ અને શાળાએ સુચના આપી છે તે મુજબ ગોળ રાઉંડને ઘાટુ કરશો.

7. પ્રશ્નના ઉત્તરો વિભાગવાર એટલે કે Section મુજબ જ લખવા.

8. સમય જોતા જશો, સારા અક્ષરો કાઢવા, છેકછાક ઓછી કરવી.

9. રફ ગણતરી બોર્ડે સુચવેલ જગ્યાએ જ કરવી, ઉપર રફ ગણતરી એમ લખવું.

10. નવો વિભાગ નવા પાના પર જ શરૂ કરવો.

11. અંતે લખેલ પાનાની ગણતરી કરી સુપરવાઈઝરને લખાવવા.

12. મૂળ જવાબવહી + લીધેલ પુરવણીનો સરવાળો મુખ્ય ઉત્તરવહી પર લખવો.

13. પુરવણી યોગ્ય ક્રમમાં બાંધી છે કે કેમ તે ખાસ ધ્યાન રાખવું.

14. ખાખી સ્ટીકર જરૂરિયાત મુજબના લઈ લગાવવા.

15. ઉત્તરવહી દોરીથી જ બાંધશો.

Best Luck ને બદલે બેસ્ટ લખ

2. શિક્ષક પક્ષે :

1. બોર્ડની સૂચના પ્રમાણે જ કામગીરી કરવી, બાળક્ને બારકોડ સ્ટીકર લગાડી આપવું.

2. બોર્ડના બધા બાળકો આપનાં શરણે છે, તેથી સૂચના શાંતિપ્રિય ભાષામાં જ સમજ આપવી.

3. બોર્ડે સૂચવેલ સમયપત્રક મુજબ અને પરીક્ષાના સ્થળ સંચાલક તરફથી મળેલ યોગ્ય

સૂચનાઓ આપવી.

4. બોર્ડે આપેલ રસીદમાં સહી કરી આપવી.

5. વર્ગખંડનો માહોલ મધુર અવાજથી શાતિંમય રહે તેમ કરવું.

6. પરીક્ષા હોલમાં બાળક માંદુ થાય તો બોર્ડના નિયમ અનુસાર સ્થળ સંચાલકને વાત કરવી.

3. વાલી પક્ષે :

1. બોર્ડની પરીક્ષાના આ લખાય રહ્યું છે ત્યારે માત્ર 25 થી 27 દિવસ બાકી છે. તેથી આપના બાળકની વિશેષ કાળજી રાખવી.

2. ટી.વી.તમારે જ ન જોવું, જેથી બાળક્ની ઈચ્છા ન થાય, સો ટકા કેબલ લાઈન કાઢી નાંખો.

3. બાળક સાથે શાંત ભાષામાં જ વાતો કરવી.

4. બાળક્ને તેમના મિત્રો સાથે સરખામણી ન કરવી. કારણ કે દરેક બાળક કોઈને કોઈ ક્ષેત્રમાં આગળ હોઈ શકે.

5. તમારા બાળક્ને દરરોજ શાળા એ કે ટ્યુશને મુકવા જવું. કારણ કે તેઓ ટેંશનમાં હોય છે.

6. મિત્રોની હાજરીમાં તમારા બાળક્ને ઉતારી પાડ્શે નહિ. તેના મિત્રો ને આવકારો.

7. બાળકની વર્તણૂકમાં થોડો ફેરફાર જણાય તો શિક્ષક્નો અથવા ડોકટરી સલાહ લેવામાં

વિલંબ કરશો નહિ.

8. બાળકના ખોરાકની કાળજી રાખશો. સુપાચ્ય ખોરાક જ આપશો.

9. બાળક પર વાંચન બાબતે ધારવા કરતાં વધુ દબાણ આપશો નહિ.

10. બાળકે જો પોતે વાહન ચલાવતો હોય તો તેને ધીમે વાહન હંકારવાનું કહેશો.

11. બોર્ડની પરીક્ષા વખતે બાળક્ને લેવા મુકવા અવશ્ય જવું.

12. બાળકને ખુબ જ સાચવવાના દિવસો આવી ગયા, તેમની નજીક જ માતા-પિતાએ રહેવું.

13. પરીક્ષા સ્થળે સમય કરતાં વહેલા પહોંચવું, જેથી ટ્રાફિકની સમસ્યા ન ઉદભવે.

