Archive for February, 2013

!…ચાલો વેબ ગુર્જરીની સફરે…!


!…ચાલો વેબ ગુર્જરીની સફરે…!

 

ઋષિ ચિંતન ” થી શરૂ થયેલ

ગાયત્રી જ્ઞાનપ્રસાદી ” સ્વરૂપે

મારા “ સ્વપ્ન ” ની

 “ વાંચનયાત્રા ” માં

બગીચાના માળી ” એ

મારી “ ફૂલવાડી ” નું જતન કરી

સુંદર “ શબ્દ સેતુ ” જોડીને

આકાશદીપ ” માથી

ચન્દ્રની “ પુકાર ”  સાંભળી

મારો “ હાસ્ય દરબાર ” માં

 “ વિનય- વિવેક ” થી “ જોક્સ ” 

અને “ SMS ”  કરી 

શબ્દપ્રીત ” થી

લેસ્ટર ગુર્જરી, નેટ ગુર્જરી ” દ્વારા

આપણાં ગુજરાત ” માં

ગુજરાતી પ્રતિભા પરિચય ”   

આજ “ ધૂમકેતુ ” ની

માફક  ચમકી રહ્યો છે.

 

દાદીમાંની પોટલી ” થી

શિક્ષણ સરોવર ”  

જ્ઞાનનું ઝરણું ” બનીને

એક “ ડગલો ” 

આગળ વધે છે ત્યારે

આ “ મધુવન ” ના

 “ કુરૂક્ષેત્ર” માં

મારા વિચારો, મારી ભાષામાં

ગુજરાતી કવિતા અને ગઝલ

સ્વરૂપે રજુ કરવા

મારી બારી ” માંથી

આ “ કવિલોક ” માં

બાળકોના કલરવ ” ની

 “ શરૂઆત દૈનિક ” “ મારી રોજનીશી

લખીને તથા “ વાત મારી મરજીની ” કરી

 “ જીવન ” “ સાર્થક ” 

કરવાના “ સંકલ્પ ” સાથે

આપની સાથે “ સેતુ ” જોડવા આવ્યો છું.

મન, માનસ અને માનવી ” 

પર “ અસર ” થી 

 “ મારા સતસંગ ” માં

વિવિધ રંગો ભરીને

સામજિક ” સંબંધોથી

ફન જ્ઞાન ” વિકસાવવા

વિચારોના વૃંદાવન ” ના

આ “ ચિંતન જગત ” માં

“ ગદ્યસુર ” ના “ સહિયારા સર્જન

સ્વરૂપે “ જરા અમથી વાત

લઈ આવ્યો છું.

અરવિંદ અડાલજા ” ની

અંતરંગ વાર્તા ” નું “ પ્રત્યાયન ”  કરી

પી.યુ. ઠક્કર અને દાવડા સાહેબની “ સંતવાણી

અંતરના ઉંડાણમાંથી

શબ્દ સરોવર ” ના  “ એજ્યુસફર  દ્વારા 

ભજનામૃત ” થી “ મને ગમતુ ” બનાવી

અભિવ્યક્તિ ” ની “ પરમ સમીપે

પરાર્થે સમર્પણ ” ની ભાવનાથી

પ્રેરાઈને “ ગોદડિયા ચોરા ” માં

આજની વાત ” કરવા આવ્યો છું.

ભવિષ્યમાં “ નિવૃત્તિની પ્રવૃત્તિ ”  માટે

વિનોદ વિહાર ” ની સફરમાં

શકીલની વિડિયો ગ્રાફી ”  દ્વારા 

ગુર્જર કાવ્ય ધારા ” માં

સ્નેહનો સેતુ ” ના

એક ઘા ને બે કટકા ” કરવાનો

મારો આ પ્રથમ “ પ્રયાસ ”  છે.

 

મારા “ શિક્ષણ સરોવર ” ની

ખુલ્લી આંખના સપના ” જોવા

તુલસી દળ ” અને

વીણેલા મોતી ” થી બનાવેલ

પિયુનીના પમરાટ ” જેવો

ગઝલોનો ગુલદસ્તો ”  લઈ

મા ગુર્જરીના ચરણે

વંદન કરતો

ડૉ. કિશોર પટેલ 

+++++++++++++++++++++++++++++++++++++++

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

!…પ્લસ – માયનસ કરો…!


!…પ્લસ – માયનસ કરો…!

plus_minus 

પરિશ્રમને પ્લસ કરો

આળસને માયનસ કરો

સ્વપ્નને સાકાર કરો

 

સાદગીને પ્લસ કરો

ઈર્ષાને માયનસ કરો

સ્વપ્નને સાકાર કરો

 

ગુણોને પ્લસ કરો

વ્યસનને માયનસ કરો

સ્વપ્નને સાકાર કરો

blooming_rose 

પઢાઈને પ્લસ કરો

બેધ્યાનને માયનસ કરો

 સ્વપ્નને સાકાર કરો

 

સમયને પ્લસ કરો

અશિસ્તને માયનસ કરો

 સ્વપ્નને સાકાર કરો

 

સંયમને પ્લસ કરો

ખોટા ખર્ચાને માયનસ કરો

સ્વપ્નને સાકાર કરો

 

પ્રેમને પ્લસ કરો

ગુસ્સાને માયનસ કરો

 સ્વપ્નને સાકાર કરો

 

કિશોર કહે,

બંદગીને પ્લસ કરો

આરામને માયનસ કરો

 સ્વપ્નને સાકાર કરો

+++++++++++++++++++++++++++++++++++++

 

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )

ડો. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા, રાંદેરરોડ, સુરત