મારા વિશે…

જયશ્રીકૃષ્ણ

મારો જન્મ એક સાધારણ કુટુંબમાં થયો હતો, પિતાશ્રી. મોહનભાઈ  માત્ર એક જ  ચોપડી ભણેલા હતા. વણાટ ખાતામાં વણકર તરીકે કામ કરતા હતા, માતાશ્રી. ગંગાબેન માત્ર છ ચોપડી ભણેલા હતા પરંતુ તેમને તેમના બાળકો ભણાવવાનો ખુબજ શોખ હોવાથી આજે અમો બધા ઘરમાં થઈ 8 જેટલા શિક્ષકો છે.

અંગત અંગત : ઈ.સ. 1971 ની સાલમાં ધોરણ : 8 માં આઠમા નંબરે પાસ થયો, પરંતુ મારે ઘરના સામાજિક કારણોસર મારે અધવચ્ચેથી ભણવાનું  છોડી દેવું પડ્યું. ત્યારબાદ ઈ.સ. 1978 માં નવી એસ.એસસી.ની પરીક્ષા મે ખાનગી ઉમેદવાર તરીકે પાછી આપી.

( ઈ.સ. 1971 થી ઈ.સ. 1985 સુધી મેં મારા કુટુંબને મદદરૂપ થવા બીજી નોકરી સ્વીકારી અને સાથે સાથે ભણવાનું ઈ.સ. 1978 થી ફરીથી શરૂ કર્યું. જે હવે અવિરત છે. ) કુદરતે મારે મહેનતને રંગ આપ્યો. પછી આજે હું તમારે સામે છું.

આભાર :મારા પરમ મિત્ર : શ્રી.કાંતિભાઈ કરસાળા (ગાયત્રી જ્ઞાનપ્રસાદી- જેતપુર)

જેમણે ભારે જહેમત ઉઠાવીને મને ” શિક્ષણ સરોવર ” બ્લોગની રચના કરવામાં અને વખતો વખત સુધારા વધારા કરી આધુનિક જગત સાથે તાલમેલ કરાવનારને મારા તરફ્થી “ જય ગુરૂદેવ

આખુ નામ : ડૉ. કિશોરભાઈ મોહનભાઈ પટેલ

જન્મ તારીખ : 26 / 09 / 1959

ઉંમર : 60  વર્ષ

અભ્યાસ : M.Com., M.A., M.Ed. ( Gold Medal ), Ph.D

નોકરી : શિક્ષક તરીકે ઉ.મા.વિભાગમાં

વિશેષ સિધ્ધિ :

                        1. શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક વિજેતા – 2006

                        2. શ્રેષ્ઠ શિક્ષક રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા – 2014 

શોખ : ક્રિકેટ, કાવ્ય લેખન, શૈક્ષણિક લેખો લખવાનો

વિશેષ શોખ : વિદ્યાર્થીઓને ખુબ  ખુબ ભણાવવાનો

મારા શુભેચ્છકો :

1. મારો પરિવાર

મારા મિત્રો :

1. શ્રી. કાંતિભાઈ કરસાળા ( ગાયત્રી જ્ઞાનપ્રસાદી – જેતપુર )

2. શ્રી.ગોવિંદભાઈ પટેલ ( વડીલભાઈ – સ્વપ્ન, જેસરવાકર )

3. શ્રી. રમેશભાઈ પટેલ ( આકાશદીપ )

4. શ્રી. ધવલ નવનીત

5. શ્રી. ભરતભાઈ સૂચક

6. શ્રી. રજનીભાઈ ટાંક

પુસ્તક પ્રકાશન :

1. શબ્દનો પડછાયો   ( કાવ્ય સંગ્રહ )

2. શબ્દના શિખરો     ( કાવ્ય સંગ્રહ )

3. મારા શિક્ષણાનુંભવોની યાત્રા શિક્ષણની સમસ્યા ઉકેલ પર લેખો )

4. શિક્ષણ સરોવર  ( કાવ્ય સંગ્રહ )

5. શિક્ષણ પથ  શિક્ષણની સમસ્યા ઉકેલ પર લેખો )

6. શિક્ષણ સરિતા   ( કાવ્ય સંગ્રહ )

7. શિક્ષણ ગીતા   શિક્ષણના કૉટેશનો )

8. વાણિજ્ય ગીતા   ( કોમર્સના કૉટેશનો )

      મહાનુંભાવોના પત્ર દ્વારા અભિનંદન :

1. આધુનિક ” જય જય ગરવી ગુજરાત ” કાવયની રચના કરવા બદલ ગુજરાત રાજ્યના

                 પૂર્વ શિક્ષણમંત્રી.શ્રીમતી આનંદીબેન પટેલના પત્ર દ્વારા અભિનંદન પ્રાપ્ત થયા.