14. બાળક્માં હતાશા, નિરાશા, માનસિક તાણ ન અનુભવે તે કાળજી રાખશો. આવું માલુમ પડે તો શિક્ષકનો અથવા ડૉકટરી સલાહ લેવી.

15. પરીક્ષા દિવસો દરમિયાન ઘરે બાળક્ને એકલા મુકી બહાર જવું નહિ.

16. ઘરમાં પાણી ધોળાયું હોય તો તરત જ સાફ કરવું, બાળક ઉતાવળમાં ઘરમાં પડી ન જાય.

17. પરીક્ષાના આગલા દિવસે જ બાળકે લઈ જવાની વસ્તુઓ/સાધનો બધી તૈયારી કરી દેવી.

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

( ઉપરના તમામ મારા અંગત વિચારો છે, કોઈ બાબત લખવાની રહી ગઈ તેનો પણ તમારે અમલ કરવો, તે બાબત ખાસ ધ્યાન રાખશો, બોર્ડની સૂચના, ડોકટરની સલાહ, શાળાએ આપેલ સૂચનાનો, પરીક્ષાના સ્થળ સંચાલકની જ સૂચનાનો જ અમલ કરવો.)

 

વિદ્યાર્થી જીવન ઍટલે…સા…રે…ગ…મ…પ…દ…નિ…સા…!


!…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!


!…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!


સવારની શાળામાં શિક્ષકો વઢે,

સાંજની શાળામાં મમ્મી-પપ્પા વઢે…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!

મારી બબ્બે પાળીની શાળા,

વડીલોની તો ઍકજ પાળીની શાળા…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!

સવારે મમ્મી લાલુ-ટીનુ કહી ઉઠાડે,

શાળામાં શિક્ષકો કહે ગ…ગ…ડો…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!

સવારની શાળામાં દ..દફતરનો દ..બોલું,

મમ્મી-પપ્પા બોલે ડ..ડૉકટરનો ડ…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!

સવારની શાળામાં ઈ..ઈ..ઈસ્કુલનો ઈ,

મમ્મી-પપ્પા બોલે ઈ..ઈજનેરનો ઈ…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!

સવારની શાળામાં ચાલે ચાર લીટી,

લેશન આપે ચાલીસ લીટીનું…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!

સવારે શાળામાં,બપોરે ટયુશનમાં,

સાંજની શાળામાં મમ્મી કરે લેશન…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!

ભગવાન તમારી માફક આપો ચાર હાથ,

ચાર વિષયનું લેશન થાય એક સાથ…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!

કિશોર કહે તું શું કામ લે ટેન્શન,

પછી હું પકડું ટી.વી.નું સ્ટેશન…હું જાઉ સવાર-સાંજ શાળામાં…!


++++++++++++++++++++++++++++++++++++

ડો.કિશોરભાઈ ઍમ.પટેલ

આઈ.ઍન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત્-૯

 

!!!…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!!!


!!!…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!!!

 

 

 

 

 

વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે,

વિચારોનું સિંચન કરવા વાંચો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

માત-પિતા છે, તમારા દેવ,

પુસ્તક છે, તમારો ઈષ્ટદેવ…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

દાદા-દાદીને માન આપો રે,

વડીલોનું કહ્યું માનો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

સમય ચક્ર ચાલ્યું જાય રે,

સમયને સાચવો વ્હાલા મિત્રો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

લેખન પ્રેકટિસ વધુ કરો રે,

ઍ તો છે, રામબાણ ઈલાજ રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

સ્વપ્ન સેવો વહાલા બાળ રે,

સંકલ્પ કરી વાંચો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

ડર ભગાવી નીડર બનો રે,

તે માટે તમો રીડર બનો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

વિજ્ઞાનની આકૃતિ દોરો રે,

ગણિતમાં ગણતરી કરો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

માર્કસ ન જુઓ, રીમાર્કસ જુઓ રે,

ધીરજ અને વિશ્વાસની કસોટી રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

સફળતાની ચાવી તમારા હાથમાં રે,

જાગો જાગો રે, વિદ્યાર્થીઓ જાગો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

સમયપત્રક બનાવી વાંચો રે,

સર્વાંગી વિકાસ સાધો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

તમો તો આવતીકાલનું ભારત રે,

હે મારા ભારતવાસી ભણો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

કિશોર પટેલની વાત માનો રે,

વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…વાંચો વાંચો રે, વિદ્યાર્થીઓ વાંચો રે…!

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-૯