!… આજ હેતે ભરાયું બેનડીનું સરોવર…!


!… આજ હેતે ભરાયું બેનડીનું સરોવર…!

 1

આજ હેતે ભરાયું

બેનડીનું સરોવર

એ તો છે, ઘરની ધરોહર,

 

કરે ચાંદલા કંકુ – ચોખાના

મારા વીરાને રાખે પ્રભુ મજાના,  

 

બહેની આવી ભાઈની ઝાંપલીએ,

લાવી મીઠાઈની ટોપલીઓ

 9

આંખોમાં ભરી લાવે મીઠી યાદો

કદી ન કરે ભાઈને ફરિયાદો,   

 

આંખલડી મલકાય હેતથી

વીરાને બાંધે રક્ષાબંધન પ્રીતથી,

 3

મીઠી યાદોને કરે તાજી

વીરાને મળી થાય રાજી-રાજી,

 

ભાઈ – બહેનનો સંગમ   

એક-બીજાને મળે ઉમંગ,

 

કિશોર કહે આજ પ્રીતના રંગે  

સ્નેહાથી બંધાયું આખું જગ

4

++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

( ચિત્ર આપવા બદલ ગુગલ મહારાજકી જય હો ) 

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત – 9

 

 

12 responses to this post.

  1. Posted by chandravadan on 10/08/2014 at 5:36 pm

    ભાઈ – બહેનનો સંગમ
    એક-બીજાને મળે ઉમંગ,

    કિશોર કહે આજ પ્રીતના રંગે
    સ્નેહાથી બંધાયું આખું જગ
    Khub Saras !
    HAPPY RAXABANDHAN.
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you @ Chandrapukar

    Like

    Reply

  2. બેન પરત્યે ખૂબજ સુંદર ભાવ રચના દ્વારા વ્યક્ત કરેલ છે. આપનો પ્રેમ અને ભાવ સદા આપની બેન પ્રત્યે જળવાઈ રહે તે જ શુભકામના સાથે રક્ષાબંધનની શુભેચ્છાઓ.

    Like

    Reply

  3. માનનીય કિશોરભાઇ

    શિક્ષણ સરોવરે ભાઇ બહેનના હેત સમા પર્વ કેરું સરોવર સજાવ્યું

    Like

    Reply

  4. Posted by nabhakashdeep on 21/08/2014 at 12:47 am

    એક એક પંક્તિમાં બહેન-ભાઈનો સ્નેહ ડૉશ્રી કિશોરભાઈની રચનાએ ઝરી રહ્યો છે..ખૂબ જ સરસ..રક્ષાબંધનની યાદ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    Reply

  5. શ્રીમાન. રમેશભાઈ પટેલ સાહેબ

    આપનો લાગણીસભર સંદેશો વાંચીને અનહદ આનંદ થયો.

    Like

    Reply

  6. આપના ઉમદા લખાણો અને લાગણીઓનો અનેરો સમાવેશ વાંચીને ખુબ આનંદ થયો. અમે બેંગલોર સ્થિત સ્ટાર્ટ-અપ છીએ. પ્રતિલિપિ એ ભારતની વિધવિધ ભાષા સાહિત્યોને એક મંચ પર લાવી રહ્યું છે. આપશ્રીને અમારા આ અનોખા પ્રવાસ માં જોડવા અમે તત્પર છીએ. મહેરબાની કરી આપ અમારા બ્લોગ ને follow કરશોજી. અને જો થઇ શકે તો આપનો એક નાનો bio અમને shally @pratilipi .com પર મોકલી આપવા વિનંતી છે.

    Like

    Reply

  7. રક્ષાબંધનની શુભકામના

    Like

    Reply

Leave a comment