2. ” જય જય સ્વર્ણિમ ગુજરાત ”  કાવ્યની રચના કરવા બદલ ગુજરાત રાજ્યના

                 લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી. નરેન્દ્રભાઈ મોદી સાહેબના પત્ર દ્વારા અભિનંદન મળ્યા.

3. હાલો હાલો ગુજરાતને આંગણે ” કાવ્યની રચના કરવા બદલ ગુજરાત રાજ્યના

                   લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી. નરેન્દ્રભાઈ મોદી સાહેબના પત્ર દ્વારા અભિનંદન મળ્યા.

4.  ” આપણે વૃક્ષોના ઋણી ” કાવ્યની રચના કરવા બદલ ગુજરાત રાજ્ય ઉ.મા.શિક્ષણ

                  બોર્ડના પૂર્વ અધ્યક્ષ શ્રી. આર. કે. પાઠક સાહેબના  પત્ર દ્વારા અભિનંદન મળ્યા.

સામાજિક પ્રદાન :

1. બેટી બચાવો અભિયાન,

2. વ્યસન મુક્તિ અભિયાન,

3. નિર્મલ ગુજરાત અભિયાન,

4. માતૃવંદના અભિયાન,

5. નારી તું નારાયણી અભિયાન,

6. બાળ નિરોગી બારખડી અભિયાન,

7. શિક્ષક દેવો ભવ અભિયાન વિગેરે

શૈક્ષણિક સોફ્ટ્વેર ( ધોરણ 11 / 12 સામાન્ય પ્રવાહનાપ્રવાહના બાળકો માટે )

1. ધોરણ : 11 આંકડાશાસ્ત્ર વિષયના MCQ Type સોફટ્વેરની રચના કરી.

2. ધોરણ : 12 ” આંકડાશાસ્ત્ર ”  વિષયના MCQ Type સોફટ્વેરની રચના કરી.

3. ધોરણ : 12 ” અર્થશાસ્ત્ર વિષય ” ના MCQ Type સોફટ્વેરની રચના કરી.

4. ધોરણ : 12 ” વાણિજ્ય વ્યવસ્થા ”  વિષયના MCQ Type સોફટ્વેરની રચના કરી.

5. ધોરણ : 12 ” નામાના મૂળતત્વો  ” વિષયના MCQ Type સોફટ્વેરની રચના કરી.

6. ધોરણ : 10 ” ગણિત ” વિષયના MCQ Type સોફટ્વેરની રચના કરી.

તાલીમ – સેમિનાર :

1. પ્રાથમિક, માધ્યમિક, ઉ.મા., કોલેજના અધ્યાપકોને ચૂટણીની તાલીમો આપી.

2. વસ્તી ગણતરીની તાલીમો આપી

3. ઉ.મા.શાળાના શિક્ષકોને આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયની R.P, K.R.P તરીકેની

તાલીમો આપી.

મૂળ વતન : માસા- અમલસાડ, ચીજગામ, જિ. નવસારી, ગુજરાત

કર્મભૂમિ : સુરત

71 responses to this post.

 1. આદરણીય શ્રી કિશોરભાઈ,

  આપનો પરિચય જાણતાં થાય છે કે આપે ગરીબી સાથે સ્વમના ભેર જિંદગી

  જીવી જાણી ને માણી છે. હજરો વીટમ્બના છતાયે હરેક કદમ આગળ વધતા

  રહી હિમ શિખરની ઉચીને પ્રાપ્ત કરી શિક્ષણ ક્ષેત્રે નામના મેળવી રાજ્ય

  પારિતોષિક મેળવ્યું છે. શિક્ષણ પર લેખો અને કાવ્યો પણ સારા રચ્યા છે.

  સાથે શિક્ષણ ઉપયોગી સોફ્ટવેર પણ બનાવ્યું છે.

  આપના શિક્ષણ પ્રત્યેના સમર્પણ અને ભાવના ને ધગશને સો સો સલામ સાથે

  લાખ લાખ અભિનંદન. આશીર્વાદ સહ ગોવિદ પટેલ ( સ્વપ્ન જેસરવાકર )

  Like

  Reply

  • આદરણીયશ્રી. મોટાભાઈ

   આપનો પૂજ્યભાવ હંમેશા બનાવી રાખશોજી,

   મારે પ્રેમ સિવાય બીજુ કશું જોઈતું નથી.

   લિ.આપનો કિશોર

   Like

   Reply

 2. ડૉ કિશોરભાઈ તમારો પરિચય તો કાન્તીભાઈ કરશાળા પાસેથી મળ્યો જ હતો , પણ વધુ પરિચય અહિયાંથી જાણી આનંદ થયો . અત્યાર સુધી રોલ મોડલ વિશે પુસ્તકો અને સાંભળવામાં જ આવ્યુ હતું પણ ખરેખરા રોલ મોડલ આપ છો . આપ વધુ ને વધુ શિક્ષણ ક્ષેત્રમાં સેવાઓ આપી શિક્ષણનું સ્તર ઊંચું લાવો તે માટે ખુબ ખુબ શુભેચ્છાઓ .સુરત આવીશું તો આપને મળવાની તક ગુમાવીશ નહી .

  Like

  Reply

 3. Posted by NIL on 09/02/2011 at 3:53 am

  શ્રી કીશોરકાકા,
  સંઘર્ષ ભર્યું જીવન જીવીને શિક્ષણને એક ઉચીએ લઇ જવાની નેમ સાથે
  એક આદર્શ શિક્ષકનું દર્શન પ્રાપ્ત થયું .ખુબ જ સરસ પ્રવ્રીતીઓની ભરમાળ
  સાથે હમેશ નવી ઉચીઓને મેળવતા જાવ એવી પ્રાર્થેના

  Like

  Reply

 4. Posted by chandravadan on 09/02/2011 at 6:54 am

  Dear Kishorbhai,
  It was nice of you to visit/comment on Chandrapukar.
  I know visited one time before & clicked “like the Post”. I wanted to sy “THANK YOU ” but I did have tyour Email Address & I did mot know your Blog.
  I did click on your Photo & came to know your Name.
  Now reading your Profile I seem to know you better. I am HAPPY & PROUD for what you had done. May God guide you more !
  Congratulations !
  Welcome to Gujarati WebJagat !
  Wish you all the BEST ALWAYS !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Kishorbhai…Thanks for your visit/comment on Chandrapukar . Hope to see you often on Chandrapukar !

  Like

  Reply

  • આપનો ખુબ ખુબ આભાર સાહેબ,

   આપે મને આવકાર આપ્યો,

   હું આ બ્લોગ જ્ગતમાં નવો નવો છું.

   મારા લાયક સૂચનો જણાવશો.

   કિશોરભાઈ

   Like

   Reply

 5. Posted by chandravadan on 09/02/2011 at 7:22 am

  Kishorbhai, I tried to contact you via Email.
  I failed….may be the Email Address had some error.
  Please do revisit Chandrapukar & it will be nice to see you !
  DR. CHANDRAVADAN

  Like

  Reply

 6. Dear Brother Kishorbhai…..

  “WISH YOU ALL THE BEST”

  Like

  Reply

 7. કિશોરભાઈ, તમારા બ્લોગની મુલાકાત લીધી બહુજ સુન્દર બ્લોગ.
  તમારી શિક્ષણ પ્રાપ્ત કરવાની એક તમ્મના માત્ર એ તમને ઉચાઈના
  શિખરો પર પહોચાડ્યા અને તમે અત્યારે વાંચક મિત્રોને જ્ઞાન વહેચી
  રહ્યા છો તે કોઈ નાની વાત નથી .તમે જીન્દગી પરીયંત જ્ઞાન વહેચતા
  રહો, વધારે ઉચાઈઓ પર પહોચો અને પ્રભુ આપને સફળતા અપાવે એવી
  શુભેચ્છા .

  Like

  Reply

 8. Posted by Ashokkumar M.patel on 14/02/2011 at 3:46 pm

  After discussion with you.I visited your blog.i am so impressed.its so nice and impressive. I come to know that you are on the top of your field.your progres is unpredictable.heartly congatulation for all thoose sucsses and activity.see u latter……………………………………….(Ashok patel)

  Like

  Reply

 9. Posted by Vimesh Pandya on 16/02/2011 at 2:33 am

  અદભુત…!!!

  હું પણ એક શીક્ષકપુત્ર છું. મારી પાસે શબ્દો નથી.

  મને ભણાવનાર શીક્ષક શ્રી બી.ડી. પંડ્યા સાહેબ પછી તમે પહેલા વ્યક્તિ છો જેમની પાસે શીક્ષણમાં આવી ડીગ્રી છે. એ એમકોમ, એમએડ, એલએલબી છે.

  Like

  Reply

  • મને સુંદર પ્રતિભાવ સ્વરૂપમાં પ્રેરણા આપી તે બદલ આભાર

   Like

   Reply

 10. સરસ બ્લોગ. ઉપયોગી પ્રવૃત્તિઓ. એક સાચા શિક્ષકનો સંસ્પર્શ.

  Like

  Reply

 11. ડૉ. કિશોરભાઈઃ
  જય શ્રી કૃષ્ણ.
  નમસ્તે. આપના પ્રતિભાવ (on the Blog http://www.girishparikh.wordpress.com) બદલ ખૂબ ખૂબ આભાર.

  આપના બ્લોગની મુલાકાત લીધી અને આપના વિશે વાંચ્યું. આપના મિત્રોની યાદીમાં મારું નામ ઉમેરશો તો ગૌરવ અનુભવીશ.

  ઉમેરું છું કે મારા સ્વ. પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખ શિક્ષક અને લેખક હતા.

  –ગિરીશ પરીખ

  Like

  Reply

  • આપ સાહેબનો પ્રતિભાવ જાણી જાણે મારા અંગત કોઈ

   મળ્યા હોય તેવો અહેસાસ થાય છે,

   તમે તો હવેથી મારા દિલમાં વસો છો, ભાઈ

   લિ.કિશોરભાઈ પટેલ

   Like

   Reply

 12. Posted by jani janki kishorkumar on 20/02/2011 at 10:46 pm

  માનનીય સર, પ્રણામ .. તમારા શબ્દો વાચવાનો ,તમારા વિચારો , તમારા શબ્દો,તમારી રમૂજભરી વાતો મહાલવાનો ફરીથી અવસર મલ્યો…
  શિક્ષણ સરોવર એ તમારા તરફથી અમોને આપેલી એક સુંદર ભેટ છે..એક સુંદર આશિષ છે.

  Like

  Reply

 13. પ્રિય ડૉ.કિશોરભાઈ,
  તમારા વિશે ભાઈ કાંતિભાઈ પાસેથી સાંભળ્યું હતું. આજે બ્લોગ જોયા પછી તેની પ્રતિતી થઈ. સરસ બ્લોગ… બસ.. આમ જ આગળ વધતા રહો. મારી શુભેચ્છાઓ છે.

  Like

  Reply

 14. કિશોરભાઈ પહેલા તો ” શ્રેષ્ઠ શિક્ષક ” નો પારિતોષિક મળ્યા બદલ અભિનંદન,ખરેખર તમે તેના હકદાર છો જ.
  શિક્ષણ સાથે આટલા બધા ઓતપ્રોત થઈ કામ કરનારા તમારા જેવા શિક્ષકો મળવા મુશ્કેલ છે,
  તમારો બ્લોગ “શિક્ષણ સરોવર” ખરેખર શિક્ષણ ના મહાસાગર સમાન છે.

  અમિતભાઈ પટેલ
  http://ashupatel.wordpress.com

  Like

  Reply

 15. કિશોરભાઈ, તમારા બ્લોગની મુલાકાત લીધી બહુજ સુન્દર બ્લોગ છે. હું પણ એક શીક્ષકપુત્રી છુ. મારી ખુબ ખુબ શુભેચ્છા!

  Like

  Reply

 16. ખુબજ સરસ બ્લોગ

  Like

  Reply

  • Posted by Dr.Kishorbhai Mohanbhai Patel on 09/05/2011 at 10:45 pm

   સાહેબ આપના પ્રેરણાના શબ્દો જોઈને હું ખુશ થઈ ગયો

   Like

   Reply

 17. Posted by P. K. Davda on 04/06/2011 at 10:51 am

  આપનો પરિચય વાંચ્યા પછી પ્રતિભાવ આપવા મારી પાસે કોઈ શબ્દ નથી.
  બસ માત્ર શુભેચ્છાઓ છે.
  -પી. કે. દાવડા
  pkdavda@gmail.com

  Like

  Reply

 18. સુંદર બ્લોગ, સુંદર પરિચય , સુંદર શબ્દો …અલ્પ લીમડીવાળા.

  Like

  Reply

 19. કિશોરમામા,

  તમારો બ્લોગ જોઇને ખૂબ આનંદ થયો, ખાસ કરીને ગુજરાતીમાં! કારણ કે ગુજરાતી અને બાકીની ભારતીય ભાષાઓને કમ્પ્યૂટરમાં લાવવું એ જ મારું મુખ્ય કામ છે.

  અંકિત
  http://www.ankit644.com/

  Like

  Reply

 20. આપની જીવનયાત્રાની ઝલક વાંચી…એટલુજ કહીશઃ
  ઝંઝાવત સાથે ઝઝુમી જે માર્ગ બનાવે છે…તે જીવન સુરવીર બને છે,
  ઉજ્જડબાગ કે વેરાન રણમાં ખિલાવે ફૂલ જે..તે જીવન માળી બને છે.
  વિશ્વવિભુતી બની છે આ જગતમાં એ સૌ ધુળમાંથી આળોટી ઉભા થયા,
  નિસ્વાર્થની દુનિયા માં જે જીવે છે માનવી , તે ધ્રુવનો તારો બને છે.

  Like

  Reply

 21. સુંદર અભિવ્યક્તિ … સાચા શિક્ષકો એ સમાજની મૂડી છે. તે થકી જ યુવા ભારતનું ઘડતર થાય … તમારી પ્રવૃતિઓને સલામ ..

  Like

  Reply

 22. આદરણીય સર,
  ખુબ જ સુંદર બ્લોગ
  અને એથી પણ સવિશેષ તમારી અભિવ્યક્તિ
  અને મારા બ્લોગ પર મુલાકાત લઈ ને પ્રેરણા પુરી પાડી
  તે બદલ ધન્યવાદ
  મારી પાસે હવે કોઈ શબ્દ નથી
  Just hats off to U Dear Sir
  તમારા બ્લોગ ની મુલાકાત હુ અવાર નવાર લેતી રહિશ
  જય શ્રી કૃષ્ણ

  Like

  Reply

 23. visit us at http://www.marugujarat.co.cc
  સર , મને તમે જે સોફ્ટવેર ડેવલોપ કરેલ છે તે સોફ્ટવેર ની કોપી મળી શકે?

  Like

  Reply

 24. આદરણીય ડૉ.કિશોરભાઈ..આપનો પરિચય આપના સુંદર કાર્યો અને જીવન-કવનની માહિતી કંઈક આવી જ હોઈ શકે..શિક્ષણજગતમાં બધાજ મિત્રો હોઈ શકે..જીવન બાગમાં આપનું ફૂલ સદા કાર્યો થકી મહેંક પ્રસરાવે એવી શુભભાવના સાથે નવા વર્ષની રંગીન ઉષાને સૌ વધાવી લઈએ..સર્વે સુખીન: સન્તુ| સર્વે સન્તુ નિરામયા:| અસ્તુ ઓમ શાંતિ..

  Like

  Reply

 25. Posted by Manoj Shah on 07/01/2012 at 9:34 pm

  Dr Patel:
  Outstanding blog and impressive achievement for your education, When I left India in 1973, PhD was more difficult then MBBS, and so in my humble request Pl add PhD after your Name as this will provide lots of inspiration to young and old.
  I opened your blog looking for where did you go for medical school, but you have better achievements.
  I have signed up and so will be regular reader too.
  I am retired and looking for these types of information and sharing with my friends.
  Regards
  JSK
  Manoj Shah

  Like

  Reply

  • આદરણીયશ્રી. મનોજભાઈ સાહેબ

   આપની પ્રેરણાથી હુ ખુબ જ ગદગદિત થયો સાહેબ

   આંખોમાં હર્ષાશ્રુ આવી ગયા,

   આવી લાગણીઓનો વરસાદ વરસાવતા રહેશોજી.

   Like

   Reply

 26. સરસ શરૂઆત કરી છે તમે ઈન્ટરનેટ વિશ્વમાં …બસ્સ આવો જ પ્રવાહ અવિરત ચાલુ રાખજો …ધન્યવાદ

  Like

  Reply

  • આદરણીયશ્રી. જિતેન્દ્રભાઈ

   આપના લાગણીસભર શબ્દોથી ખુબ જ પ્રેરણા મળે છે સાહેબ

   આપનો ખુબ ખુબ આભાર

   Like

   Reply

   • તમે રાજ્ય પૃસ્કાર મેળવેલ શિક્ષક છો. તે મોટી સિદ્ધિ છે તમારી….પ્રથમ વખત મેં નોટીસ ન હતું કર્યું
    તે સિદ્ધિ માટે તમને હાર્દિક અભિનંદન
    સાહેબ , સુરત માં તમે કઈ સ્કુલ માં શિક્ષક છો?

    Like

 27. આદરણીયશ્રી. જીતુભાઈ

  સાહેબ આપની પ્રેરણાથી હું ખુબજ ગદગદિત થઈ ગયો,

  જાણે કોઈક જન્મના સંબંધ હોય તેવો અહેસાસ થાય છે.

  સાહેબ હું સુરત શહેરની ઉ.મા.શાળામાં નોકરી કરૂ છું.

  આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત – 9

  Like

  Reply

  • જરાક માટે રહી ગયો . ગયા વર્ષેજ હું અને મારા બીજા શિક્ષક મિત્રો ટેકરાવાલા સ્કૂલ માં કમ્પ્યુટર લેબ નું સેટઅપ જોવા માટે આવેલા. ચાલો કોઈ વાત નહિ બીજી વાર મોકો મળે તો નક્કીજ મળીશું

   Like

   Reply

   • આદરણીયશ્રી. જીતેન્દ્રભાઈ

    કોઈ ચિંતા ના કરશો, આમ પણ હું મહિને – બે મહિને

    અમદાવાદ તરફ આવવાનું થાય જ છે સાહેબ

    વિધાતા આગળ આપણે લાચાર છીએ સાહેબ

    જરૂર મળવાનુ તે જ ગોઠવશે. સાહેબ

    Like

 28. સ્નેહી કિશોરભાઈ,
  આપના બ્લોગને જોયો હતો પરંતુ આપના વીશે વાંચીને ખુબ જ આનંદ થયો અને તમારા માટે ગર્વની લાગણી થઇ. આપની જીવનકથાને મળતી ઝૂલતી કથા( કદાચ એ બાળકની કથામાં વ્યથા વધારે છે) કહેતો એક અનાથ બાળકનો વિડીયો મારા બ્લોગમાં મુકીશ. મેં તો આ વિડીયો જોયો ત્યારે આંખમાંથી આંસુઓની ધાર બંધ નહોતી થતી. જોઈએ ત્યારે થાય છે કે આપણને જરાક તકલીફ થાય તો આપણે ઈશ્વરને ફરિયાદ કરીએ છીએ, પરંતુ આ અનાથ બાળકની સ્ટોરી જોઈને એમ થાય કે ઈશ્વર આપણી આટલી બધી તરફેણ કેમ કરતો હશે? પેલા અનાથ બાળકને કેમ આટલું બધું દુ:ખ? એની તકલીફો સામે આપણી તકલીફોને તકલીફો ગણવી કે ઈશ્વરની રહેમ?
  વિપુલ એમ દેસાઈના સ્નેહવંદન
  http://suratiundhiyu.wordpress.com/

  Like

  Reply

  • આદરણીયશ્રી. વિપુલભાઈ

   આપે મારા પ્રત્યે વ્યક્ત કરેલ આપના લાગણી સભર શબ્દોનો

   આભાર કયા શબ્દોમાં દર્શાવુ તે મને સમજ પડતી નથી.

   આપનો ખુબ ખુબ આભાર

   Like

   Reply

 29. વડીલ શ્રી કિશોરભાઈ
  આપ ઈસ કૃપાથી કુશળ હશો
  તમારા બ્લોગ ની અવાર નવર મુલાકાત તો લઉં છું તમારો બ્લોગ ખરેખર સુંદર છે
  આ વખાણ નથી પણ હકીકત છે . મારે આપની મદદની જરૂર છે મને હસમુખભાઈ પટેલ (સામાજિક) વાળા
  તરફથી એક ક્વીઝ બનાવવાનો સોફ્ટવેર મળેલ છે મેં ક્વીઝ પણ બનાવેલ પણ હવે તકલીફ એ છે
  કે ક્વીઝ તો બની ગયી પણ આ સોફ્ટવેર ટ્રાયલ વર્ઝન હોવાથી તે સોફ્ટવેર ની વેબસાઈટ નું નામ આવે છે
  આ તકલીફ મોથી મુક્તિ મેળવવા આપ શ્રી મને જરૂરી કી નંબર આપો તો રાહત રહે હું આશા રાખું છું કે
  આપ શ્રી ના નહિ પાડો કારણ કે આનો ઉપયોગ વિદ્યાર્થી ઓ અને શિક્ષક ને ઉપયોગી થશે તે છે નહિ કે ધંધાદારી
  હું પણ એક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક છું

  ક્વીઝ માટે ની લિંક
  https://docs.google.com/open?id=0B6nYNgUK_esIc2ZqUDRJNXRXdjg

  Like

  Reply

  • ભાઈ હું ખુબ જ માંદો હતો એટલે આપણે મદદ ના કરી શક્યો મારા ભાઈ

   હું^ દાદરા પરથી પડી ગયો હતો હાલ જ સ્કુલે જાઉં છું. આપણે સમયની અનુકુળતાએ જરૂર મોકલીશ.

   Like

   Reply

 30. Posted by Vipulbhai V. Gamit on 06/07/2012 at 5:52 pm

  નમસ્કાર સાહેબ, તમારા બ્લોગની મુલાકાત મારા માટે એક અલગ અનુભવ છે. રામ રામ

  Like

  Reply

 31. એક શિક્ષકને જાણી આનંદ થયો .

  Like

  Reply

 32. Sir Maro Education Blog Tamari aa Site Par Mukva Vinanti
  Blog – http://www.info2education.blogspot.com

  Like

  Reply

 33. શ્રીમાન ભાઈ કિશોર્જી, આપની કલા કૌશલ્ય અને પ્રતિભા આવા અતિસુંદર વૈવિધ્યસભર સામગ્રીથી શોભતો બ્લોગ મને તો ખૂબ જ ગમ્યો..ઓમશાંતિ..આધુનિક જગતનું પ્રબળ માધ્યમ એવા કોમ્પ્યુટર જગતથી જગતની અણમોલ સેવા થઈ શકે છે. એવું હું દ્રઢપણે માનું છું. મોબાઈલથી નેટસર્ફિંગ કરવું વધુ ગમે છે. ઓમશાંતિ. અસ્તુ.

  Like

  Reply

  • આદરણીયશ્રી. ઉષાબેન

   આપે મારા કાર્યને બિરદાવ્યો તે બદલ હું આપનો ખુબ ખુબ આભાર માનું છું. આવા

   પ્રેરણાદાયી શબ્દો જ વધુ સારા કાર્ય કરવા બળ આપે છે.

   Like

   Reply

 34. generally I do not visit blogs.I am soooo pleased that while surfing I came across your blog.I am Honestly proud to have known you(although through blog)I have always respected teachers and wish we get back our tradition.My mother was a teacher and very good one.I have always believed in CHANAKYA A teacher only can bring revolution in society.

  Like

  Reply

 35. ભૂલો ભલે બીજું બધું તમને ભુલીસું નહિ

  Like

  Reply

  • ભાઈશ્રી. કૃપેશભાઈ

   આપનો મેસેજ મળ્યો

   સારી રીતે લખેલ છે કે કેમ…!

   મારાથી કોઈ તકલીફ ઉભી નથી થાઈને સાહેબ…..!

   જવાબ ચોક્કસ આપજો ભાઈશ્રી.

   Like

   Reply

 36. Posted by riteshmokasana on 27/07/2013 at 11:15 pm

  મુરબ્બી વડીલશ્રી, મારા બ્લોગ ની મુલાકાત બદલ આભાર, તમારો બળોની મુલાકાત લીધી જાણે લાગે છે કે રૂબરૂ મળ્યા હોય ! કાશ ..હું ઘણો દુર છું આપનાથી…માનસ હાથ અને મનના જોરે જીતે એમાં જેટલો આંનદ મળે તેટલો શેમાંય ના મળે ! . આપનું જીવન સુખમય અને તંદુરસ્ત રહે તેવીજ હરિ ને પ્રાર્થના.

  Like

  Reply

 37. Posted by riteshmokasana on 27/07/2013 at 11:20 pm

  મુરબ્બી વડીલશ્રી, મારા બ્લોગ ની મુલાકાત બદલ આભાર, તમારા બ્લોગ ની મુલાકાત લીધી. જાણે લાગે છે કે રૂબરૂ મળ્યા હોય ! કાશ ..હું ઘણો દુર છું આપનાથી…માણસ હાથ અને મનના જોરે જીતે એમાં જેટલો આંનદ મળે તેટલો શેમાંય ના મળે ! . આપનું જીવન સુખમય અને તંદુરસ્ત રહે તેવીજ હરિ ને પ્રાર્થના.
  ( ઉપરની પોસ્ટ ને ડીલીટ કરી ને આ પોસ્ટ રાખશો ..સોરી એમાં થોડી ભૂલો થયેલી છે.)

  Like

  Reply

 38. નમસ્કાર!
  આપનો બ્લોગ ”શિક્ષણ સરોવર” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
  આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
  આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
  ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
  આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
  માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

  Like

  Reply

 39. Posted by Vijay Manani on 26/09/2013 at 9:11 am

  Happy Birth day Sir

  Like

  Reply

 40. Posted by મારી જીંદગી ની ચેતના on 07/10/2013 at 7:54 pm

  સાહેબ તમારા બ્લોગની મુલાકાત થી ખુબ આનંદ થયો…
  અને મળતા રહીશું આ બ્લોગની દુનિયામાં..
  બહાર પણ મળીશું જો આપની ઈચ્છા હશે તો.

  Like

  Reply

 41. ખુબ સુંદર પ્રસ્તુતિ . આશા છે આપના લખાણો વધુ ને વધુ તાર્કિક રહે. આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે આહલેક જગાવી રહ્યા છો તેજ કામ પ્રતિલિપિ ( Students of FMS, Delhi & Bits Pilani ) ભારતની લગભગ બધી જ ભાષાઓ માટે કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. એક મહિનાનાટૂંકા ગાળામાં અમે હિન્દી , ગુજરાતી અને તમિલ ભાષાઓની શરૂઆત કરી દીધી છે. અમે આપ જેવા કુશળ અને બુદ્ધિમાન બ્લોગર્સને ફ્રી microsites આપી રહ્યા છીએ અને દરેક ભાષાકીય પ્રતિમાઓને એક મંચ પર જોડી રહ્યા છીએ.

  આપને જણાવતા ગર્વ અનુભવું છુ કે 14મી સપ્ટેમ્બરના રોજ પ્રતિલિપિના Beta versionનું સફળ લૌંચ થઇ ચુક્યું છે. 1000 જેટલા ક્લાસિક તથા recently published પુસ્તકો, વાર્તાઓ અને કવિતાઓ ( હિન્દી તથા ગુજરાતી ભાષા ) તદ્દન નિઃશુલ્ક આપ વાંચી શકો છો. આપ આપના સાહિત્યને નિઃશુલ્ક પ્રકાશિત પણ કરાવી શકો છો. તદુપરાંત આપ પ્રકાશિત રચનાઓનું વેચાણ પણ પ્રતિલિપિના માધ્યમથી કરી શકો છો. હાલમાં પ્રતિલિપિ સાથે 200થી વધુ બ્લોગર્સ ( ફક્ત ગુજરાતી ) અને 500+ auhtors જોડાઈ ચુક્યા છે. હું આપને જોડાવા અને મુલાકાત લેવા આમંત્રિત કરું છુ.

  Like

  Reply

 42. આગામી પાંચમી સપ્ટેમ્બર ૨૦૧૫ ને ” શીક્ષક દીવસે” શ્રી. કીશોરભાઇ પટેલને ‘રાષ્ટ્રીય શ્રેષ્ઠ શીક્ષક’ તરીકે સન્માન મળવાનું જાણી આનન્દ થયો. શ્રી. કીશોરભાઇ પટેલને અઢળક અભીનન્દન…

  ડૉકિશોરભાઈ પટેલ

  આપનું સન્માન એ ગુજરાતના શિક્ષણ જગતનું બહુમાન છે.રાષ્ટ્રપતિના કરકમલોથી સન્માન ,એ આપની સર્વ શ્રેષ ઉપલબ્ધિનો આનંદ ,અમે પણ શ્રી ગોવિંદભાઈ સાથે ઝીલી રહ્યા છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  Reply

  • આદરણીયશ્રી. રમેશભાઈ પટેલ સાહેબ

   આપના પ્રભાવશાળ્ર્ર શબ્દોનો શણગાર વાંચીને હૈયુ હરખાય ગયું.

   આપ સૌનો પ્રેમનો સ્વીકાર કરૂ છું.

   ખુબ ખુબ આભાર

   Like

   Reply

 43. Posted by Manthan on 01/01/2016 at 8:23 am

  sir
  tamara jeva koi chemestry sixak no blog hoi to tenu web adress apva vinanti 6

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: